________________
૪૪૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
(૫) અહંકારનો ભોગવટો
૪૪૭ વેદતીયતે ભોગવે કોણ ? પ્રશ્નકર્તા : આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ દેહ ને એ બે જુદા છે, છતાં પણ આ શરીરના રોગ કે શરીરનાં દર્દો આત્માને કેમ લાગે છે?
દાદાશ્રી : આત્માને નથી લાગતું બધું, અહંકારને લાગે છે.
પ્રશ્નકર્તા: પણ આ પુદ્ગલને ખીલો વાગ્યો પછી જે દુઃખ થાય છે, તે કોને દુઃખ થયું ?
દાદાશ્રી : એ તો આ અહંકારને દુઃખ થાય છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પછી અહંકાર ઊડી ગયો, તો પછી આ પુદ્ગલને દુઃખ રહેશે, ખીલો વાગ્યા પછી ?
દાદાશ્રી : હા, તે આ પુદ્ગલની મહીં અહંકાર ખરોને, હવે નિર્જીવ અહંકાર રહ્યો છે. એટલે દુઃખ તો થયા જ કરવાનું, પણ જેટલું જ્ઞાન પ્રમાણ થાય એટલે ભોગવટો ઓછો થતો જાય. કોઈક ગાળ ભાંડે તોય એને દુઃખ ના થાય. પણ આ દેહને ખીલો વાગે તોય હજુ અસર થાય. કારણ કે આ દેહ એ સંગી ચેતના છે.
પ્રશ્નકર્તા : તો જયાં સુધી દેહ હશે ત્યાં સુધી પોતાને દુ:ખ થશે એમ જ ને ?
દાદાશ્રી : ના, એનું જ્ઞાન જો વધી જાય તો એને દુ:ખ ના થાય.
પ્રશ્નકર્તા : તો મહાવીર ભગવાન પોતે સમાધિમાં હતા અને એમના કાનમાં ખીલો માર્યો તે વખતે એમને આંસુ નીકળ્યાં હતાંને ?
દાદાશ્રી : હા, તે એ દેહ દુ:ખમાં જ હોય. તે ઘડીએ એને અશાતા વેદનીય કહી, દેહમાં અશાતા વેદનીય હતી.
પ્રશ્નકર્તા ઃ દેહનાં જે દુ:ખ ભોગવવાનાં એમાં ફેરફાર ના થાય ? દાદાશ્રી : કોઈ ચીજમાં ફેરફાર ના થાય. અહંકારથી ફેરફાર
થાય. અહંકારનું મિલ્ચર (મિશ્રણ) નાખે તો ફેરફાર થાય.
પ્રશ્નકર્તા : આ શરીરની જે અસરો બધી થાય છે તે અહંકાર, પ્રતિષ્ઠિત આત્મા સુધી જ થાયને ? શુદ્ધાત્માને તો થાય નહીં ?
દાદાશ્રી : શુદ્ધાત્માને તો કશી લેવાદેવા જ નહીંને ! બેને ઓળખાય નહીં, પાળખાણેય નહીં.
અનેક પ્રકારે ભોગવટા ! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને. જે સુખ ભોગવે છે તે જ દુ:ખ ભોગવે છે. એટલે સુખ કોણ ભોગવે છે ? અહંકાર. દુઃખ કોણ ભોગવે છે ? અહંકાર. લોભ કોણ કરે છે ? અહંકાર. ખોટ કોણ કરે છે ? અહંકાર. શાદી કોણ કરે છે ? અહંકાર. વિધવા કોણ થાય છે ? અહંકાર. વિધુર કોણ થાય છે ? અહંકાર. અહંકાર તો વગર કામનો મૂઓ પૈણે છે ને રાંડે છે ! કોઇ માણસ આફ્રિકા રહેતો હોય ને એમ ને એમ અમસ્તુ કહીએ કે તારાં વાઇફ ઓફ થઈ (મરી) ગયાં છે, તો એ પાછો રડવા માંડે ! અલ્યા, હજુ જીવતાં છેને ! અને એ પાછો લોકોને કહેય ખરો કે હું રાંડ્યો !
કેટલાક માણસ તો એવો અહંકાર કરે છે કે હું નાટકમાં સ્ત્રીનો પાઠ લઈશ. પછી એને શરમ-બરમ કશું નહીં. કારણ કે અહંકાર જ કરે છે, બીજું કશું કરતો નથી. મેં આમ ભોગવ્યું ને તેમ ભોગવ્યું.
ઇગોઇઝમ કશું ભોગવતો નથી નામેય, અને કહે છે શું ? અહંકાર કરે છે કે મેં તો મોટી મોટી સાહેબી ભોગવી છે બસ. નહીં તો ભોગવ્યાની તૃપ્તિ રહેતી હોયને તો તો પચ્ચીસ વર્ષ રાજ ર્યા પછી, ગમે એટલું દુઃખ આવે તોય મનમાં એમ રહ્યા કરે કે મેં તો રાજ કર્યું છેને, હવે એમાંથી દુખ બાદ કરીશું તોય ચાલશે બધું. પણ ના, ચાર દહાડા દુઃખ ના ભોગવાય. ચાર દહાડા પછી તો રડી ઊઠે ! એનું શું કારણ ? ત્યારે
, બસ, અહંકાર એકલો જ કર્યો છે. ભોગવેલું સ્ટોકમાં કશું નથી. જો એકમાં હોત તો તો આપણે બાદ કરત કે પચીસ વરસ ભોગવ્યું છે,