________________
(૪) અહંકારની અવસ્થાઓ !
૪૩૫
અહંકારથી પૂરું કામ ના થાય, શુદ્ધ જ જોઈશે.
પ્રશ્નકર્તા : પછી બીજું વાક્ય છે કે પોતાને જાણે છે અને પોતાના આધારે ચાલે છે? એ કોણ છે ?
દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞાશક્તિ છે. પ્રશ્નકર્તા : ખુદના આધારે ચાલવું એટલે ?
દાદાશ્રી : પોતે પોતાના પ્રકાશથી જ જાણી રહ્યો છે. ચાલવાનું એટલે ચાલવાની ભાષામાં નહીં, એ વ્યાપે.
પ્રશ્નકર્તા : વ્યાપે એટલે ફોડ પાડોને ?
દાદાશ્રી : આ લાઈટ એના આધારથી ચાલી રહ્યું છે. તે આપણે આ ભીંતો તોડી નાખીએને એટલે એ બહાર જાય, વ્યાપે ! એને ચાલવું પડ્યું કંઈ ?
પ્રશ્નકર્તા: ના. તો મૂળ આત્મા પછી ? એ તો મૂળ આત્માનો સ્વભાવ છેને એવો ?
દાદાશ્રી : એ જ મૂળ આત્માનો સ્વભાવ. જે પ્રજ્ઞાનો છે તે જ મૂળ સ્વભાવ છે, એ આત્માનો જ ભાગ છે.
અહંકાર છે આંધળો ! પ્રશ્નકર્તા : એક બાજુ તમે ઇગોઇઝમને બ્લાઇન્ડ (આંધળો) કહો છો ને પાછું...
દાદાશ્રી : હા, ઇગોઇઝમનો અર્થ જ બ્લાઇન્ડ. જેમાં ઇગોઇઝમ વધારે, એ લાઈનમાં બ્લાઇન્ડ જ હોય એ માણસ.
પ્રશ્નકર્તા: તો ઇગોઇઝમ બ્લાઇન્ડ તમે એક્ઝક્ટલી (ખરેખર) કોને કહો છો ?
દાદાશ્રી : ઇગોઇઝમ એટલે શું કે આ લોભિયો ખરોને, તે
૪૩૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) જન્મથી જ લોભિયો હોય. તે મરતાં સુધી લોભિયો હોય. તેની એક એક વાતમાં લોભ હોય, એને પેશાબ કરવામાંય લોભ કહેશે, ‘અહીં વધારે પેશાબ કરીશ તો પેણે આગળ ઓછો થશે.’ અને માની માણસ જન્મથી તે મરતાં સુધી માની જ રહેવાનો. માનીને તો એના માનનો જ લોભ હોય. જો માનનો લોભ ના હોય તો એ એટલો ઇગોઇઝમ ઓછો કહેવાય, તે એને ચોખ્ખું દેખાય છે. પણ માનનો લોભ જ થઈ ગયો તો પછી આંધળો જ થઈ ગયો.
આ સમ્યક દૃષ્ટિએ આત્મા દેખાય અને આ મિથ્યા દૃષ્ટિએ સંસાર દેખાય, બે જ દેખાય છે. સંસાર એટલે માયા ને માયા એટલે લોભ.
પ્રશ્નકર્તા : તો લોભ એટલે ઇગોઇઝમ ?
દાદાશ્રી : હા, ઇગોઇઝમ. બસ ! લોભ એટલે ઇગોઇઝમ એમ બહાર કહીએ તો એ ના સમજાય. હું તમને ઇક્વેશન (સમીકરણ) આપું છું, એ કરેક્ટ ઇક્વેશન નથી. પણ તમને સમજવા માટે એ આપું છું.
પ્રશ્નકર્તા : એટલે લોભ એ ઇગોઇઝમનો બાપ કહી શકાય ?
દાદાશ્રી : હા, કહી શકાય. પણ ઇગોઇઝમ એક લાઈનમાં નથી હોતો. ઇગોઇઝમ તો દયા કરવામાંય ઇગોઇઝમ હોય છે માણસને. પણ એમાં ઇગોઇઝમ એ અંધ હોય. એ પછી દયા કરવામાંય અંધ હોય. એ દયા કરે પણ અંધ રીતે કરે, એટલે અંધ થઈ જાય, પછી આંધળો જેમ કરે ને એમ, વિવેક જતો રહે.
પ્રશ્નકર્તા : પણ એ તો દરેકની જે પ્રકૃતિ હોય, એક બાબતમાં તો એ આઉટ ઑફ બેલેન્સ જ હોયને ?
દાદાશ્રી : હા, પણ એ ઇગોઇઝમ હોય તો જ પ્રકૃતિને ? પ્રકૃતિ તો આ ફિલ્મ ખુલે છે, તેમ દેખાતી જાય. ફિલ્મ ચાલુ થઈ એટલે આવી જ દેખાશે, એવું કહીએ. પણ ઇગોઇઝમ એટલે ઇગોઇઝમ. એ ફિલ્મ જ ઇગોઇઝમ ભરેલી હોય ને !