________________
(૪) અહંકારની અવસ્થાઓ !
રહ્યો છે. આપણે જો લઘુ માણસ છીએ, તો આત્મઘાતી નથી એ. અને ગુરુ થવા ગયો એટલે આત્મઘાતી થયો. એટલે વ્યવહારમાં ગુરુ થઈને કોઈ મોક્ષે ગયેલો નહિ. વ્યવહારમાં લઘુ થઈ જવું. ગુરુ હોય તેણે બધાને એમ ના કહેવું જોઈએ કે ‘હું લઘુ છું’ પણ લોકો એને ગુરુ માને ત્યારે એણે અંદરખાને ‘હું લઘુ છું’ એમ માનવું. તો નિવેડો આવશે. નહિ તો એ લોકોએ ગુરુ માન્યું ને તમેય ગુરુ માન્યું એટલે પછી ઉભરાશે, ઉભરણ આવશે. અને તે ઉભરણ આવે પણ તે સાચું દૂધ હોય એ. ઉભરાયેલું દૂધ આખી તપેલી ભરેલી લાગે તેથી કરીને તપેલી ભરેલું દૂધ છે ? એ બેસી જશે ત્યારે ખબર પડશે.
પડે ?
૪૪૧
‘હું'પણું ત્યાં પડે માર !
પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું' એ મહીં હોય તો માર બહુ ખાવો
જ
દાદાશ્રી : માર ખાવો જ પડેને ! પણ માર ખાયને એટલે પછી છોડી જ દેને, ‘હું'પણું છૂટતું જાયને ! માર ખાધા વગર છૂટે નહીં. અનુભવ થવો જોઈએ. પ્રતિક્રમણથી જાય નહીં એ.
પ્રશ્નકર્તા : એ પોતાનું ‘હું'પણું હોય, કંઈક છું, હું આ કરી શકું છું, એ શાનાથી જાય ?
દાદાશ્રી : માર ખાય તો જ છૂટે, નહીં તો છૂટે નહીં.
પ્રશ્નકર્તા : માર ખાય તો એને ભૂલ ખબર પડે એ વસ્તુ જુદી છે, પછી એના રિએક્શનમાં ઊંધા ટ્રેક પર ચાલે એવુંય બનેને ?
દાદાશ્રી : કોઈ અવળો થઈ જાય, અવળો ખરેખરો થઈ જાય. જો કે આપણા જ્ઞાનમાં ના થાય, પણ બીજા જ્ઞાનમાં તો થઈ જાય. આપણું જ્ઞાન તો એને હેલ્પ કરે, પાછું જોવડાવે કે મારી કંઈ ભૂલ થાય છે. એવી ખબર પડે, થોડે છેટે જાય તોય !
પ્રશ્નકર્તા : એ તો પછી પોતાને બળતરા થાયને ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ બળતરા જ એને કહે કે, આ ભૂલ થઈ ગઈ. એટલે પાછો ફરી જાય. કારણ કે બળતરા વગરના દિવસ જોયા છે એણે. એટલે એને બળતરા થઈ કે પાછો ફરી જાય. એટલે લોકો કહે છે ને કે દાદા તમારા જ્ઞાનમાં પેઠા પછી હવે આઘુંપાછું જતું રહેવું હોય તો હવે અહીંથી જવાય જ નહીં. નહીં તો બળતરા ઊભી થઈ જાય અને બળતરા સહન થાય નહીં પાછી.
૪૪૨
પ્રશ્નકર્તા : આજુબાજુનો વ્યવહારેય એવો હોય કે પોતાની કંઈક ગિફ્ટ હોય, તેમાં પોતાનો અહંકાર પોષાય. અને એવી એને ટેવ જ પડેલી છે કે જ્યાં જાય ત્યાં પોતાને બધા આમ આમ કરે (માન આપે), તમે કંઈક આમ આમ છો, કહે. એટલે પછી મહીં એ બધું મીઠું લાગેને. એટલે પોતાનું ‘હું'પણું આખું ક્રેક (ગાંડો અહંકાર) થતું જાયને ? દાદાશ્રી : પણ એ નિર્જીવ છે. આપણા જ્ઞાન આપ્યા પછી જીવ નથી રહેતો.
પ્રશ્નકર્તા : જીવ નથી રહેતો, પણ નિર્જીવ હેરાન કરેને ? દાદાશ્રી : નિર્જીવ વધે નહીં. જે છે એટલાનો ઉકેલ આવી જાય. પ્રશ્નકર્તા : બીજાને એ નુકસાન થાયને ?
દાદાશ્રી : એ તો નુકસાન થાય. પોતાને ને બીજાને, બન્નેવને નુકસાન થાય. પણ નિર્જીવપણું છે એટલે બેઉને એટલું બધું ના થાય, જ્ઞાનમાંથી પડી જાય એવું ના થાય. નહીં તો એમને આ જ્ઞાન ક્યારનુંય ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હોત. પણ આ તો જરાક ડખો કરે છે કે, ‘હું કંઈક છું’, ‘હું કંઈક છું’ તે ‘હું’નું રહી ગયું છે. તે ‘હું’ કાઢવા ફરું છું પણ નીકળતું નથી.
એ ‘હું’ સેન્સિટિવ થયો એટલે આ બધો ડખો થાય. મેં કહ્યું. “અરે નથી કશામાં ! હું જ નથી ને કશામાં, તો તમે ક્યાંથી આવી ગયા ?” તો પણ એમને ‘હું’ જતું નથી. નહીં તો આ જ્ઞાન પ્રગટ થાય, દીપી નીકળે એવું છે. ‘હું’ને વળી શું કરવું છે ? ‘હું’ને તો