________________
(૫) અહંકારનો ભોગવટો
૪૭૯
૪૮૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છે. એટલે આપણને ચિંતા થતી હોય તો આપણો ઇગોઇઝમ વધી ગયો. છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી (અસામાન્ય) થયેલો છે. નોર્માલિટી સુધી ઇગોઇઝમ રખાય. એથી ઇગોઇઝમ વધે કે ચિંતા થાય. એટલે ઇગોઇઝમ ઓગાળવો જ રહ્યો. સંત પુરુષોના દર્શન કરીએ તો દર્શન કરવાથી, નમસ્કાર કરવાથી ઇગોઇઝમ ઓગળે.
કોઈ ફેરો ચિંતા તમે જોયેલી ? અનુભવ હલ થયેલો ? હવે એ ચિંતા હોય તે ઘડીએ સુખ બહુ હોય છે ? તો પણ શા માટે લોક ચિંતા કરતા હશે ? એમાં શું ફાયદો ?
પ્રશ્નકર્તા : મારા પોતા માટે નહીં, બીજા માટે ચિંતા કરવી પડે છે.
દાદાશ્રી : બીજા માટે ચિંતા ? અને બીજા કોના હારુ ચિંતા કરતા હશે ? તમારા માટે ! તમે એમના હારુ ચિંતા કરો ! કોઈ સફળ થતું નથી. ચિંતા એટલે મોટામાં મોટો ઇગોઇઝમ ! હું બીજાનું કંઈ કરી શકું તેમ છું એવું જે થાય તે ચિંતા.
પ્રશ્નકર્તા : ચિંતા કરવી એ મોટામાં મોટો અહંકાર છે એ સમજાવો.
દાદાશ્રી : આ મોટામાં મોટો અહંકાર હોય તો ચિંતા. એવું છેને, આમ ચિંતા કરે છે, એ માણસે ઊંઘવું જ ના જોઈએ. મૂઆ, આમ ચલાવવા માટે તું ચિંતા કરું છું અને શાના આધારે તું સૂઈ જાય છે, એ કહે ? કયા ઓળંબાથી તું સૂઈ જઉં છું ? અને જે ઓળંબાથી તું સૂઈ જઉં છું, તે ઓળંબાથી આ ચાલવા દે જગત. શું કરવા ચિંતા કરે છે વગર કામનો ? ના સમજ પડે ? હું તો એને કહી દઉં કે શાના આધારે સૂઈ જઉં છું ત્યારે ? ચિંતા કરું છું ત્યાં ?
પ્રશ્નકર્તા : ભયંકર પરિસ્થિતિ હોય છતાં એમને ઊંઘ આવી જાય છે પછી તે ક્યા આધારે ?
દાદાશ્રી : અરે, ઓઢીને નિરાંતે સૂઈ જાય છે ! પાથરીને સૂઈ
જાય છે, શાના આધારે ? અલ્યા, કોને સોંપ્યું આ? આમ તો આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય.
પ્રશ્નકર્તા : ચિંતા કરવી કે ઊંઘ આવવી એ બધી પ્રકૃતિનો નચાવ્યો નાચે છેને, એ તો પ્રકૃતિ આગળ લાચારી ના કહેવાય ?
દાદાશ્રી : હા, પ્રકૃતિ જ છે. ઊંઘ આવવી એ પ્રકૃતિ છે. પણ ચિંતા તો પ્રકૃતિની મહીં પુરુષ આંગળી કરે તો ચિંતા થાય.
પ્રશ્નકર્તા : કૌંભાવને લીધે ચિંતા થાય છે ?
દાદાશ્રી : કર્તાભાવ હોય તેથી ચિંતા હોય, પણ કર્તાભાવ તો માણસ માત્રમાં હોય. આ તો ગાંડો અહંકાર છે. ચિંતા કરવી એક મેડ અહંકાર છે. બધાય પ્લેનમાં રોફથી સિગારેટ પીયા કરતા હોય અને આ એકલો અક્કરમી ચિંતા કર્યા કરતો હોય કે આ પડી જશે તો શું થશે? શું થશે? ત્યારે મૂઆ, લોક ધુમાડા કાઢે છે એ તો જો. એવું સમજવું ના પડે ? ત્યારે એ કેવો અહંકાર કહેવાય ? આપણે ધુમાડા કાઢનારને કહીએ કે આ ભઈને આવા વિચાર આવે છે. ત્યારે એ કહે, ‘એ કેવો માણસ છે? ગાંડો છે ?” એટલે ચિંતા હોવી જ ના ઘટે.
પ્રશ્નકર્તા : આપે એક જગ્યાએ લખ્યું છે ‘ચિંતા એ અહંકારની નિશાની છે'.
દાદાશ્રી : હા, ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? એના મનમાં એમ લાગે છે કે હું આ ચલાવી લઉં છું, તેથી એને ચિંતા થાય છે. આનો ચલાવનાર હું છું, એટલે આ છોડીનું શું થશે, આ છોકરાનું શું થશે, એમ કહે. આનું શું થશે, આમ શું થશે, આ મકાન પૂરું નહીં થાય તો શું થશે ? એ ચિંતા પોતે માથે લઈ લે છે. પોતે પોતાની જાતને કર્તા માને છે. હું જ માલિક છું અને હું જ કરું છું, એમ માને છે. પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતા વહોરે છે. ખરેખર તો આ સંજોગો કર્તા છે. બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) ભેગા થાય તો કાર્ય થાય, એવું