________________
(૫) અહંકારનો ભોગવટો
૪૬૧
૪૬૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ચુંબકીય વિજ્ઞાન, રાગ-દ્વેષતું ! પ્રશ્નકર્તા : અહંકાર છે તો એને ભય શાનો ? રાગ છે તો એને ભય કેમ નહીં ?
આપણે કહીએ, ધુમાડિયું છે આ ! સ્વભાવ જ એનો એવો છે. પપલાય પપલાય કરીએ તો ચઢી બેસે.
આ અહંકાર જુદો ને આપણે જુદા. એ અહંકારેય મડદાલ થઈ ગયેલો છે. એમાંથી જીવભાગ ખેંચી લીધો છે. જીવ આત્મામાં પેસી ગયો અને અજીવ અહંકાર રહ્યો છે. આપણે દેહ ન હોય, મન ન હોય, બુદ્ધિ ન હોય, ચિત્ત ન હોય. એમાંનું કશું આપણે છીએ નહીં. આપણે લેવાદેવા નથી. વગર કામનો કો'કનો કાગળ લઈએ, એ શા કામનો ? કાગળ ચંદુભાઈનો ને તેને આગળ પડીને લઈ લો કે લાવ મારો છે. આપણો કાગળ આવે તો આપણે લેવો.
અહંકાર પમાડે ભય ! અહંકારથી કશું વળે નહીં. આમથી આમ ભટકે ને આમ ભટકે. અહંકાર જ હેરાન કરી નાખે. જ્યાં સુધી અહંકાર શુન્યતાને ન પામે, ત્યાં સુધી ભય, ભય ને ભય. એ ક્યારે ઊભો થઈ જાય, કહેવાય નહીં ?
પ્રશ્નકર્તા : ભય પણ અહંકારને લીધે હોય ?
દાદાશ્રી : અહંકારથી જ ભય છે બધો. નિર્અહંકાર તો નિર્ભય ! માંદો પડે એટલે ડૉક્ટરને કહેશે, “સાહેબ, મને બચાવજો.” “મૂઆ, ડૉક્ટરનાં જ માબાપ મરી ગયાં, એની બહેન મરી ગઈ, તે તને શું બચાવવાનો છે તે ?’ બચાવજો, એવું કહે કે ના કહે લોકો ? આ અહંકારને મરવાનો ભો ખરો ? એનું નામ પુદ્ગલ, મરવાનો રાતદહાડો ભો, જાતજાતના ભો, આબરુ જશે, ફલાણું જશે.
પ્રશ્નકર્તા : અહંકારને ભય ક્યાંથી આવે ? અહંકાર તો એનો પોતાનો ગુણ જ છેને ? એમાં અહંકાર સિવાય બીજું કંઈ હોય જ નહી ?
દાદાશ્રી : બધી પ્રકારના ભય જ અહંકારને છે. બીજા કોઈને ભય જ નથી. અત્યારે મને અહંકાર નથી તો ભય મને કશાનો લાગતો જ નથી.
દાદાશ્રી : અહંકાર એકલી જ વસ્તુ છે. રાગ-બાગ એ તો જુદી વસ્તુ છે. એ તો અહંકારની ભ્રામક માન્યતાઓ છે. પેલા લોહચુંબકના આધારે ટાંકણી ખેંચાય એટલે પેલો જાણે કે ઓહોહો ! આ શું થઈ ગયું ? આ નવી જાતનું થયું. લોહચુંબક હોય તો ટાંકણી ખેંચાય કે ના ખેંચાય ? તેમ આ લોકો સામસામી ખેંચાય છે, આકર્ષણથી. એ તો મહીં લોહચુંબકના ગુણ ઉત્પન્ન થાય છે અને પોતે માને છે કે હું ખેંચાયો. અલ્યા, તું શી રીતે ખેચાઉં આવડો મોટો ? એને રાગ-દ્વેષ કહે છે. એ આકર્ષણ કહેવાય ને વિકર્ષણ કહેવાય.
આ મેગ્નેટિક ફોર્સ (લોહચુંબકીય શક્તિ) છે, સ્ત્રી-પુરુષનો. આ તો બધા મનમાં માને છે કે હું ખેંચાઉં છું ! “અલ્યા, તું શાનો ખેંચાવું છું ? તું તો આવડો મોટો ! ડફોળ, તારે નથી ખેંચાવું તોય ખેંચાઈ જવાતું હશે ?” ત્યારે કહે, ‘હા, નથી ખેંચાવું તોય ખેંચાઈ જાઉં છું.” મેગ્નેટિક ફોર્સ છે આ તો ખાલી. અને જો તો ખરો કેવો ખેંચાઈ રહ્યો છે તે ?!
પ્રશ્નકર્તા : પણ દાદાજી, ઓપોઝિટ (વિરુદ્ધ) તો એટ્રેક્શન (આકર્ષણ) કરે જ ને ?
- દાદાશ્રી : ના, એટલે વસ્તુઓનું આવી રીતે એટ્રેક્શન થાય છે, અને માણસ મનમાં માને છે કે આ સાલો, ખેંચાઈ જાઉં છું. આ બધી ભ્રાંત માન્યતા છે, ઇગોઇઝમ છે તો કોણ ખેંચાય છે ? ખાલી મેગ્નેટિક ફોર્સ છે, સ્ત્રી-પુરુષનું બીજું કંઈ છે નહીં.
પ્રશ્નકર્તા : એ તો આપણી અંદર પણ ઓપોઝિટ ફોર્સ ભેગા થાય તો ‘સુપરનેચરલ થીંગ’ થાયને ?
દાદાશ્રી : હા, એની મેળે જ થાય, ઓટોમેટિક થાય એ તો.