________________
(૪) અહંકારની અવસ્થાઓ !
આ તો સાક્ષીભાવ એટલે લોકોને જાગૃતિ રહે કે ભાઈ, હવે શું થઈ રહ્યું છે મહીં તે જો, એ જાગૃતિ હોય તો જુએ. એટલે ત્યારે કહે, ‘શી રીતે જોઉં ?' ત્યારે કહે, ‘જાણે તાજનો સાક્ષી ઊભો હોયને, એવું તટસ્થ', એ તટસ્થને બદલે સાક્ષી બોલ્યા. એવું સાક્ષીઓની બધી વાતનો અર્થ જ નથી. છતાં એને આવું બજારમાં ભાવ છે, શબ્દ છે, એટલે આપણે સાક્ષીભાવ મૂકવો જોઈએ. બાકી મરણેય ના જોઈ શકે ને જન્મેય ના જોઈ શકે. પોતે પોતાને જ જોઈ શકે નહીં, એ અહંકાર. જે સાક્ષી છે ને, એને પૂછીએ કે તમે કોણ છો ? તે નહીં જોઈ શકે. અને આ જ્ઞાતા-દ્રષ્ટા એટલે તો પોતે પોતાને જાણે અને પરને પણ જાણે.
છેને ?
૪૩૩
પ્રશ્નકર્તા : સાક્ષીભાવ પણ સામાન્ય માણસ માટે તો બહુ દુર્ગમ્ય
દાદાશ્રી : સાક્ષીભાવ તો કોઈ સંત પુરુષને હોઈ શકે, પણ એ સંત પુરુષનેય પછી આગળ વધવા માટે પ્રયત્ન કરવો પડે. સાક્ષીભાવ હોવા છતાં બ્રાંતિ ગયેલી ના હોય ! અને છેલ્લું પદ તો જ્ઞાતા-દ્રષ્ટાનું છે. સાક્ષીભાવ અને જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં તો બહુ ફેર છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સાક્ષીભાવ. એ તો અર્થ જ નહીં, મિનિંગલેસ છે વસ્તુ. એ આમ તદન ખોટું નથી. પણ એક પ્રકારની જાગૃતિ લાવે છે. અહંકાર પોતે પોતાના કાર્યને જુએ છે, મન શું કરી રહ્યું છે તેને જુએ છે, પણ સાક્ષીભાવ એટલે અહંકારીભાવ. એટલે સંસારમાં રખડવાનો ધંધો. એ કંઈ છૂટકારો થાય નહીં. લડવાનો ટાઈમ થાય ત્યારે લડી બેસે. રડવાનો ટાઈમ થાય ત્યારે રડી બેસે. એટલે આમાં નિવેડો ના આવે. એ તો લડવાને ટાઈમે લડે નહીં, રડવાના ટાઈમે રડે નહીં, બધામાં કોઈ વસ્તુ એને અડે નહીં. નિર્લેપ રહી શકે એનું કામ છે. સાક્ષીભાવ તો ઘણાને હોય છે. એટલે કોર્ટમાં હોય છેને, એના જેવું. એ કોર્ટમાં પૈસા ભરવા પડે અને આ વગર પૈસાના સાક્ષી, પછી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં.
એ સાક્ષીભાવ એટલે શું ? પૂરણ કરેલું હોય તો જ ગલન થાય
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ને પૂરણ ના કરેલું હોય તો એને ગલન ના થાય. જેમ આ તપ હોય છેને, તે પૂરણ કરેલાં હોય તો જ ગલન થાય. એવું એય પૂરણ કરેલું હોય તો જ થાય. દરેકને થાય નહીં. અને બીજું એ અહંકાર છે, માટે એને ને મોક્ષને કશું લેવાદેવા નથી. આ અહંકારી કાર્ય છે. આ જોવાજાણનાર કોણ રહે છે ? સાક્ષી કોણ રહે છે ? અહંકાર રહે છે. તે અહંકાર સાક્ષી રહ્યો એટલે પુછ્યું બંધાઈ ને આવતા ભવમાં સારું ફળ મળે. ખાવા-પીવાનું સારું મળે.
પ્રકૃતિ, પ્રજ્ઞા તે અહંકાર !
૪૩૪
પ્રશ્નકર્તા : ‘પ્રકૃતિને જાણે છે અને પ્રકૃતિના આધારે ચાલે છે’ એ કોણ ?
જાણે.
દાદાશ્રી : એ અહંકાર, બસ.
પ્રશ્નકર્તા : અહંકાર પ્રકૃતિને જાણે ?
દાદાશ્રી : હા. પ્રકૃતિને જાણે. જ્યારે વિચારવા બેસે ત્યારે બધું
પ્રશ્નકર્તા : પણ અહંકાર તો પણ આંધળો કહેવાય છેને ?
દાદાશ્રી : હા, પણ અહંકાર બુદ્ધિવાળોને ! એટલે બુદ્ધિથી બધું સમજી શકે કે આ હાથ છે, પગ છે, આ મારા સસરા થાય, મામા થાય, બધું જાણે જ છે ને ! બીજું બધું મહીં ફોડ પડે, ખોટું-ખરું કહી આપે. અજ્ઞાનીય સમજે, બુદ્ધિથી.
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિના વિભાગમાં અહંકાર શું શું જાણી
શકે ?
દાદાશ્રી : જેટલું એના કબજામાં હોય એટલું જ જાણે. આ શાનાથી દોષ થયા એ બધુંય જાણે છે. અમુક જ ભાગ ઓછો હોય છે, બીજું બધું જાણે. નવ્વાણું સુધી જાણી શકે, સો ના જાણે. બુદ્ધિ એટલી બધી કેળવે તો નવ્વાણું સુધી જાણી શકે પણ તોય છે તે