________________
(૫)
અહંકારતો ભોગવટો
એ ભોગવતારો છે અહંકાર !
પ્રશ્નકર્તા : માણસ સારાં કર્મ કરે તો સ્વર્ગમાં જાય, ખરાબ કર્મ કરે તો નર્કમાં જાય. આત્મા શુદ્ધ જ છે તો સ્વર્ગમાં-નર્કમાં કોણ જાય છે ?
દાદાશ્રી : જે કરે છે તે.
પ્રશ્નકર્તા : પાપ કોણ કરે છે ? શરીર કરે છે કે આત્મા કરે છે ?
દાદાશ્રી : આત્મા તો કરતો નથી.
પ્રશ્નકર્તા : તો શરીર કરે છે ?
દાદાશ્રી : ના, શરીર નહીં, ઇગોઇઝમ કરે છે. ‘હું ચંદુભાઈ છું’ એ ઇગોઇઝમ કહેવાય અને એ ઇગોઇઝમ ભોગવે છે આ. પાપેય એ કરે છે ને પુણ્યય એ કરે છે. આત્મા તો કશું કરતો નથી.
આત્મા ખરાબ કરતો નથી, આત્મા પાપ કરતો નથી. જે પાપ કરે છે તે જ નર્કમાં જાય છે, જે પુણ્ય કરે છે તે જ સ્વર્ગમાં જાય છે. અહંકાર કરે છે આ બધું. આત્માએ કશું ભોગવ્યું હશે ? આત્માએ શું ભોગવ્યું હશે ?
પ્રશ્નકર્તા : સુખ તો કોઈ દી ભોગવ્યું જ નથી. અત્યાર સુધી દુઃખ જ ભોગવ્યું હશે.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હવે જે દુ:ખ ભોગવે છેને, એ આત્મા જ ન હોય. દુ:ખ આત્મા ના ભોગવે, અહંકાર દુ:ખ ભોગવે. અહંકાર સુખૈય ભોગવે. આત્મા આમાં હાથ ઘાલે નહીં. કારણ કે અહંકાર જ બધું કર્તા-હર્તા, કરે એ અને ભોગવેય એ. ઊંધું કરે છે એ અહંકાર અને ઊંધાનું ફળ, દુઃખ ભોગવે છે અને પુણ્ય કરે છે તેય અહંકાર કરે છે અને પુણ્યનું ફળ, પોતે સુખ ભોગવે છે. આ સામ્રાજ્ય જ આ અહંકારનું છે.
૪૪૬
સુખ-દુઃખ કોને થાય છે ?
પ્રશ્નકર્તા : સુખ-દુઃખ આત્માને નથી થતાંને ? તો મનને જ થાય છેને?
દાદાશ્રી : ના, મનને નથી થતાં. મન તો બધું જેવું હોય એવું પેમ્ફલેટ દેખાડે. આ જેમ પેપર હોય છેને, એ પેપરમાં જેવું બન્યું હોય એવું બધું આવે. એમાં ઇગોઇઝમને દુઃખ થાય છે. મનને દુઃખ થતું
નથી.
પ્રશ્નકર્તા : તો કર્મો જે બંધાય છે તો એ પુદ્ગલ જ ભોગવે છે ? આત્મા તો ભોગવતો જ નથીને ?
દાદાશ્રી : પુદ્ગલ એટલે અહંકાર ભોગવે છે. અહંકાર કર્મો કરે છે ને ભોગવે છેય અહંકાર. એ બધું જ પુદ્ગલ જ છે. એમાં આત્માને કશી લેવાદેવા નથી. આત્મા ચોખ્ખો જ છે, મૂળ આત્માને તો કશું થતું નથી. આ વ્યવહાર આત્મા, માનેલો આત્મા એ જ દુ:ખી થાય છે.
હવે ઇગોઇઝમ એ સચર આત્મા છે, એ જ આપણે માનેલો આત્મા અને મૂળ દરઅસલ આત્મા છે. એને દુ:ખ થતું નથી. હા, આત્માને જો દુઃખ થતું હોય તો આ બરફને દેવતા અડાડીએ તો બરફ દઝાય ખરો ? તેમ આત્માને દુઃખ અડે જ નહીં. આ બરફ એ ઠંડી વસ્તુનો ગોળો છે અને આત્મા છે તે પરમાનંદનો ગોળો છે, એને દુઃખ અડે જ કેમ કરીને ? ઊલટું જે દુ:ખ અડે તે સુખરૂપ થઈ જાય !