________________
(૫) અહંકારનો ભોગવટો
આખો દિવસેય મેગ્નેટિક થયા કરે છે. આ શી રીતે સમજાય માણસને ? ચેતન તો કંઈ કરતું જ નથી. ચેતનની હાજરીથી, એની પ્રેઝન્સથી જ આ બધું થયા કરે છે. એ ના હોય તો ના ચાલે. બધું બંધ થઈ જાય. આની મહીં ચેતન બેઠેલો છે, તે બધું ચાલ્યા કરે અને બધું ચાર્જ થઈ જાય છે.
૪૬૩
શરીરમાં તૈજસ શરીર હોવાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે ને તેનાથી બધી વસ્તુઓનું આકર્ષણ હોય છે. તે અમુક જ પ્રત્યે પાછું, બધાં પ્રત્યે નહીં પાછું. એ તો રાગ, એમાં તો ઊઘાડું પુદ્ગલ છે. એ તો ખરેખર વસ્તુ જ નથી. અહંકાર એક વસ્તુ છે. તેને લીધે તો આ
સંસારમાં ભટક્યો છે.
પ્રશ્નકર્તા ઃ રાગ છે એ અહંકારનું પરિણામ છે અને આકર્ષણ એ પુદ્ગલનો ગુણ છે ?
દાદાશ્રી : રાગ એ અહંકારનો ગુણ છે. રાગ અને દ્વેષ બેઉ અહંકારી ગુણ છે. આકર્ષણ એ પુદ્ગલ ગુણ કહેવાય.
પ્રશ્નકર્તા : જેનો અહંકાર ગયો હોય, તેને પુદ્ગલનું આકર્ષણ
રહે ?
દાદાશ્રી : એને પોતાને ના રહે. આ તને અહંકાર ગયેલો હોય તો ‘તને’ ના અડે. પણ ‘ચંદુ’ને રહે. પુદ્ગલને જ્યાં સુધી એમાંથી રસ ખેંચાઈ ગયો નથી ત્યાં સુધી પુદ્ગલનું આકર્ષણ રહે, બધો નવો રસ ઉત્પન્ન થતો નથી. જૂનો રસ નિવેડો લાવી નાખે, નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં આગળ સંસાર. આ તો ઇફેક્ટ જ છે ખાલી અને કોઝિઝ ને ઇફેક્ટ બન્ને સાથે હોય એનું નામ સંસાર. આ કોઝિઝ ના હોય. નિકાલી બાબત હોય આ. શરીરને કહીએ, ‘તું ગભરાઈશ નહીં, બા.' તારો દોષ નથી. દોષ કોનો હતો તે હું જાણું છું. અહંકારનો દોષ હતો. અહંકારે ભરેલું આ બધું.
પ્રશ્નકર્તા : કોઈને પણ રાગ-દ્વેષ થાય તો એ પુદ્ગલના કયા ભાગથી થાય ?
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : અહંકારના. અહંકારને જ્યાં આગળ ગમતું હોય તો રાગ કરે, ના ગમતું હોય ત્યાં દ્વેષ કરે. એને ગમતું-ના ગમતું રહેવાનું. શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે. પણ અહંકારની ફાચર ‘એને’ જંપવા દેતી નથી. એ ઓગળી જશે એટલે જંપ પડે. પછી શુભાશુભ સંયોગ, એ બધા શુદ્ધ થશે. આ તો અહંકારની ફાચર એ એને જુદો પાડે છે. એવું છે, મૂળમાં આ વસ્તુ છે કે જ્ઞેય ને જ્ઞાતા બે જ છે આ જગતમાં અને
વચ્ચે અજ્ઞાનને લઈને ઇગોઇઝમ ઊભો થઈ ગયો છે. ઇગોઇઝમ એટલે
૪૬૪
આમાં જ્યાં સુધી રસ છેને, તેની પર રાગ છે અને જ્યાં આગળ રસ એને ગમતો નથી, ત્યાં દ્વેષ થાય છે.
પ્રશ્નકર્તા : એ વચ્ચે અજ્ઞાન છેને?
દાદાશ્રી : પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને ‘અહંકાર છું’ એમ જ ‘પોતે’ જાણે છે. અજ્ઞાન બધું કરે છે. અને આ જ્ઞેય વસ્તુ છે તેય
વીતરાગ છે અને જ્ઞાતા ય વીતરાગ છે જો અહંકાર ઊડી ગયો તો શેય જોડે ‘આપણે’ વીતરાગી ભાવ રાખવાનો. નહીં તો એને જો તરછોડ મારીએ તો એ તરછોડ મારે. એટલા માટે વીતરાગી ભાવ રાખવાનો.
કષાયો ટક્યા, અહંકારતા આધારે !
અમુક બાબતમાં અહંકાર ઓછો થાય, બીજી બાબતમાં અહંકાર વધી જાય. એનું વેઈટ (વજન) એનું એ જ. આ કોર્નરમાં એ ઘટ્યો હોય તો પેલા કોર્નરમાં વધી ગયો હોય. તે વેઈટ ઈઝ ધી સેઇમ (વજન સરખું છે). અહીં અહંકારને વેઇટ ના હોય. હમણાં એમને (મહાત્માને) બે ધોલ મારી દે તો એ અકળાય ખરા વખતે, પણ એમાં અહંકાર ના હોય. એમની એ અકળામણ અહિંસક હોય. હંમેશાં ક્રોધ અહિંસક હોય તો આપણે ત્યાં જ હોય. બીજી જગ્યાએ ક્રોધ અહિંસક ના હોય, હિંસક ક્રોધ હોય.
અહંકારનો જ ડખો છે. અહંકારને લીધે જ આ જગત ઊભું રહ્યું છે. ક્રોધ-માન-માયા-લોભ અહંકારના આધીન છે. અહંકાર ના હોય તો એ ક્રોધ-માન-માયા-લોભ છે, તોય નથી. કારણ કે એનો આધાર અહંકાર છે અને અહંકારેય છે તે આધારી વસ્તુ છે. એનું રૂટ કૉઝ