________________
(૫) અહંકારનો ભોગવટો
૪૭૭
૪૭૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : લાગે છે.
દાદાશ્રી : તે કેટલા બધા ગૂંચવાડા કહેવાય ? એ ગૂંચવાડા તોડી નાખીએ તમારા ! તમને ગૂંચવાડો જ રહે નહીં ને પછી !
એમાં છે મૂળ કોણ ? પ્રશ્નકર્તા : આત્મા અને દેહ અલગ છે, તથા વિચાર અને માનસિક ક્રિયાઓ આત્માથી અલગ છે, તો દાદા ભગવાનને વંદન કરે છે એ કોણ? એ આત્મા કે વિચારની ક્રિયા એ વિગતે સમજાવશો.
દાદાશ્રી : જ્યારે તે કર્તા હતો, ત્યાં સુધી ભોક્તા હતો, એટલે એને દુ:ખ પડતું હતું. કરે એટલે દુઃખ પડે જ ને ? એટલે એ મુક્તિ ખોળતો'તો ! તે એને લાગ્યું કે આ ભગવાનનાં દર્શન થયાં, એટલે એને પોતાને અનુભવ થયો. એ અહંકારને અનુભવ થયો છે. દાદા ભગવાનને નમસ્કાર કરે છે એ આત્મા નહીં, વિચાર-બિચાર નહીં, એ અહંકાર કરે છે.
પ્રશ્નકર્તા : આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ઘણીવાર એમ કહીએ છીએ કે બહુ સરસ ઊંઘ આવી, ઘણીવાર કહીએ છીએ કે આજે ઊંઘ ના આવી, તો એ કહેનાર કોણ છે અને અનુભવ કરનાર કોણ
આપણને શરીર કે મનનું કશાનું ભાન જ નથી. શરીર પણ કામ નથી કરતું, મન પણ કામ નથી કરતું, તો પછી ઇગોઈઝમ ક્યાં રહ્યો ?
દાદાશ્રી : એ બરાબર ઊંઘ આવીને તે ઇગોઈઝમે અનુભવ્યું, બહારનો ઇગોઈઝમ ભાગ બંધ થઈ જાય, પણ અંદર તો ખરુંને બધું ! અંદર તો બધું મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધુંય ખરુંને ?
પ્રશ્નકર્તા : એટલે એ ચાલુ જ રહે છે ?
દાદાશ્રી : હા, અંદર ચાલુ રહે ને ! એ તો બહાર બંધ થઈ ગયું. ઇન્દ્રિયો બંધ થઈ ગઈ.
પ્રશ્નકર્તા : નહીં, મન ચાલુ હોય તો સ્વપ્ન હોય ?
દાદાશ્રી : મન ને ચિત્ત, બે જો કદી ચંચળ હોય તો કહેશે, ઊંઘ સારી આવી નથી. અને મન-ચિત્ત ચંચળ ના હોય ત્યારે કહે, ઊંઘ સારી આવી, બસ એટલું જ, ચંચળતા બંધ થઈ ગયેલી હોય એની, મન સાયલટ (શાંત) થઈ ગયું હોય.
પ્રશ્નકર્તા ઃ ઈગોઈઝમને અનુભવ કરવા માટે આત્માની જરૂર છે કે ઇગોઈઝમ પોતે સ્વતંત્ર રીતે અનુભવ કરી શકે ? દાદાશ્રી : ના, આત્માની હાજરી જ છે, બસ.
ચિંતા એ છે મોટામાં મોટો અહંકાર ! પ્રશ્નકર્તા : કોઈ માણસ બધી રીતે પ્રામાણિક છે, છતાં પણ એને રાત્રે ઊંઘ નથી આવતી. ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે એ શું છે?
દાદાશ્રી : ચિંતા જો રહેતી હોય તો એ વધુ પડતો ઇગોઇઝમ છે. એ ઇગોઇઝમને થોડો ઓગાળવો જોઈએ. ચિંતા એટલે ‘આપણે જ ચલાવીએ છીએ !” એવું આપણા મનમાં ભાસે છે. એટલું જ છે ખાલી !
બધા ધર્મોની વાતો શું કહે છે કે ચિંતા કરવાની બધા ના પાડે
દાદાશ્રી : એ જ, એ જેને આ સારી ઊંઘ આવે છે ને, તે જ એવું બોલે છે કે આજ સરસ ઊંઘ આવી. અને આજે બરાબર સારી ઊંઘ ના આવી, તો એ ના આવી તે, એ જ બોલે છે. આ કોનું કામ છે ? કોણ બોલે છે આ, એ તમને સમજાયું ?
પ્રશ્નકર્તા : ના, એ અમને જાણવું છે.
દાદાશ્રી : આ ઇગોઇઝમ બોલે છે કે આજ ઊંઘ બરાબર ના આવી અને સરસ આવી તો એ કહે, સરસ ઊંઘ આવી.
પ્રશ્નકર્તા : બરાબર ઊંઘ આવી હોય ત્યારે એવી પરિસ્થિતિમાં