________________
(૫) અહંકારનો ભોગવટો
૪૪૯
૪૫૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એમાંથી આ ચાર દહાડા કાઢી નાખો. એટલું સુખ રહ્યું આપણું. આ તો ખાલી અહંકાર જ કરે છે, ગાંડપણ કર્યું છે, મેડનેસ જ !
ત્રણ વર્ષનું છોકરું હોય, એની મા મરી જાય તો એ દુઃખ ભોગવતો નથી અને બાવીસ વર્ષની છોકરી હોય એની મા મરી જાય તો દુઃખ ભોગવે કે ના ભોગવે ? કારણ કે બાળકને અહંકાર નથી અને મોટાને અહંકાર છે.
અહંકાર, એ એક્લો જ કહે છે, કે આ મેં સુખ ભોગવ્યું ને આ મેં દુઃખ ભોગવ્યું. એવો અહંકાર કરે છે, અહંકાર એટલે બોલે છે, એનું નામ જ અહંકાર. એ સિવાય બીજું કશું કરતો જ નથી. તે એનાથી બધા કર્મ બંધાય છે. કષાયો ભોગવે છે. કરે છે. બીજો અને કહે છે ‘હું કરું છું, મેં કર્યું', બસ આરોપિત ભાવ, એનાથી કર્મ બંધાય છે.
પ્રશ્નકર્તા: ‘પ્રત્યેક જન્મ અહમ્ રૂપક ભોગવિયું, સર્વે અવસ્થિત આડ-બીજ રોપિયું.” સમજાવો.
દાદાશ્રી : અહંકાર જ રૂપક બધું ભોગવે છે (એવું માને જ છે), બીજો કોઈ ભોગવતો નથી. કોઈ દહાડો જીવે વિષય ભોગવ્યો જ નથી. જીવને વિષય ભોગવવાની શક્તિ જ નથી. જીવ એટલે આ દેહમાં જે જીવ છે અને આત્મા છે તે જાતે જુદો છે. પણ આમાં જે જીવ છે તે જ જીવે-મરે, એ જીવ કહેવાય. એ ભ્રાંતિ સ્વરૂપ છે. તે કોઈ દહાડો કશું ભોગવતો નથી. એટલું જ બોલે છે કે “મેં ભોગવ્યું !' બસ. ભોગવ્યું-ના ભોગવ્યું એ વાત જુદી પણ “મેં ભોગવ્યું કહ્યું એટલે તૃપ્તિ થઈ જાય છે એને.
વિષયો કોણ ભોગવે છે? વિષયો ઇન્દ્રિયો ભોગવે છે. આત્મા કોઈ દહાડો વિષય ભોગવે નહીં. આત્મા સૂક્ષ્મતમ છે અને ઇન્દ્રિયો
સ્થૂળ છે અને આત્માએ ક્યારેય પણ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. ત્યારે અહંકાર વિષય ભોગવી શકે નહીં. અહંકાર એવી સૂક્ષ્મ વસ્તુ છે કે પોતે વિષય ભોગવી શકે નહીં. ફક્ત ‘ભોગવ્યું'નો અહંકાર કરે કે મેં તો બહુ સરસ ભોગવ્યું. અગર તો એમ
કહે કે મેં ભોગવ્યું નહીં, ખાલી અહંકાર કરે છે. બીજું કશું નહીં.
આ તો બોલે એટલું જ કે હું પૈણ્યો. અહંકાર કરે એટલું જ, બીજું કશું નહીં. પણે પેલા કષાયો, ભોગવે છેય કષાયો અને આ તો મેં ભોગવ્યું, એટલું જ બોલે. બે વસ્તુ છે જગતમાં, અહંકાર પોષવો યા ભગ્ન કરવો. આ જગતમાં આ બધાનો અહંકાર પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી. દુઃખ ભોગવ્યું તેનો અહંકાર કરે છે. એમણે તો મને બહુ દુઃખ દીધું છે, તેનો પણ અહંકાર કરે છે. એ દુ:ખ ભોગવતો નથી. એ અહંકાર કર્યો છે કે એ બધી અસર થઈ ગઈ છે પોતે પરમાત્મા, પણ જો દશા થઈ છે આમની તો ! શક્તિ અનંત છેને, એટલે અનંત ભાવો ય હોય.
એ ક્વો ક્ષત્રિય અહંકાર ? આજના જમાનામાં તો ઠીક છે, પણ પહેલાના જમાનામાં લલુકાકા આવ્યા સાડા બાર વાગે. આપણે કહીએ, ‘કાકા, જમવાનું તૈયાર છે', તૈયારી કરીએ બધીય, ત્યારે કહે, “ના, હું તો જમીને આવ્યો છું.” પાટીદાર આવું બોલતા. કોઈ દહાડો પાંસરું બોલ્યા નથી. પેલો જબરજસ્તી કરે તો બેસે પણ “ના, તો જમ્યા પછી જ નીકળ્યો છું,’ કહેશે. આપણે જાણીએ કે કાકા ભૂખ્યા છે ! પણ આપણે લક્ષણ જોઈએ તો ખરા, પછી બપોરે ચા-પાણી થાય તો કાકા ઊઠતા નથી. આપણે કહીએ, ‘નાસ્તો જોઈશે કે ચાલશે ?” ત્યારે કહેશે, “ના, ચાલશે” એ ઇગોઇઝમ છે. ઇગોઇઝમથી જીવાય છે. એટલે આ બધું ખાય છે, પીએ છે, તેય અહંકાર ખાતો નથી પણ અહંકાર કરે છે, બસ.
પ્રશ્નકર્તા : માણસ જ્યારે અહંકાર કરે કે હું જમીને આવ્યો છું, તો એને પેટમાં તો ભૂખ જ રહેને ?
દાદાશ્રી : આ શરીરની ક્રિયા એટલી બધી મુશ્કેલીવાળી નથી, અહંકાર મહીં ભળે તો જ મુશ્કેલીવાળી થઈ જાય એવી છે.
પ્રશ્નકર્તા : પણ ભૂખ તો ભૂખ જ રહેને ?