________________
(૫) અહંકારનો ભોગવટો
૪પ૯
પ્રશ્નકર્તા : એ વેદના થાય છે કોને ?
દાદાશ્રી : ચંદુભાઈને. એ અહંકારને. જે અહંકાર હતોને, તે ભોગવે છે. એ અહંકાર જેણે કરેલોને, તે જ અહંકાર ફરી એ ભોગવે છે કે મને આમ થયું, તેમ થયું અને આપણે જાણ્યા કરવું કે
ઓહોહો ! ચંદુભાઈ, તમને અડચણ તો પડી હશે ? માટે અમે તમને શાંતિ આપીએ છીએ.” આપણે જુદું રહેવું જોઈએ. આપણને તો કશું થતું જ નથી. આપણે તદન જુદા જ છીએ. આ તો જેણે કરેલું. અહંકારે કરેલું, તે અહંકાર ભોગવે છે.
પ્રશ્નકર્તા : મારી અંદર વેદના બહુ વધી ગઈ છે તો કેવી રીતે જ્ઞાનમાં રહેવું ?
દાદાશ્રી : એ તો વધે. એ તો અહંકારવાળાને આપણે કહેવું કે ‘ચંદુભાઈ, જરા વેદના વધી તે ઉંમર થઈ, જરા શાંતિ રાખો. તોય ઉંમરના પ્રમાણમાં શરીર સારું છે.'
વીતરાગો તો કેવા દાખલા દેતા હતા ! મહાવીર ભગવાન કેવા દાખલાઓ દેતા હતા ! એક માણસ કહે છે, “સાહેબ, મારો એક હાથ કપાઈ ગયો.' ત્યારે કહે, ‘અલ્યા, બીજો છેને પણ.' ત્યારે આ કહે, ‘પણ એક તો કપાઈ ગયોને !” ત્યારે કહે, “ના, બીજો હાથ છે, બે પગ છે. તું તો ઘણો સુખિયો છું.’ તે પેલો સુખિયો થઈને પાછો જાય. પછી ફરી બીજો હાથ કપાઈ જાય ત્યારે કહે, “સાહેબ, બે હાથ કપાઈ ગયા.” ત્યારે કહે, ‘બે પગ તો છેને ? બે પગ છે, બે આંખો છે'. આંખ જતી રહે ત્યારે કહે, ‘કાન છે, જીભ છે'. વીતરાગનું જ્ઞાન કેવું છે ? શું રહ્યું હવે મારી પાસે ? એક પગ કપાઈ જાય ત્યારે કહે, “ના, હજુ એક પગ તો છે જ. ભલે બે હાથ નથી, એક પગ નથી, પણ એક પગ તો છે જ. કો'ક ઝાલશે તો એક પગે ચાલીશ.’ એ ખોટને ના ગણે. શું નફો રહ્યો મારી પાસે તે જુએ છે. આટલા વર્ષે ચંદુભાઈની કેટલી બધી મિલકત સાબૂત છે ! આંખો છે, નાક છે, કાન છે, હાથપગ સારા છે, બધું છે. વીતરાગો હંમેશાં આવું જોતા'તા. વીતરાગ દૃષ્ટિ
૪૬૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) કેવું જુએ ? શું મારી પાસે છે એ જુએ. તમારી ઉંમરના માણસોને પક્ષાઘાત થયેલા નહીં જોયેલા ? તો આપણે કહેવું કે “ઓહોહો ! ચંદુભાઈ તમારે તો કશું નથી થયું, આમ અમથા અમથા શું કરવા ડરી જાઓ છો ?” આવા દાખલા આપવા પડે.
- મિશ્રચેતન છેને એટલે બધું એવું થાય. આ મિશ્રચેતન છે. આ અહંકારી એટલે આપણે કહેવું કે ‘ચંદુભાઈ, આ બીજા બધાનું જુઓ તો ખરા. તમારું તો ઘણું સારું છે, પુણ્યશાળી છો.’ નહીં તો ભોગવ્યું જ છૂટકો છેને, બૂમો પાડે ત્યારે વધે ?
પ્રશ્નકર્તા : તમારી પાસે તો કહેવાય ?
દાદાશ્રી : હા, કહેવાનો વાંધો નહીં. પણ એ આપણને ચોંટી પડે છે. એટલે આપણે જ એમ કહેવું કે ‘ચંદુભાઈ, તમને ખાસ કશું થયું નથી” અને અહીં મને કહેવું હોય તો તમારે એમ કહેવું કે “ચંદુભાઈને આવું થાય છે.” એવી રીતે કહેવું જોઈએ. ‘મને થયું છે' એવી રીતે ના કહેવું જોઈએ. એ અહંકારે કરેલું તે અહંકાર ભોગવે છે. આપણે આત્મા તરીકે છૂટા થઈ ગયા, જેણે કર્યું એ ભોગવે, આપણે શું લેવાદેવા ? આ આત્મા જુદો કરી આપ્યો એટલે વ્યવહાર જુદો રાખવો પડે. વાત સમજવાની છે. વાત સમજાય એટલે એની મેળે બેસી જાય. આ તમે વાત સમજી ગયા કે ચંદુભાઈ આપણા જોડે પાડોશમાં છે અને આ અહંકાર છે, એ ચંદુભાઈ છે. કોણ ભોગવે છે ? ત્યારે કહે, અહંકાર.
કર્તા હશે તો તેને ભોક્તા છે. આયુષ્ય પૂરું થવાનું એટલે એની મેળે છૂટકો જ નહીંને એને. આયુષ્ય પૂરું થયું કે ખલાસ થઈ ગયું. ત્યાં સુધી એક કર્મ બંધ થાય અને બીજું ઉત્પન્ન થાય, સળગ્યા જ કરવાનું. આ ધુમાડો તો નીકળ્યા જ કરવાનો. આનો પાર નહીં આવે. આ દેહનો ધુમાડો અહીંથી (હાર્ટના રોગો) નહીં નીકળે તો અહીંથી (પેટના દર્દી) નીકળશે. અહીંથી (સાંધાના દુખાવા) નહીં નીકળે તો અહીંથી (દાંતના દુખાવા) નીકળશે. નહીં તો કાનમાં સણકા મારશે, બીજું થશે, ત્રીજું થશે. પણ કંઈની કંઈ જગ્યાએ ધુમાડા નીકળ્યા જ કરવાના. એનાં કરતાં