________________
(૪) અહંકારની અવસ્થાઓ !
કાઢવાનો છે. એટલે અમારી રીત તમને સમજાવી દઉં. કશામાં ડખો જ કરવા જેવો નથી.
૪૪૩
આ તો દરેક વાતમાં બોલે. ઘડિયાળની વાત કાઢીને ‘ફલાણું થાય, ફલાણું.' અલ્યા, તું શેની બાબતમાં સમજે છે તે ? સંડાસ જતાં આવડતું નથીને, વગર કામના લોકો ડખો કર્યા કરે છે અને મહીં ‘હું’ ‘હું' કર્યા કરે છે. કર્મના આધીન છે બિચારાં !
અહંકાર ‘હું કંઈક છું’ માની બેઠેલાંને ! આટલા શબ્દ બોલીએને, તે બધાય શબ્દ પાછા પડે. કહેશે, ‘તમારે શું ?” એટલે આપણે ના જાણીએ કે આપણા શબ્દ મોઢામાં ઘાલી દીધા આ માણસે ? એટલે ફરી બોલાય જ કેમ કરીને ? આ જેટલો સામાન છેને, બધો અહંકારનો. એ સંપૂર્ણ મૂળ સાથે કાઢી નાખવામાં ના આવે, ત્યાં સુધી ફરી બધું ઊભું થઈ જતાં વાર નહીં લાગે. કેવા સંયોગોમાં ક્યારે ઊભું થઈ જાય એ કહેવાય નહીં. માટે આનું શું કરવાનું ? અજ્ઞાનતા તો ગઈ હવે. હવે અહંકારને ખોદવાનો પ્રયત્ન રાખવો પડે. આ જરૂરિયાત અહંકાર એ તો ડ્રામેટિક છે જ. પણ મહીં બીજો ગૂંચાયા કરે છાનોમાનો, એ ખબર પડે નહીં.
સત્તા તે અહંકારતી મિત્રાચારી !
એટલી બધી કરુણતાવાળી લાઈફ છે અને એમાં આવા અહંકાર કરવા જઈએ, ગાંડાં કાઢીએ તે બહેરાશ થઈ જાય તો ? અગર તો બેતાળાં થવા આવ્યાં તો, શાને માટે અહંકાર ? જેને આધાર આપવા જેવા માણસ છે, ત્યારે એને અહંકાર હોતો નથી. જેને આધાર આપવા જેવા નથી હોતા, ત્યાં અહંકાર હોય છે બધો !
તું સ્કૂલમાં ભણતો હતો ત્યારે અહંકાર ક્યાં ગયો'તો ? તે અત્યારે અહંકાર જાગ્યો છે તે ? ‘સર’ છે તે ખુરશીમાં બેસતા'તા ને આપણે નીચે બેસતા’તા. તે ઘડીએ અહંકાર કેમ ના ચઢ્યો ? આ તો કંઈક સત્તા-બત્તા હાથમાં આવે છે ને, તે ચગ્યું. અને કુદરતનો કાયદો એવો છે કે સત્તાનો દુરુપયોગ કર્યો એટલે સત્તા જાય. જે સત્તા તમને
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રાપ્ત થઈ છે, એ સત્તાનો તમે દુરુપયોગ કરો તો એ સત્તા જાય. આ હું જ્ઞાનીના પદ ઉપર બેઠો છું. એનો દુરુપયોગ કરું એટલે આ પદ મારું જતું રહે, એની મેળે. દુરુપયોગ ના કરું અને બીજી રીતે સિદ્ધિઓ વટાવી ખાઉં, તો ત્યાં કુદરતમાં પકડાઈ જાય ! સિદ્ધિઓ હોય ખરી ? પ્રશ્નકર્તા : હોય.
૪૪૪
દાદાશ્રી : એ દુરુપયોગ કરે તો શું થાય ? પદ જતું રહે. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરો એટલે એ પદ ખોઈ નાખશો.
જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી માર્કેટ મિટેરિયલ (બજારૂ માલ) કહેવાય. એનો ઇગોઇઝમ શું રાખવાનો હોય ? અને ઇગોઇઝમ રાખવાનો તે જ્ઞાની પુરુષે રાખવાનો હોય કે જેની પાસે આખા બ્રહ્માંડની સત્તા પડેલી હોય, પણ ત્યારે એમને ઇગોઇઝમ હોય નહીં. જ્યાં સત્તા છે ત્યાં ઇગોઇઝમ નથી. જ્યાં સત્તા નથી ત્યાં આગળ ઇગોઇઝમ છે. આખા બ્રહ્માંડની સત્તા હોય, ત્યારે જ્ઞાની પુરુષ બાળક જેવા હોય !
܀
܀