________________
(૪) અહંકારની અવસ્થાઓ !
૪૩૯
નિર્બળતા. એ નાનો હતો ત્યારે પગે લાગતો હતો, અંગૂઠા પકડતો હતો. અત્યારે મોટો થયો ત્યારે નથી પકડતો, એ અહંકાર દોઢ શેર થઈ ગયો. પછી કહેશે, “જાણું છું.” અલ્યા, શું જાણ્યું ? જેમ છે તેમ જાણી જાય તો ટેશન રહે નહીં ? પછી ટેન્શન શાનાં રહે ? ટેન્શન બધાં આનાં જ છે, આ ડખાનાં જ. ‘એ ભઈ જાણતો નથી ને હું કંઈ જાણું છું” એ પંચાત કરવાની જરૂર જ ક્યાં રહી ? બસ આ જ ડખો. આ તો ધર્મને જાણતો નથી અને અધર્મનેય જાણતો નથી. જાણ્યું તો કોનું નામ કહેવાય કે આ ઝેરની શીશી છે, એને ઝેર જાણ્યા પછી અડે ખરો ?
પ્રશ્નકર્તા : ના અડે.
દાદાશ્રી : અને અડે તો આપણે જાણીએ કે આ ખાલી જાણ્યાની વાતો કરે છે, અહંકાર કરે છે કે હું જાણું છું, હું જાણું છું પણ કશું જ જાણતો નથી. જો જાણતો હોય તો ફરી ઝેરને અડે નહીં. આ તો જાણવાનો લોકોને અહંકાર છે ખાલી ! અને એ બધું શુષ્કજ્ઞાન છે. જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ કે જે જ્ઞાન આપણને તે રૂપે વર્તાવે. પોઇઝનની શીશી જાણી, ત્યારથી તો આપણે અડીએ જ નહીં પછી ! એવું જ્ઞાન હોવું જોઈએ !!
એટલે ‘હું સમજું છું ને હું જાણું છું” એ જે બોલે છે, તે ખાલી ઇગોઇઝમ છે. સમજ્યા પછી ઊંધું કરે નહીં. આ તો સમજ્યો નથી હજુ. તમે સમજ્યાનો અહંકાર નહીં કરેલો ? કહોને ?
પ્રશ્નકર્તા: કરેલોને.
દાદાશ્રી : “આ મેં જાણ્યું’ કહેશે. અલ્યા, જાણ્યું તો એનું નામ કહેવાય કે એ તરત જ ખબર પડે. તરત દેખાય આમ ઊઘાડું. એટલે સમજ્યા જ નથી આ બધું. સમજ્યાનો અહંકાર કરે છે. જેમાં ને તેમાં અહંકાર જ કર્યા કરે છે. ભક્તિ કરી તોય કહે, “મેં ભક્તિ કરી.”
આ લોકો કહે છેને, હું સ્થિતપ્રજ્ઞ થયો છું, હું આમ છું, તેમ
૪૪)
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) છું, હું જાણું છું, એ બધું લૌકિક છે. એને બજારમાં વેચવા જાય ત્યારે ચાર આનાય ના આવે. એ તો મનમાં માની બેઠો હોય એટલું જ.
પ્રશ્નકર્તા : એ તો અહંકારનું જ બીજું સ્વરૂપ છે ?
દાદાશ્રી : હા. એટલે એ બધા સૂક્ષ્મ અહંકારો છે. સ્થૂળ અહંકાર ને સૂક્ષ્મ અહંકાર. પણ સારું છે, એટલે સુધી જાય તોય સારું છે. એટલે સુધી ડગલાં માંડે તોય સારું છે. એમ કરતાં કરતાં કો'ક દહાડો પહોંચશે. ‘હું કંઈ જ જાણતો નથી” એ ભાવ એટલે શું કહેવા માંગે છે ? જો તમે જાણો છો એટલે શું કે તારા ભોટવામાં (માટલીમાં) અંદર પીવાનું પાણી છે, તો પછી શા માટે પાણી લેવા આવ્યો છે ? અને જો પાણી નથી તો લઈ જાવ. આપણે શું કહીએ છીએ જો તમે જાણો છો તો જાણવાનું બીજું રહ્યું જ શું ? અને જો નથી જાણતા તો જાણીને જાવ.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાનનો અહંકાર શું કરવા નડે છે ?
દાદાશ્રી : જાણપણાનો અહંકારને ? એવું છે, અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે આ જાણપણા ઉપર આવરણ આવે છે, એવો અહંકાર છે. જાણપણામાં અહંકારથી અંધ થઈ જાય. જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ નુકસાન કરે. બધી રીતે નુકસાન કરે.
ગુરુતા બને આત્મપ્ત ! પ્રશ્નકર્તા : આત્મજ્ઞ અને આત્મઘ્ન એ બે શબ્દો સમજાવો.
દાદાશ્રી : આત્મજ્ઞ એટલે આત્માને સર્વ પ્રકારે જાણનાર અને આત્મઘ્ન એટલે આત્મઘાતી !
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : જેટલો અહંકાર વધે એટલો આત્મઘાત થઈ ગયો. અને આ લોકોએ ધંધો જ અહંકારનો માંડ્યો છેને ! મારી બુદ્ધિ વધારે છે, હું આના કરતાં વધારે અક્કલવાળો. એ આત્મઘાત થઈ