________________
૪૭૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૫) અહંકારનો ભોગવટો
૪૭૩ | ઉપજાવે સંયમ પરિણામ ! પ્રશ્નકર્તા: ‘ઉપજાવે સંયમ પરિણામ..’ ઉપજાવે એટલે ઊભા થાય છે, એની મેળે અને જયારે અત્યાર સુધીના સંયમો કરવાની વાતો આવી, એ બે સંયમોમાં કેટલો ફેર ?
દાદાશ્રી : એવું છેને, સંયમ કર્યો ના થાય. સંયમ અહંકારથી થાય નહીં. અહંકારથી ત્યાગ થાય. છેલ્લી હદ સુધી અહંકાર ત્યાગ કરી શકે, સંયમ ના કરી શકે.
પ્રશ્નકર્તા : ત્યારે આ લોક કહે છેને કે સંયમમાં રહો, સંયમમાં રહો, એ શું ?
દાદાશ્રી : આ બધી વાત લૌકિક છે. આપણે લૌકિકને ખોટું તો ન કહી શકીએ ?
પ્રશ્નકર્તા : પણ આ તો સંયમનો અર્થ જ બદલાઈ ગયો !
દાદાશ્રી : અર્થ છે એનો એ જ છે, પણ આ લૌકિક ભાષામાં આવો અર્થ ચાલે છે. લોકભાષામાં આને સંયમ કહે છે. આ તમને અત્યારે કોઈ ગાળ દે, હવે તમને ‘જ્ઞાન’ છે તો તમારી મહીં સંયમ પરિણામ ઊભાં થાય, એનું નામ સંયમ કહેવાય. તમને એના માટે કશું થાય નહીંને ? ખરાબ વિચાર આવે નહીંને ? મન બગડે નહીંને એના માટે ? અને તમારું મન બગડ્યું નહીં, એનું નામ સંયમ પરિણામ. એની મેળે પરિણામ ઊભાં થાય. એમાં અહંકારની જરૂર જ નથી.
ત્યાગમાં અહંકાર કરવો પડે. આ બધા સાધુઓ એ લોકભાષામાં સંયમી કહેવાય. પણ એ ત્યાગીઓ છે, લૌકિક ભાષા અને અલૌકિક ભાષા, બન્ને ભાષામાં હંમેશાં ફેર જ હોય. ત્યાગ કરવો હોય તો ત્યાગનો કર્તા જોઈશે. તેથી તમને બધાને (મહાત્માઓને) કહ્યું છેને કે કશો ત્યાગ નહીં કરવાનો. જો ત્યાગ કરશો તો કર્તા રહેશો. કતૃત્વ પરિણામ થશે, કર્તા રહેવું પડશે અને આ તો સંયમ પરિણામ ઊભાં થયાં. તમને લાગે કે સંયમ પરિણામ ઊભાં થયાં ? એ સંયમિત દેહ, સંયમિત મન અને
સંયમિત વાણી રહે કે બસ થઈ રહ્યું ! પરમાત્મા થઈ ગયો
જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ત્યાગ છે. અને અહંકાર સિવાય (રહિત) જે પરિણામ ઊભાં થાય છે એ સંયમ પરિણામ છે.
પ્રશ્નકર્તા : તમે જે સંયમનો અર્થ કર્યો એ ક્રમિક માર્ગે શી રીતે આવે ?
દાદાશ્રી : એ આવે. એમાં છે તે જ્યારથી સમકિત થાય, એટલે જ્યારથી એ પોતાને શબ્દથી જાણે ‘હું શુદ્ધાત્મા છું', એવું શબ્દથી જ્યારે એને એમ ખાતરી થાય કે ‘આ હું છું’ અને ‘આ હું હોય’ એમ પ્રતીતિ બેસે, ત્યારથી એટલો એટલો સંયમ પરિણામ થાય. એકદમ બધો ના થાય, અમુક અમુક થાય. પછી સંયમ પરિણામ વધતું વધતું જાય, તેમ તેમ તે ચઢતો જાય અને આ જ્ઞાનમાં તો બધા સંયમ પરિણામ થઈ જાય.
પ્રશ્નકર્તા : જ્યાં જ્ઞાન બાબતની થીયરી કરી નાખી ત્યાં અહંકારનું કતૃત્વ આવે છે જ. એટલે તે ક્રમિક માર્ગ થયો ?
દાદાશ્રી : ના, એવું નથી. અહંકાર અમુક ભાગમાં હોય. એંસી ટકા અહંકાર ને વીસ ટકા નિર્અહંકાર, ક્રમિક માર્ગમાં એવું નિર્અહંકારનું પદ ઊઘડતું ઊઘડતું ઠેઠ સંપૂર્ણ નિર્અહંકાર થાય છે.
ઉપવાસ, શુદ્ધ ઉપયોગપૂર્વક ! પ્રશ્નકર્તા : હમણાં ફોરેનમાં કોઈએ કહ્યું કે હિન્દુસ્તાનમાં તો કેટલાક લોકો બબ્બે, ત્રણ-ત્રણ મહિના ખાધા વગર રહી શકે. તો કહે, ‘આપણે હિન્દુસ્તાનમાં જવું જોઈએ. આપણે ત્યાં તો કોઈ ઉપવાસ કરી નથી શકતું.’
- દાદાશ્રી : હા, બરોબર છે. એમને ત્યાં ન રહી શકે. એમને ત્યાં શી રીતે રહી શકે ? આ તો બધું જાણે છે કે હવામાં શક્તિ છે, બધામાં શક્તિ જ છે. આ શક્તિથીય જીવાય છે ખરું, પોષાતું નથી પણ જીવાય છે ખરું. હવે આ લોકોથી નથી રહેવાતું, એનું કારણ કે ત્યાં આ