________________
(૪) અહંકારની અવસ્થાઓ !
૪૩૭ પ્રશ્નકર્તા ઇગોઇઝમને લીધે જ અમારી આખી ફિલ્મ છે ને ? દાદાશ્રી : ફિલ્મ તેથી જ છે, પણ તે હેતુ લોભનો છે.
પ્રશ્નકર્તા : એટલે બધી જગ્યાએ જુદા જુદા લોભને લીધે જ ઊભું છે?
દાદાશ્રી : હા, બસ. અને એક પ્રકારનો લોભ નથી, અનેક પ્રકારના લોભ છે. અને જેમાં વધારે પડતો લોભ હોય એમાં એ અંધ થઈ ગયેલો હોય.
પ્રશ્નકર્તા : આ જ્ઞાનની પાછળ લોભ લાગે તો ? માણસને જ્ઞાનનોય લોભ તો લાગેને ?
દાદાશ્રી : એ લોભનો વાંધો નથી. એ લોભ તો સારો લોભ છે. એ તો ‘રિયલ’નો લોભ છેને, લોભ એકંદરે સારો નહીં. આય લોભ સારો નહીં પણ આ હેત, આ લોભ હશે તો આના લોભમાં બહુ નુકસાન ના થાય. પેલા લોભમાં તો આંધળો થઈ જાય.
પ્રશ્નકર્તા : ધૂળ વસ્તુનો લોભ તો માણસને જરાક અનુભવમાં આવે અને અથડાય એટલે એના બધા લોભ છૂટી જાય.
દાદાશ્રી : હા, બસ છૂટી જાય એ તો. પ્રશ્નકર્તા : પૈસાનો લોભ એવો છે કે એય છૂટી જાય ?
દાદાશ્રી : સૂક્ષ્મ રહે, પણ અજવાળું મહીં થઈ જાય. પછી એ છૂટી જાય. અજવાળું થાય એટલે અંધપણું ઓછું થઈ જાય.
અહંકાર ને આંધળો બે સરખા કહેવાય. જેનો જેમાં અહંકાર વધારે તેમાં તેને અંધાપો વધારે રહ્યા કરે. જેટલી જાગૃતિ વધે એટલો અહંકાર ઊડી જાય. અજાગૃતિને લીધે અહંકાર છે ને અહંકાર છે તેને લીધે અજાગૃતિ છે. અજાગૃતિ ગઈ એટલો અહંકાર ઊડ્યો.
અહંકાર એટલું આંધળાપણું છે. જેટલું આંધળાપણું એટલો અહંકાર.
૪૩૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) એ અહંકારના પાછા ચાર ભાગ પડે, ક્રોધ-માન-માયા-લોભ. આ લોભમાં પડે, પૈસામાં પડે તો લોભાંધ થઈ જાય, માનમાં પડે તો માનાંધ થઈ જાય. ક્રોધમાં પડે તો ક્રોધાંધ થઈ જાય. બધાયમાં અંધપણું હોય. ગમે તેમાં પણ અહંકાર એ જ અંધપણું છે. અહંકાર એ ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ છે.
અહંકાર આંધળો હોય એટલે બધું ઊંધું-છતું કરે. સ્વભાવથી જ આંધળો છે, સહેજ બુદ્ધિની આંખે થોડુંઘણું જુએ છે અને બુદ્ધિની સલાહથી ચાલે છે. એ બુદ્ધિ જ્યાં કહે ત્યાં એ એની સહી કરે. બુદ્ધિ એનો વડાપ્રધાન અને પેલો પ્રેસિડન્ટ. બાકી આમ પોતે આંધળો છે, એને દેખાય નહીં કશુંય. એ બુદ્ધિ કહે કે ભઈ, આ પ્રમાણે કરી નાખો. એટલે સહી કરી આપે. પણ કરું છું એવો અહંકાર. હા, બસ, હુંપણાનો, એ હું પદ કહેવાય. બાકી, અહંકાર ઓગળી ગયા પછી પોતાનું હિત સચવાય, હિતની સમજણ પડે, નહીં તો અહંકાર છે ત્યાં સુધી આંધળો છે.
જેટલો અહંકાર એટલું આંધળાપણું છે. મેં મારો અહંકાર જતો જેમ જેમ જોયો તેમ તેમ આંખો ખુલતી ગઈ. આંધળાપણાને લઈને પોતાના દોષો પોતાને દેખાય નહીં. એ અહંકાર ઓછો થઈ જાય ત્યારે પોતાના દોષ દેખાય. આ ભઈને એના દોષો જે દેખાય છે, એનો ઇગોઇઝમ ખુલ્લો દેખાય છે. જેમ તમે મારી આંખે મને સામા દેખાવ છો, એવો એને એનો અહંકાર દેખાય છે. અહંકારનું ગાંડપણ બધું દેખાય છે. તે સવારમાં વર્ણન કરતો'તો બધું. હવે આટલી બધી દૃષ્ટિ
ક્યાંથી હોય તે ? પોતાનો અહંકાર દેખાય આમ. અને તે પાછું ગાંડું શું કાઢે છે ? તેય પણ કહે. આવું કોઇ દહાડો બનેલું જ નહીં. આ નવી જ જાતનું છે આ. માટે આપણે આપણું કામ કાઢી લેવા જેવું છે.
અહંકાર, “હું જાણું છું'તો ! પ્રશ્નકર્તા : પણ જગતના બધા લોકો અહંકારના જાળામાં ભટકાય
દાદાશ્રી : હા, ભટકાય છે, બસ ! અહંકાર એટલે શું ?