________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
૪૮૯
અહંકાર છે. મને બધું સમજાઈ ગયું છે.’ પણ અંદરખાને મારી ઊંડી ગાંઠ અહંકારની ! એ મને કહેતા હતા, પણ મારા માન્યામાં નહતું આવતું. મેં કહ્યું, ‘અહંકારી તો એ છે !' પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. તે ઊંડી ગાંઠની પછી મને ખબર પડી, એમના ઓફ થઈ ગયા પછી. મારી ગાંઠ ફૂટીને ત્યારે ખબર પડી કે ઓહોહો ! ખરું કહેતા હતા મણિભાઈ ! અને પછી બહ કેડવા માંડ્યો. કેડે તો સહન ના થાય. શી રીતે સહન થાય ? એ અહંકારની ગાંઠ પછી જતીય રહી ! તમે જોઈને ? નથી જતી રહી ? બિલકુલ જતી રહી છે. ભગવાન વશ થાય એવા પુરુષ છે ને !
પ્રશ્નકર્તા : હં... થયા જ છેને !
દાદાશ્રી : થઈ ગયા છે, નહીં ? એટલે આપણે આપણું આ બધું કામ કાઢી નાખો.
ઊંધું જોયું તો ઊંધો દંડ મળે. જેટલો નફો કાઢ્યો એટલી જ ખોટ સામે આવે છે. એટલે તદન ખોટું નથી આ જગત ! અને કોઈને નફો ઉઘરાવતાં આવડે તો તે શુભધ્યાનમાં રહી શકે. પણ તો તે આખો નફો કાઢી ના શકે. માણસને અશુભ થયા વગર રહે જ નહીં. એટલે જ્યારે શુદ્ધ દશા થાય ત્યારે જ બધું ચોખ્ખું થાય. નહીં તો ત્યાં સુધી ચોખ્યું થાય નહીં. કારણ કે અહંકાર ક્યારેય ગાંડું કાઢે એ કહેવાય નહીં. મદમસ્ત થયેલો છે એ, મદ ભરેલો છે અને તે જ અહંકારનું સ્વરૂપ ક્યારે ગાંડું કાઢે તે કહેવાય નહીં. કોઈ સળી કરે તો ગમે તેવું ગાંડું કાઢે. અને રાજાને સળી કરી હોય તો બધાને ‘ઊભાં ઊભાં જલાવી દો’ એવું કહેશે અને તે ઘડીએ ભાન ના થાય કે આનું પરિણામ આવશે. અહંકારનો સ્વભાવ, સત્તામાં હોય તેટલું બધું વાપરી નાખે.
સગો ભાઈ છે તેય શું નક્કી કરે ? “આ એક ફેરો ખેદાન-મેદાન થઈ જાય તો પાંસરો થાય એવો છે.” સગો ભાઈ છે તેય, અહંકારીનું અવળું કરવા તૈયાર થાય. જમાઈઓ મનમાં રાહ જુએ કે અત્યારે અહંકાર કરે છે પણ એક દહાડો એની રેવડી બેસાડી દઈશું. ખોદ ખોદ કરે,
૪૯૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) ચોગરદમથી. ખોદીને ઝાડ તોડી પાડે ને કકડભૂસ પડી જાય ! છોડે નહીં.
બહુ અહંકાર કરોને, તો ભાઈઓ શું કહે કે ‘ખત્તા ખાય તો સારું, પાંસરા થાય, નહીં તો પાંસરા થશે નહીં.' એટલે બહુ અહંકારીને ભાઈઓ શું કહે ? કેમ કરીને પડે આ. એવી ભાવના અંદર રહે. એ અહંકારમાં કેવો ખરાબ ગુણ છે, તે પેલા ભાઈઓ તો કહે, પણ વાઇફનાં મનમાંય એમ થાય કે બહુ ચઢી ગયા છે, “હે ભગવાન ! એવો ધક્કો આપજો કે પાંસરા થઈ જાય.” બોલો હવે, એ અહંકાર એવો કેવો ગુણ છે કે આપણા ઘરનાં માણસોનેય મેળ ના ખાય. અહંકાર તો કોઈને ગમે જ નહીં. કંઈ રીતસર હોય, નોર્મલ હોય તો કામનો ! અને શેના પર અહંકાર કરે ? આપણી પાસે નથી રાજ... અરે, બાથરૂમમાં નહાવાનું જ ઠેકાણું ના હોય, ત્યાં આગળ વગર કામના આપણે અહંકાર કરીએ છીએ ને !
આટલા રૂમમાં ૫૦ માણસ હોયને તો અથડાયા વગર રહે નહીં. કારણ કે અહંકાર ફાટ્યા વગર રહે નહીંને ! બંધુકિયો તરત ભડાકો થાય. અને આ જો ગાંડો અહંકાર નહીં, તો કો'કની લાત લાગી હોય તોય કશું નહીં.
તમારી સાચી વાત ધ્યેય, ત્યાં સમજણ નહીં પડે તો અથડામણ ઊભી કરે. સમજ જો પડી પછી તો અથડામણ હોય જ નહીંને ! અને પોતાનો ઇગોઇઝમ કામ કરતો હોય પાછો. દરેકને ઇગોઇઝમ જુદોને ! પાછો બાબો એનો ઇગોઇઝમ જુદો લઈને આવ્યો હોય, જુદો હોય કે ન હોય ?
છંછેડતાં ફેણ માંડે અહંકાર ! પ્રશ્નકર્તા : દાખલા તરીકે મારે ઇન્કમટેક્ષમાં એક ફાઈલ બાકી છે. હવે ઇન્કમટેક્ષના ઓફિસરને આ જ્ઞાન નથી, એટલે એને અહંકાર છે. હવે એ અહંકારે કરીને મારું બગાડી શકે ખરો ?
દાદાશ્રી : ના, તમારું કશું ના બગાડે, તમે એનો અહંકાર કરીને જો જવાબ ન આપો તો.