________________
૪૮૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૪૮૭ એ ફાઈલ જ તમારે માટે આવેલી છે.
ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે. કશું સમજવા જ ના દે. ઊંધું ને ઊંધું બાફે બાફ કરે. ફાઈલના દોષ જોયા અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્યો, પોતાના દોષોનો બચાવ કર્યો. પોતે પોતાને કહે કે ના, તમારો દોષ નથી. એટલે પોતે ને પોતે બચાવ કરી નાખે. વકીલ તેનો તે જ, જજ તેનો તે જ અને આરોપી તેનો તે જ, બોલો, શી દશા થાય ? પોતે આરોપી હોય, પોતે વકીલ હોય ને પોતે જજ હોય તો કેવું જજમેન્ટ (ચૂકાદો) આવે ? અને આ તો સામાને ગુનેગાર જોયો ને પોતાનો બચાવ કર્યો !
વગર રૂપે રૂપાળો ! માણસ જે કદરૂપો દેખાય છેને, તે ઇગોઇઝમ જવાથી એનું કદરૂપાપણું ઓછું થઈ જાય. ગમે તેવા રૂપાળા હોય પણ કદરૂપા દેખાય, એનું શું કારણ ? કે ઇગોઇઝમ છે. અને ઇગોઇઝમ ઓછો થઈ જાય તેમ રૂપ વધતું જાય. અને ઇગોઇઝમ ખલાસ થાયને તો કાળો પણ બહુ રૂપાળો દેખાય. કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા નેમિનાથ ભગવાન, હય, સાવ શામળું કુટુંબ ! આખું કુટુંબ જ શામળું ! રૂપ મહીં ઇગોઇઝમ ખલાસ થયો તેથી ! આકર્ષક હોય બધું. ઇગોઇઝમ ખલાસ થાયને તો એની વાણી પણ મનોહર હોય, એનું વર્તન પણ મનોહર હોય અને એનો વિનય પણ મનોહર હોય, આપણા મનનું હરણ કરી દે. ત્યાર પછી આપણી પાસે રહ્યું શું ? તે થોડું ઘણું મનોહર લાગે છે ? જે આપણા મનનું હરણ કરે તો આપણે ખોળીએ કે શું છે તારી પાસે કે મારા મનનું હરણ થાય છે !
ઘરમાંય અહંકાર કાઢે ગાંડાં ! બધાં બૈરાં શું કહે છે કે બધા પુરુષો ગાંડા અને સ્ત્રીઓ ડાહી આવી છે તો ઘરમાં ચાલે છે, એવું કહેતાં હતાં. ગાંડો અહંકાર. મહીં આપણી પાસે મિલકત હોય જબરજસ્ત અને અહંકાર પાર વગરનો, એટલે આ અહંકારથી બધી વિકૃતિ થઈ ગઈ છે. અમારો અહંકાર
નીકળી ગયો ત્યારે ખબર પડી કે આ કેવું ગાંડપણ હતું ! હવે એ અહંકાર કાઢી નાખીએ તો બધાને ઘરમાં શાંતિ થાય, એવું કરજો હવે.
પ્રશ્નકર્તા : એમાં થાય શું કે ચાર ડગલાં આગળ જાય તો બે ડિગલાં પાછળ પડી જવાય.
દાદાશ્રી : હા, એવું થઈ જાય. પણ એમ કરતાં કરતાં રાગે આવી જશે. મૂળ ભૂલ કરી છે તે સમું તો કરવું પડશેને ? રીપેર ના કરવું પડે ? આટલું જાણ્યું તે બહુ સરસ છે. અમારે તો ઓબ્લાઇઝીંગ નેચર (પરદુઃખભંજન) ને બીજા બધા ગુણો સારા, તેથી દુર્ગુણો નહીં પડેલા. પાછા અહંકારને લઈને દુર્ગુણો પડેલા નહીં.
હંમેશાં અહંકારને લઇને તેના બીજા દુર્ગુણ ઓગળી જાય. કારણ કે લોકો પાછળથી બહારના ખોળતા હોય કે કઈ જગ્યાએ વાંકા ચાલે છે. ચોરીઓ કરે છે, લુચ્ચાઈઓ કરે છે. ભેળસેળ કરતો હોય તો ભૂલો કાઢે. એટલે પોતે અહંકારને લઇને એવી ભૂલો ના કરે.
તે આ ગાંડો અહંકાર મારી નાખે, પોતાની જાતને બહુ નુકસાન કરે. અને ઘરના માણસ બિચારા હેરાન હેરાન થઈ જાય. એટલે સ્ત્રીઓ કહેતી હતી કે “અમે પારકા ઘરની ડાહી આવી છે, તેથી હવે ઘરાં ચાલે છે.' બા એવું કહેતાં હતાં.
મારા બ્રધર મણિભાઈ તો સિંહ જેવા, આમ બહાર નીકળે તો સો માણસ તો બીને આઘુંપાછું થઈ જાય, આંખો દેખીને આઘાપાછા જતા રહે. એ તે દિવસે પાવર કેટલો ? હું હઉ ભડકતો હતો. એ શું પાવર ! જબરજસ્ત પાવરવાળો માણસ ! દેખાવ તો ભવ્ય ! બધી રીત આમ ભવ્ય ! બોલો હવે, પછી પાવર હોયને, આ મગજમાં ? પાવર ચઢી ગયેલો હોયને ? એટલે મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે અને મને બહુ ડાહ્યો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે ? તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, ‘કઈ રીતે તમે મને અહંકારી કહો છો ? મારામાં ક્યાં અહંકાર દેખાય છે ?” ત્યારે કહે, ‘તારો અહંકાર એ છૂપો