________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૪૮૫
४८६
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કહેશે, ‘આ અહંકારી મૂઓ !' વ્યવહારિકતા હોવી જોઈએ, બધા લોકોને એક્સેપ્ટ થાય, કબૂલ થાય એવી. આપણે જે કરીએ તો બધા લોકો કહેશે કે “ના ભઈ, સારું કામ કર્યું આપે.' અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો એક્સેપ્ટ કરે એવો અહંકાર હોવો જોઈએ. આ તો ગાંડો અહંકાર હોય છે તે લોકોને પસંદ ના પડે.
ખોટો અહંકાર, મેડનેસ લઈને ફર્યા, એવું તમને સમજાય છે હવે? આ તો બધું નરી મેડનેસ જ વેરાતી હતી. પણ મારા મનમાં એમ કે અત્યારે આમનો ઉદય આવ્યો છે, તે પછી ફેરફાર થશે. એટલે હું બોલ્યા-ચાલ્યા વગર ચલાવી લેતો હતો. બોલું-ચાલું તોય વળે એવું નહોતું. નુકસાન થાય એવું હતું. અહીં બોલ્યા-ચાલ્યાનો ફાયદો થાય છે, રસાસ્વાદ આવે છે, તેના કરતાં દુઃખ વધારે છે, નર્યું દુઃખ જ છે બધું.
પ્રશ્નકર્તા : ગાંડો અહંકાર, એ બાબતમાં પૂછવું હતું.
દાદાશ્રી : કોઈ કહેશે, ‘હું તો આખો ડુંગર ઊડાડી દઉં, એવો છું.’ તો આપણે બધા કહીશું કે આ ગાંડો છે કે શું ? એ કેવો અહંકાર કરે છે ?
પ્રશ્નકર્તા : ગાંડો.
દાદાશ્રી : પણ એવા અહંકારને આપણે ગાંડો નથી કહેતા. એના જેવો દાખલો લેવા કહ્યું, અહીં બીજી બધી વાતો છેને કે, “હું આમ કરી નાખું ને તેમ કરી નાખું'. હવે એનાથી કશું થાય નહીં ને અહંકાર બોલે. એ બધા ગાંડા અહંકાર જ ભર્યા છે. જેને થાય એવું હોય તો તે અહંકારેય ના કરે.
પ્રશ્નકર્તા : પણ આ ગાંડો અહંકાર છે એ કેવી રીતે ખબર પડે?
દાદાશ્રી : દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો. મને કોઈ કહે કે ‘દાદાજી, તમે અક્કલ વગરના છો', એટલે હું સમજું, ત્યાં મારો ગાંડો અહંકાર ઊભો ના થાય. એટલે મને દુ:ખ આવે જ નહીંને ! એનો અહંકાર એને દુઃખ આપે, તે મને શું દુઃખ આપવાનો છે ?
ગાંડો અહંકાર, બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. એને ઓળખી કાઢવાનો.
પ્રશ્નકર્તા : એ અહંકારનો નશો તો દારૂ કરતાં વધારે હોય છે, તે તો ઊતરે જ નહીં, નિરંતર ઊતરે નહીં.
દાદાશ્રી : આ સાધુ એમ નક્કી કરે કે મારામાં ‘વંક જડાય પછીમાં’ એ હોવું ના જોઈએ, આ મહાવીર ભગવાને કહ્યું હતું એવું. તો પછી ‘વંક જડાય પછીમાં’ ઉપર લક્ષ રાખ્યા કરવાનું. તો એનો ઉકેલ આવે એવો છે. એવી રીતે આપણામાં ‘વંક જડાય પછીમાંની ભાંજગડ નથી પણ અહંકારનો ડખો લક્ષમાં રહેવો જોઈએ. ગાંડો અહંકાર હોય જ. એના ઉપર લક્ષ રાખ્યા જ કરવું પડે. હજુ નીકળે છે કે નથી નીકળતો એ ગાંડો અહંકાર ? હજુ છે ?
પ્રશ્નકર્તા : હવે બહુ નથી. થોડો થોડો પડ્યો છે, બહુ નથી.
દાદાશ્રી : ના, પણ એ બેસી રહેલો હોય. આટલો નાનો થઈને બેસી રહ્યો હોય. તો કાલે વધતાંય એને વાર ના લાગે. જડમૂળથી ઉખાડી નાખવો જોઈએ તો કામ નીકળી ગયું.
પ્રશ્નકર્તા: કેવી રીતે ઉખાડવો ? ભાવના કરવાની ?
દાદાશ્રી : ના, લક્ષ જ રાખ્યા કરવાનું. એટલે બીજી બાજુ પ્રયત્ન થાય, ઊંધું ચાલે ત્યાં આગળ કહેવું કે ‘વંક જડાય પછીમાં” છો ?
દરેકમાં ગાંડો અહંકાર હોય. એ ગાંડો અહંકાર સવળાને અવળું દેખાડે. ગાંડો અહંકાર તો ઘરની જે તમારી છ-સાત ‘ફાઈલો’ હોયને, એ સાતેય ફાઈલોનું અવળું જ દેખાડતો હોય. વીતરાગ વિજ્ઞાન શું કહે છે કે સાતેય ફાઈલની પ્રકૃતિને જીતો. જીતો એટલે ? એ બધા તમારી પર ખૂબ રાજી થાય. તેથી એમને દુઃખ ના થાય, એવી રીતે જીતો. બહાર દુનિયા જીતવાની નથી, તમારા ઘરની સાત ફાઈલો છે એને જીતો. દુનિયા જીતાયેલી જ છે. તમારી ફાઈલને મૂકીને નાસી છૂટ્યા ને સાધુ થઈ ગયા, તો દહાડો વળે નહીં. એ ફાઈલને જીતવી પડશે.