________________
૪૮૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(ક) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
વળે અહંકાર, બે માર્ગે ! પ્રશ્નકર્તા : આપણે જે ભાવના કરીએ છીએ, એનાથી આ પાપ કે પુણ્ય બંધાય છે, તો એ ભાવના કોની ?
દાદાશ્રી : અહંકારની. જેને સુખ જોઈએ છે એની ભાવના છે કે હું પુણ્ય કરું તો મને પુણ્ય બંધાય. જોઈએ છે સુખ પણ એ એની ભાવના ફળતી નથી. અને અહંકારના માર્યા, એને જ્ઞાન નહીં હોવાથી, શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી પોતે દુઃખી થાય, એની સમજણ નહીં હોવાથી, દુઃખની ભાવના ઊભી થતી જાય છે.
અહંકારના બે રસ્તા કરવા જેવા છે. જો સાંસારિક સુખો જોઈતાં હોય, તો અહંકારને સુંદર બનાવો. લોકો પસંદ કરે એવો અહંકાર જોઈએ, કે “ચંદુભાઈ, કહેવું પડે ! કેવા બેસ્ટ માણસ છે !' બધા એમ કહે. એ અહંકાર સુંદર કહેવાય. તો તમને સાંસારિક સુખ મળશે.
અને જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે આવવું જોઈએ. જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકારથી મુક્ત કરી શકે. બાકી બીજો કોઈ તમને અહંકારથી મુક્ત કરી શકે નહીં. થવું છે અહંકારમુક્ત ?
પ્રશ્નકર્તા : એનોય વિચાર કરવો પડશે.
દાદાશ્રી : હા, વિચાર કરજો. મહિનો, બે મહિના, ચાર મહિના વિચાર કરીને પછી આવજો.
ગાંડો અહંકાર ! ખોટા અહંકારથી સુખ મળતું નથી. અહંકાર નોર્મલ હોવો જોઈએ. લોકોને ઠીક લાગે એવો હોવો જોઈએ. એટલે રૂપાળો અહંકાર જોઈએ. કદરૂપો અહંકાર સારો કે રૂપાળો સારો ?
પ્રશ્નકર્તા : રૂપાળો સારો.
દાદાશ્રી : હા, રૂપાળો અહંકાર સારો. કદરૂપો અહંકાર હંડતાચાલતાં કહે, ‘શું સમજે છે ? ભલભલાને હું પૂછતો નથી ? નહીં પૂછનારો આ તું ગાંડા શું કરવા કાઢે છે તે ? ભલભલાને નહીં પૂછનારો મોટો આવ્યો ! અત્યારે પોલીસવાળો પકડશેને, તે ઘડીએ સંડાસ થઈ જશે ! જુઓ, આવું ગાંડું ના બોલીએ, રીતસર બોલીએ બધું, લોકોને સારું લાગે એવું બોલીએ. મગજ ચગી જાય કે નથી ચગી જતું ? જાણે ભેંસનો ભઈ આવ્યો હોય એવું કરે ! ભેંસનો ભઈ જોયેલો કે નહીં જોયેલો ? હું ! મારે ગોથું તે બધું સામાને તોડી નાખે, એવો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર એટલે ગાંડ દેખાય એવું કરવું તે.
પ્રશ્નકર્તા : એનું સાચા અર્થમાં ના સમજાયું. સાચો અહંકાર એટલે આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે ?
દાદાશ્રી : ના, ધાર્યા ઉપર નહીં. ધાર્યું તો બધા ઘણા માણસો કરે છે. અહંકાર એટલે ગાંડું દેખાય એવું, એનું નામ ગાંડો અહંકાર કહેવાય. વ્યવહારિક્તા ના દેખાય. આ બધા લોકો વ્યવહારિક કામ કરે છે તેમાં કોઈનું ખોટું, કોઈને ગાંડું કહેવાતું નથી. પણ જેને ગાંડુ કહેવામાં આવે તેને અહંકાર કહે લોકો. દુનિયાથી નવી જ જાતનું દેખાડે એ અહંકાર.
પ્રશ્નકર્તા : પોતાને ખબર ના હોય ?
દાદાશ્રી : એ તો ભાન જ ના હોય ને કશું ! ખબરની વાત ક્યાં પણ ભાન જ ના હોયને ! હું શું ગાંડું કરી રહ્યો છું કે શું બોલી રહ્યો છું, એ ભાન ના હોય. ત્યારે તો અહંકાર એવો નીકળે બધો. આ પચાસ માણસ બેઠા હોયને પણ એક જણે ઊંધું કર્યું, તો લોકો તરત