________________
(૫) અહંકારનો ભોગવટો
૪૫૧
દાદાશ્રી : ભૂખ તો ભૂખ રહે પણ જો કદી એમ કહે કે ના, હું જમીને આવ્યો છું તો એના મોઢા પર દેખાવા ના દે.
પ્રશ્નકર્તા : મોઢા પર દેખાવા ના દે, પણ શરીર શું કહે ?
દાદાશ્રી : એ વસ્તુ જુદી છે, પણ વસ્તુસ્થિતિમાં અહંકાર નથી ખાતો. મારું શું કહેવાનું છે ? અહંકાર પોતે એવો સુક્ષ્મ છે કે કોઈ વસ્તુ એ ભોગવતો નથી, ખાતો નથી. બસ, ‘મેં ખાધું’ એટલું બોલે છે કે ‘મેં નથી ખાધું’ એટલું બોલે છે. અને ખરાબમાં ખરાબ ખાવાનું ખાઈને આવ્યો હોય તોય પાછો એનો રોફ પાડવા માટે કહેશે, ‘હું તો શું સરસ જમી આવ્યો ” કારણ કે નહીં તો એનો અહંકાર ઘવાય છે. તેટલા માટે આવું બોલે. બસ, બીજું કશું છે નહીં. અને અહંકારે જો કદી ખાધું હોતને તો અહીં કહી બતાવે કે મને તો બહુ ખરાબ ખાવાનું મળ્યું.
અહંકાર ફક્ત અહંકાર જ કરે છે. મેં ખાધું. મેં કર્યું. મેં આમ કર્યું. તેમ કર્યું.” બીજું કંઈ કરતો જ નથી. આ બધું ઇન્દ્રિયો જ ભોગવે છે અને ઇન્દ્રિયો જાણતી નથી. જ્ઞાન જાણ્યા કરે છે કે શું ભોગવટો થયો ?
એ તો વાસ્તવિકતા છે. ખાય છે કોણ ? પુદ્ગલ જ ખાય છે. આ તો ભ્રાંતિથી એ મનાયું છે કે હું ખઉં છું. અહંકારેય પણ ભોગવ્યું નથી. અહંકાર તો અમથો માથે લઈ લે છે. સહી કરી નાખે છે, “મેં કર્યું. એટલે આરોપી તરીકે સહી નથી કરવાની. આરોપી તરીકે સહી કરે છે એટલે આરોપનામું એને માથે ઘડાય છે. હવે એને શી રીતે સમજાય કે હું આરોપી તરીકે ફસાયો ?
‘હું ‘તું'તો ભેદ પાડે બુદ્ધિ ! ‘હું ચંદુભાઇ છું’ કહે છે, તો આત્માને આમાં કશું લેવાદેવા નથી. આત્માથી પોતે ભેદ પાડી દીધો છે, કે ‘હું છું' કહે છે. તે આત્મા કહે છે, ‘તું છું ને હું છું.’ ભેદ પાડ્યો. ભેદબુદ્ધિ ઊભી કરી આ.
તમે ‘હું ચંદુભાઈ છું’ કહો છો ત્યારે આત્મા કહે છે ત્યારે તમે ચંદુભાઈ. ‘બધે હું છું, હું છું” એ તો આત્મા કહે છે. “તું” અને “હું”
૪૫૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) બે જુદા, એ ઇગોઇઝમ છે. એ ઇગોઇઝમ ઓગળી ગયો કે હું જ છું ! આ તો શું કહે છે, “હું ચંદુભાઈ છું', ત્યારે આત્મા કહે છે, તારું તું સંભાળી લે. અને જો તને ચંદુભાઈની વાત ના ગમતી હોય અને દુ:ખ પડતું હોય ને મારે આશરે આવવું હોય તો મારી પાસે આવ. તો તને સુખ છે બધુંય. પણ જ્યાં સુધી તું ભેદબુદ્ધિ કરું છું, માટે તું તારી મેળે
જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી કર્યા કર. થાકે ત્યારે પછી મારી પાસે આવજે. ત્યાં સુધી આત્મા જોયા કરે છે. પછી પોતાના સ્વરૂપમાં જવું તો પડશેને ? ક્યાં સુધી પારકા સ્વરૂપમાં રહેવું ?
પ્રશ્નકર્તા : આત્મામાં ગયા વગર છૂટકો જ નથી.
દાદાશ્રી : છૂટકો જ નથી. આત્મા તો કહે છે, જો તારે મુક્તિ જોઈતી હોય, તારે સનાતન સુખ જોઈતું હોય તો મારી જોડે અભેદભાવ કરી દે.
આત્મા ક્યારે પ્રાપ્ત થશે ? અહંકારની સત્તા ઊડી જશે ત્યારે આત્મા પ્રાપ્ત થશે. આત્માનો સ્વભાવ જ એવો છે કે આત્માને દુ:ખ અડે નહીં. આ દેવતા ઉપર ઉધઈ ચઢે ખરી ? લાકડાં ઉપર ઉધઈ ચઢે. આત્માને કશું અડે નહીં. દુઃખ અડે જ નહીં એને. માટે આત્મારૂપ થાવ તો તમને પછી સુખ જ રહેશે. અહંકારરૂપ છે ત્યાં સુધી દુ:ખ છે.
જગતમાં કોઈ માણસ સુખી જ નથી. આ લોકો જે બોલે છેને, હું સુખી, સુખી એ બધો ઇગોઇઝમ છે. આ અહંકાર છે ખાલી. ભરહાડમાં રહેવું અને સુખી થવું એ હોતું હશે ? સુખ પોતાના સ્વરૂપમાં છે. ત્યાં અહંકાર નથી, ત્યાં અહંકારની રેફ નથી, ત્યાં આગળ સુખ છે, પાર વગરનું, અપાર સુખ છે.
આનંદ પ્રજ્ઞાતો તે ભોગવે અહંકાર ! પ્રશ્નકર્તા : આપણે આ ફરીએ છીએ, બધામાં શુદ્ધાત્મા જોઈએ છીએ અને આનંદ થાય છે, એ શેનો આનંદ છે ? એ પુદ્ગલનો આનંદ છે કે આત્માનો આનંદ છે ?