________________
(૫) અહંકારનો ભોગવટો
૪૮૧
૪૮૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છે. આપણા હાથમાં સત્તા નથી. આપણે સંજોગોને જોયા કરવાના કે સંજોગો કેમના છે. સંજોગો ભેળા થાય એટલે કાર્ય થઈ જ જાય. સંજોગો ભેળા થવા એટલે કોઈ માણસ છે તે માર્ચ મહિનામાં વરસાદની આશા રાખે એ ખોટું કહેવાય. અને જૂનની પંદરમી તારીખ થઈ એટલે એ સંજોગ ભેગો થયો, કાળનો સંજોગ ભેગો થયો. હવે વાદળનો સંજોગ ભેગો ના થયો હોય તો વાદળાં વગર વરસાદ કેમ પડે ? ત્યારે કહે છે કે વાદળાં ભેગાં થયાં, કાળ ભેગો થયો, પછી વીજળીઓ થઈ, બીજા એવિડન્સ ભેગા થયા, ત્યારે વરસાદ પડ્યો ! ઓલી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. માણસ સંજોગોનાં આધીન છે અને પોતે એમ જાણે છે કે હું કંઈ કરું છું !' પણ એ કર્તા, એ પણ સંજોગોના આધીન છે. એક સંજોગ વિખરાયો તો શું થાય ?
આજે કોઈ સામાયિક કરતું હોય તો લોકોને કહે કે હું રોજ ચાર સામાયિક કરું છું અને પેલા તો એક જ કરે છે ! બીજાનો દોષ કાઢે છે. એટલે આપણે ના સમજી જઈએ કે ભઈને સામાયિક કરવાનો ઇગોઇઝમ છે ! તે આપણે બીજે દહાડે પૂછીએ કે, “સાહેબ, કેમ આજે સામાયિક નથી કરતા ?” ત્યારે એ શું કહે, ‘આજે તો પગ ઝલાઈ ગયા છે !” તે આપણે પૂછીએ કે ‘સાહેબ, પગ સામાયિક કરતા હતા કે તમે કરતા હતા ?” આ પગ જો સામાયિક કરતા હોય, તો તમે બોલતા હતા કે ‘મેં ચાર સામાયિક કરી’, તો તે ખોટું બોલતા હતા. એટલે પગ પાંસરા હોય, મન પાંસરું હોય, બુદ્ધિ પાંસરી હોય, બધા સંજોગો પાંસરા હોય ત્યારે સામાયિક થાય અને અહંકારેય પાંસરો જોઈએ. અહંકારેય તે ઘડીએ પાંસરો ના હોય તો ના થાય. એ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. મગજ પાંસરું જોઈએ, અરે, જગ્યાએ પાંસરી જોઈએ. જગ્યા ના સારી હોય તોય ના થાય.
ને ચિંતા તો એનુય ના થવી જોઈએ. ચિંતા તો, જગત ચલાવનાર હોય તેને ચિંતા થાય. આપણે કંઈ એના ચલાવનાર ઓછા છીએ ? ચલાવનાર એટલે ઇગોઇઝમ, એ તો મોટામાં મોટું ઇગોઇઝમ કહેવાય. છતાં લોક ચિંતામાં જ પડેલા છેને ? એને ખબર નથી, આ ખ્યાલ નથી
કે ચિંતા કરવાથી જાનવરનું આયુષ્ય બાંધે છે.
જુઓને, તમને ચિંતા નહીં, ઉપાધિ નહીં અને ક્રમિક માર્ગમાં એમને ચિંતા, ઠેઠ સુધી ચિંતા કહેશે, બાહ્ય ચિંતા છે, અંદર આનંદ છે.
પ્રશ્નકર્તા : પણ અહીંયાં પણ એવું છેને ? આ આધિ-વ્યાધિ ને ઉપાધિ એ તો જે સાંસારિક કામો વ્યવહારનાં છે...
દાદાશ્રી : પણ ચિંતા નહીં ને ! ચિંતા એ સંસારનું મોટામાં મોટું બીજ છે. એ અહંકારની ચિંતા છે. અહંકાર ગયો કે ચિંતા જાય.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું જ્ઞાન આવ્યું કે ચિંતા ગઈ.
દાદાશ્રી : વ્યવસ્થિતનું જ્ઞાન, એ તો લોકોને અપાય એવું નથીને ! આપણે જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી અહંકાર જાય, ત્યાર પછી વ્યવસ્થિત સમજાય.
કોઈ કહેશે, “મને ચિંતા નથી થતી’ એટલે જાણી લેવું કે આ માણસનો અહંકાર આખો ખલાસ થઈ ગયેલો છે. ચિંતા વગર મનુષ્ય કોઈ હોય નહીં. તો ચિંતા વગરનો થયો એટલે જાણવું કે અહંકાર ખલાસ થઈ ગયો.