________________
(૫) અહંકારનો ભોગવટો
૪૫૩
૪૫૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એ આનંદ છે તે અહંકાર ભોગવે છે. જે દુ:ખી હતો, તે અહમ્ સુખ ભોગવે છે. તો આપણે જાણીએ કે આ અહંકાર અત્યારે આનંદ ભોગવે છે. આત્મા તો જાણનાર જ છે ફક્ત. આત્મા પોતે આનંદી છે.
પ્રશ્નકર્તા : તો પેલો આનંદ છે ને આય આનંદ છે. અને જે આપણને આ જોઈ જોઈને આનંદ થાય છે, એ આત્માનો આનંદ નથી, તો શેનો આનંદ છે ?
દાદાશ્રી : એ ડિસ્ચાર્જ અહંકાર છે. પ્રશ્નકર્તા : તો આત્માનો આનંદ ક્યો ?
દાદાશ્રી : એ જ આત્માનો આનંદ પ્રગટ થયોને આ, તે અહંકાર જ ભોગવે છે. આ આનંદ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ, તેને લીધે છે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થઈ ?
દાદાશ્રી : એ તો જ્ઞાન અમે આપીએ એની સાથે જ પ્રજ્ઞા ઊભી થઈ જાય, નહીં તો અજ્ઞા જ હતી અને જ્ઞાન આપીએ એની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ગઈ અને પ્રજ્ઞાનું કામ ચાલુ થઈ ગયું. - પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞામાંથી આનંદ ઊભો થયો તે ભોગવે છે કોણ ? રિલેટીવ ભોગવે છે, પ્રજ્ઞા ભોગવે છે કે રિયલ ભોગવે છે ?
દાદાશ્રી : રિલેટિવ જ ભોગવે છેને ! રિયલ તો બાજુમાં જ છે ! જેને ખૂટતો હતો, જેને જરૂર હતી, તે ભોગવે છે. જે શોકમાં હતો, વિષાદમાં હતો તે ભોગવે છે, અને તમે પોતે જ કહોને, તમે છે તે શુદ્ધાત્મા થયા એટલે પ્રજ્ઞા સ્વરૂપમાં આવી ગયા. હવે અહંકાર ભોગવી રહ્યો છે. એટલે એને જ વિષાદનું ફળ મળી ગયું. વિષાદ જે થતો હતો, તેની જે ખોટ હતી તે ભોગવવાથી નીકળી જાય બધી. પ્લસમાઇનસ થઈ જાય. આમાં ઊંડા ઊતરશો નહિ. આ તમને કહી દઉં, નહીં તો આ જતું રહેશે. જેટલું કહ્યું, તે પ્રમાણે આજ્ઞામાં જ ચાલો. તમારું ડહાપણ આમાં નાખશો નહીં. પછી તમારે નાખવું હોય તો
મારાથી ના નહીં કહેવાય. હું એટલા સારું જ કહું છું ને કે આપણા લોકો, ડહાપણ નાખ્યા વગર રહેતા નથી. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. બીજું સહેજેય ડહાપણ નાખવું નહીં. સહેજેય વિચારવું નહીં.
અનુભૂતિઓ, આનંદ અને વેદલાતી ! પ્રશ્નકર્તા ઃ અંગત વેદના અને અહંકાર એ બન્ને વચ્ચે કંઈ સંબંધ ખરો ? - દાદાશ્રી : વેદના અનુભવે તો સંબંધ ખરો. વેદના અનુભવે નહીં તો સંબંધ નથી.
પ્રશ્નકર્તા : આપણને જ્યારે આનંદ થાય છે ત્યારે આપણો અહંકાર ઘણો બધો ઓગળતો હોય તેવી અનુભૂતિ થાય છે અને વેદના વખતે એમ નથી થતું ?
દાદાશ્રી : વેદના થતી વખતે એ વેદનામાં જ હોયને પોતે, એ અહંકાર જ વેદનામાં હોય. તન્મયાકાર થાય તો અનુભવ ના થાય. તન્મયાકાર ના થાય તો અનુભવ થાય. વેદના થતી વખતે તન્મયાકાર થાય છે.
પ્રશ્નકર્તા: આનંદની અનુભૂતિ અને વેદનાની અનુભૂતિ બે અલગ અલગ પાસાં છે ?
દાદાશ્રી : તદન અલગ પાસાં છે. ખરી રીતે બે જાતની જગતમાં અનુભૂતિ હોય. એક, જે આનંદની અનુભૂતિ કહે છે એ મસ્તીની અનુભૂતિ છે. એ મસ્તીની અનુભૂતિ અને વેદનાની અનુભૂતિ, બેઉ એક જ રસ્તા પર છે. અને આનંદની અનુભૂતિ અમારી હાજરીમાં જ થાય, નહીં તો થાય નહીં.
પ્રશ્નકર્તા : મસ્તી અને આનંદ બેમાં ફરક બતાવોને તો અમને ખ્યાલ આવે ?
દાદાશ્રી : આખું જગત જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મનથી