________________
(૫) અહંકારનો ભોગવટો
અકળામણ સહન ન થાય. આ અહીંના સહન કરી શકે. અહંકારનો દાંડો ભારેને ! બહુ જ ભારે દાંડો ! અરે, રથમાં બેસવાનું મળે એટલા માટે આઠ દહાડાના ઉપવાસ કરે. અને આ તો ૭૦-૭૦ દહાડા ઉપવાસ કરે છે. એમને તો પાંચ દહાડાય ઉપવાસ ના થાય. એમનું કામ નહીં. એ તો અહંકાર જોઈએ મોટો, જબરજસ્ત.
૪૭૫
ભગવાને કહ્યું હતું કે એક ઉપવાસ જો કદી શુદ્ધ ઉપયોગપૂર્વક થાય તો અબજો ઉપવાસ જેટલી કિંમત છે. દેહનો શો દોષ ? આ દેહનો દોષ હશે ? આણે બિચારાએ શો ગુનો કર્યો ? ‘આ’ બધામાંથી જો ગુનો કોઈનો ના હોય તો દેહનો છે !
પ્રશ્નકર્તા : ઉપવાસ કરવાથી પુણ્ય તો બંધાયને ?
દાદાશ્રી : પણ કેવો ઉપવાસ ?
પ્રશ્નકર્તા : ખાવું નહીં તે. ધર્મમાં ઉપવાસ અત્યારે કરે છે તે. દાદાશ્રી : કોણે કહ્યું કે પુણ્ય બંધાય છે ?
પ્રશ્નકર્તા : શાસ્ત્રકારોએ લખ્યું છે ને અમારી બુદ્ધિએ વિચાર્યું. દાદાશ્રી : એ ઉપવાસ આજ્ઞાપૂર્વકના હોય ?
પ્રશ્નકર્તા : અમે પચ્ચખાણ લઈએ છીએ એ આજ્ઞા થઈને ? દાદાશ્રી : આ લોકોની આજ્ઞા ચાલે નહીં. આ તો ‘અન્ન્ક્વૉલિફાઇડ’ છે, ‘ક્વૉલિફાઇડ’ જોઈએ. કારણ કે એ સમકિતી જોઈએ. ચોથે ગુંઠાણે હોવા જોઈએ.
પ્રશ્નકર્તા : તો પછી શું ન જ કરવું ?
દાદાશ્રી : કરવું નહીં એવું નહીં, કરજો પણ મનમાં એનું માનશો નહીં કે આનો કંઈ લાભ છે એવું.
પ્રશ્નકર્તા ઃ મારાથી ઉપવાસ થતા નથી.
દાદાશ્રી : પણ એ પ્રકૃતિ કરે છે, તમે કરતા નથી. આ તમે
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
તો ખાલી અહંકાર કરો છો કે મેં આ ઉપવાસ કર્યો. મેં જીંદગીમાં એક ટંકનોય ઉપવાસ નથી કર્યો.
૪૭૬
એક બહુ મોટા ભક્ત હતા. તેમણે ઉપવાસનું પૂછ પૂછ કર્યું. મેં કહ્યું, ‘કોના દોર્ષ ઉપવાસ કરો છો ? શું ગુના માટે ઉપવાસ કરવાનો ?” આપને શું લાગે છે ?
પ્રશ્નકર્તા ઃ શરીર શુદ્ધિ માટે ઉપવાસ થાય.
દાદાશ્રી : શરીર શુદ્ધિ માટે એ તો ડૉક્ટરેય કહે છે. એ તો આપણને અજીર્ણ થયું હોય તો ઓછો ખોરાક ખાવ કે ના ખાવ ? એટલે વસ્તુ નથી. આપણા ધર્મને માટે જે ઉપવાસ કરવામાં આવે છે બધા.
એ
એટલે ઉપવાસ કરવામાં આ દેહની ભૂલ જ નથી ! વગર કામના આને શું કરવા માર-માર કરો છો ? સહેજેય દેહની ભૂલ નથી. પછી પેલા માણસે પૂછ્યું કે ‘તો શું આત્માની ભૂલ છે ?” ત્યારે મેં કહ્યું, ‘એ પણ નથી.’ ત્યારે એ કહે કે “શું મનની ભૂલ હશે ?' ત્યારે મેં કહ્યું, ‘મનનીય ભૂલ નથી આ તો.' ત્યારે એણે પૂછ્યું, તો કોની ભૂલ છે ?” ત્યારે મેં કહ્યું, ‘અહંકારની.’ ત્યારે એ કહે કે ‘અહંકારની ભૂલ છે તો શી રીતે દંડ દેવો ?” મેં કહ્યું, “અહંકારને દંડ દેશો જ નહીં. અહંકારને તમે શું દંડ દેવાના હતા ? અહંકારનું ‘રૂટ કૉઝ’ કાઢી નાખો. અહંકારનું ‘રૂટ કૉઝ’ એ અજ્ઞાનતા. અજ્ઞાનતા કાઢો કે બધું ગયું !'
પ્રશ્નકર્તા : અજ્ઞાનતા કેવી રીતે કઢાય ?
દાદાશ્રી : જ્ઞાની હોય તો જ એ નીકળે એવી છે, નહીં તો આ ગૂંચવાડા આમ જ રહેવાના છે. ગૂંચવાડા તો આ હું કહું છું, નહીં તો ગૂંચવાડા ગણાતા જ નથી. આ જ બરોબર છે એવું માનવામાં આવે છે. આ તો હું જાણું છુંને એટલે કહું છું કે આ બધાં ગૂંચવાડા ઊભા કરે છે. આખો દહાડો મન ગૂંચાયેલું હોય છે. પોતાના ઘરનું ખાઈ, ઘરના કપડાં પહેરે છે, ઘરની રૂમમાં સૂઈ રહે છે અને આખો દહાડો ચિંતા-ઉપાધિઓ, ચિંતા-ઉપાધિઓ કર્યા કરે ! કોઈ દહાડો સાહેબીપૂર્વક જીવ્યો જ નથી. એવું નથી લાગતું તમને ?