________________
(૫) અહંકારનો ભોગવટો
૪૫૫
સુખ ખોળે છે તેથી આત્માનું સુખ તો જડે જ નહીં, મનથી ખોળે છે, એટલે મનની મસ્તી થઇ ! મસ્ત થઈ જાય. મસ્તીમાં જ રહે. પણ મસ્તી એવી વસ્તુ છે કે ઊતરી જાય. મસ્તી ઊતરી જાય એ શેના જેવું લાગે ?
પ્રશ્નકર્તા : દારૂનો કેફ ચઢે ને ઊતરી જાય એના જેવું ?
દાદાશ્રી : હા. મસ્તીમાં એવું ઊતરી જાય અને આ આનંદ ઊતરી ના જાય. ધીમે ધીમે વધતો જ જાય. અત્યારે આ ભાઈ આવ્યા ને તે મારી હાજરીમાં આનંદ ઉત્પન્ન થાય, ચાર વાક્ય જ સાંભળે ને, તો આનંદ શરૂ થઈ જાય. પણ એ આત્માનો જ આનંદ હોય. એનું શું કારણ છે ? અમે વાણી આમ જે બોલીએ એ આત્માના આવરણને ભેદી અને અંદર ટચ થાય એટલે મહીં આત્માનો આનંદ ઉત્પન્ન થાય. એવું આ વિજ્ઞાન છે કે અમારી હાજરીમાં કોઈ પણ અજ્ઞાની માણસને પણ આત્માનો આનંદ ઉત્પન્ન થાય !
પ્રશ્નકર્તા : મને કોઈ લપડાક મારે તો મને અનુભવમાં તો આવેને કે મને કોઈએ માયું ?
દાદાશ્રી : ના, એને ક્યાં વાગવાનું ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મારૂપે જયારે વિચાર કરું ત્યારે ના વાગે પણ જે વાગે તે કોને વાગે છે ?
દાદાશ્રી : ‘તમે તે ઘડીએ ચંદુભાઈ થઈ જાવ તો વાગે. શુદ્ધાત્માની ગુફામાંથી બહાર નીકળો એટલે લોક મારે અને મારે એટલે માર ખાતી વખતે તમે પાછા શુદ્ધાત્મા થઈ જાવ. તે ઘડીએ ગુફામાં પેસી જાવ.
પ્રશ્નકર્તા : એ ગુફામાં કાયમ રહેવાય એવી કોઈ અવસ્થા ના ધ્યેય ?
૪પ૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એટલે દાદા, એ ગુફામાં સ્થિર થઈ ગયો, એને શરીરની કોઈ સ્થિતિમાં કોઈ રીતે કોઈ અસર જ ના હોય ?
દાદાશ્રી : બધી સ્થિતિને એ જાણ્યા જ કરે છે. એનો જાણવાનો જ ધર્મ અને અસર થાય એટલો વેચવાનો ધર્મ, જે તેનો પોતાનો નથી અને વેદવું એટલે આમાં ને આમાં, દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ હોય તે ઘડીએ વેદવું કહેવાય અને એકલો દૂધમાં પગ ોય ત્યારે જાણ્યું કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે એના પાછલાં કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી એ એને વેલ્યા કરે ને જાણ્યા કરે, વેલ્યા કરે ને જાણ્યા કરે ?
દાદાશ્રી : હા, વેડ્યા કરે ને જાણ્યા કરે..
પ્રશ્નકર્તા : એ જ્યારે જ્યારે પેલી શુદ્ધાત્માની સ્થિતિ આવે ત્યારે એની અસર મટી જાય અને તે વખતે ?
દાદાશ્રી : હા, વેદવી પડે. કારણ કે અસરનું બળ એટલું બધું હોય કે શુદ્ધાત્માને જાણતો હોવા છતાં પણ અસર વેદવી પડે. અસર હલકી હોય તો ના વેદવી પડે. આમ ને આમ પાંચ-સાત મછરાં કેડી ગયાં હોય તો ના વેદવી પડે.
પ્રશ્નકર્તા : પણ દાદા, શારીરિક આ જે બધું એને થયું હોય, ત્યારે જ્ઞાની પુરુષ પણ શરીરની વેદના થઈ હોય તો બૂમો પાડે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ બૂમ પાડે નહીં, શરીર બૂમ પાડે અને શરીર બૂમ ના પાડે તો જ્ઞાની ન હોય. બીજાં લોકો જાણી જાય તેથી અજ્ઞાની અહંકારે કરીને દબાવે.
પ્રશ્નકર્તા : એના અહંકારથી દબાવે ?
દાદાશ્રી : અહંકારથી બધું બંધ થઈ જાય. અહંકાર તો બહુ કામ કરે. અહંકાર જતો રહેલો એ જ્ઞાની. આમને પૂછો તો ખરા કે ઇજેક્શન આપતી વખતે અમને શું થાય છે ? ટાઢું કરવું પડે, ટાઢું. અહંકાર જતો
દાદાશ્રી : પણ તો તમને જ્યાં સુધી આ લાલચો છેને, ત્યાં સુધી એવી અવસ્થા કેમ આવે ? જેને કંઈ પણ લાલચ ના હોય તે ગુફામાં રહી શકે. અને લાલચુને ગુફા કોઈ દહાડો આવે જ નહીં. લાલચ શું કરવાની ? મહીં આવું પાર વગરનું સુખ !