________________
(૫) અહંકારનો ભોગવટો
૪૭૧
મારવું-બચાવવું, બેઉ અહંકાર !
પ્રશ્નકર્તા : આ અમુક સંપ્રદાયમાં સાધુઓ પગમાં બૂટ-ચંપલ પહેરતા નથી, એનું કારણ શું ?
દાદાશ્રી : એ જીવડાં બચાવવા માટે.
પ્રશ્નકર્તા : આપણે તો પહેરીએ છીએ, તો આપણી શી દશા ? દાદાશ્રી : એ એમને એવી શંકા છે કે હું જોડા પહેરીશ તો જીવડું મરી જાય તો ? ત્યારે ભગવાને શું કહ્યું કે, “અલ્યા, તું જ બચાવનારો છું ?” આ મારનારો ને તું બચાવનારો ! આ મારનારો મારવાનો અહંકાર કરે છે અને તું બચાવવાનો અહંકાર કરે છે. મારે ત્યાં અહંકારનું કામ નથી. ભગવાનને ત્યાં તો નિર્અહંકારીનું કામ છે. પ્રશ્નકર્તા ઃ તો શું કરવું ? બૂટ-ચંપલ પહેરીને ફરવું કે એમ ને
એમ ?
દાદાશ્રી : અરે, જોડા પહેરીને ફરો નિરાંતે ! નીચે વીંછી-બીંછી કરડી ખાશે, છાનામાના પહેરીને ફરોને ! એવું છેને, તમે કંઈ સાધુ થયા નથી. તમે છે તે સંસારી છો. એટલે રસ્તામાં ચાલવું પડે. કાંટો વાગે તો ઉપાધિ થાય. મહારાજને તો કાંટો વાગ્યો હોયને તો ડૉક્ટરો મફત દવા કરી આપે. તમારી પાસે ડૉક્ટર પૈસા માગે. મહારાજની પાછળ બધાં બહુ છે કરનારાં. એટલે તમારે જોડા-બોડા પહેરીને ફરવું. પ્રશ્નકર્તા : પાપ ના લાગે ?
દાદાશ્રી : એ લાગે એનું, પણ ઓછું લાગે છે, એ કંઈ બહુ લાગતું નથી. મનમાં ભાવ રાખવો કે કોઈ જીવ મારાથી દબાય નહીં, એવું ઘેરથી બોલીને નીકળવું. ઘેરથી પાંચ વખત સવારનાં પહોરમાં બોલવું કે, ‘મારાં મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો.' એટલું બોલે કે બધું થઈ ગયું.
આ તો પાછા બચાવવા નીકળ્યા છે ! એ તો બધા અહંકારી
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પાછા. ઓહોહો ! ભગવાન ના બચાવે ને તું બચાવનારો નીકળ્યો ! આ તો બધા અહંકાર જાતજાતના ! કેમ બીજા સાધુઓ એવું નથી કરતા ? એ તો જોડા-બોડા પહેરીને ફરે છે નિરાંતે ! એ બિચારા એવું કંઈ કહેતા જ નથી કે મારે મારવા છે. અને ભૂલથી વટાઈ જાય તો માફી માંગી લે !
૪૭૨
અક્રમમાં ત રહ્યો ત્યાગતાર !
આમાં એક શબ્દ કૃપાળુદેવથી વિરુદ્ધ કોઈ માણસ કહે તો આ અક્રમ વિજ્ઞાન જ નથી. એક ફક્ત વિરુદ્ધ છે તે ક્યાં કે જ્યાં આગળ ક્રમિક માર્ગ છે, ત્યાં ત્યાગ હોય ને ત્યાગ કરનારો પણ હોય. અહીં અહંકાર નહીં એટલે ત્યાગ કરનારો જ નહીંને ! અહંકાર જ ઊડાડી દેવામાં આવે છે, અહીં આગળ ! ત્યાગનો કર્તા જ નહીં. ત્યાગ કરવાનો નથી. અહંકાર ને મમતા, બેનો ત્યાગ થઈ ગયો કે થઈ ગયું પૂરું. આ બેનો ત્યાગ કરાવી દઉં છું. એમને ત્યાગાત્યાગ સંભવે નહીં. કારણ કે જેમ ઉદય આવે ને તેવી રીતે વર્તે. ત્યાગ ને અત્યાગ કરનાર કોણ ? અહંકાર. અહંકાર જેનો વિલય થઈ ગયો છે, એ ત્યાગ ને અત્યાગ કેવી રીતે કરી શકે ? અહંકાર રૂપી ફાચર જ ઊડી ગઈ છે.
‘પોતે કોણ છે ?” એ જાણે એટલે ચાહ્યું ગાડું. ત્યાગ તો અહંકારનો ને મમતાનો કરવાનો છે. સંસારમાં કપડાં કાઢીને ફરીએ તો
લોકો શું કહે ? લોકો વઢે કે ના વઢે ? મૂર્છાનો ત્યાગ કરવાનો છે. વસ્તુનો ત્યાગ કરવાનો ભગવાને કહ્યું નથી. આની પર મૂર્છા ના હોવી જોઈએ. મૂર્છા હોય છે તમને ?
પ્રશ્નકર્તા : મૂર્છા એટલે શું, સમજાયું નહીં.
દાદાશ્રી : મૂર્છા એટલે મોહ. ખમીસ પહેર્યું છે તે ફાટી જાય તોય કશું નહીં, ના ફાટે તોય કશુંય નહીં, મોહ નહીં એનો ને મોહવાળો તો ગુસ્સે થાય. મારું ખમીસ કેમ ફાડ્યું ? અહંકાર સહિત વસ્તુનો અભાવ કરે એને ત્યાગ કહ્યો અને નિર્અહંકાર સહિત કરે તો સંયમ કહેવાય.