________________
(૪)
અહંકારતી અવસ્થાઓ !
સાક્ષી કર્યો અહંકારતે !
પ્રશ્નકર્તા : આપે દેહ જોડે પાડોશીનો ભાવ રાખવા જણાવેલ છે, જૈન શાસ્ત્રના ભગવતી સૂત્રમાં દેહ જોડે આત્મદશા પામવા માટે સાક્ષીભાવ જણાવેલ છે, તો સાક્ષીભાવ અને પાડોશીભાવ વચ્ચે ભેદ શું છે ?
દાદાશ્રી : સાક્ષીને પાડોશી ના કહેવાય. સાક્ષી એટલે અહંકાર, અહંકાર સાક્ષી હોય અને પાડોશીભાવમાં જ્ઞાતા-દ્રષ્ટાભાવ હોય, સાક્ષીભાવ ના હોય. એટલે આ ભગવતી સૂત્રમાં બરોબર લખેલું છે. કારણ કે ક્રમિક માર્ગમાં હોય એમાં અહંકાર ખરો. એટલે કે સાક્ષીભાવમાં રહીને તું દેહની બધી ક્રિયાઓ જો !
પ્રશ્નકર્તા : સાક્ષીભાવ કેવી રીતે, એ સમજાયું નહિ.
દાદાશ્રી : ભગવતીસૂત્રમાં જે લખ્યું છેને, સાક્ષીભાવ રાખવાનું, તે આ દેહ જે જે ક્રિયા કરે, તેને તું ખ્યાલમાં રાખ કે આ શું થયું, આ શું કર્યું, આવું કર્યું, આ ન કરવું જોઈએ. જાણે સાક્ષી હોયને, એવી રીતે તું ખ્યાલ રાખ, કહે છે. હવે એ ખ્યાલ રાખવા, પ્રેક્ટિસ કરતાં કરતાં એ ક્રમિક માર્ગ જ્ઞાતા-દ્રષ્ટા થવાનું કહે છે. આપણે અક્રમમાં જ્ઞાતા-દ્રષ્ટા થયા. આપણે સાક્ષીભાવ ના રહ્યો. અહંકાર હોય તો જ સાક્ષીભાવ.
આ જેટલી જાતના બહાર ધ્યાન કરાવે છે, એ બધા અહંકારથી.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
એ તો જેટલું થયું એટલું. જેટલી દવા ચોપડીને એટલું એનું દર્દ મટે. પણ મોક્ષનું તો ઘણા કાળ બાદ થાય.
૪૩૨
જ્ઞાતા-દ્રષ્ટા એક સેકન્ડ થયો, તો થઈ ગયો પરમાત્મા ! સર્વથી રહિત થઈને ઊભો રહે. તેને પાડોશી કહેવાય. નહીં તો ત્યાં સુધી એ દેહાધ્યાસ કહેવાય. સાક્ષીભાવ કો'કને રહે, લાખોમાં બે-પાંચને રહે, જો પ્રયત્ન કરે તો. બાકી, મેણો ઊતરે નહીંને ? આ મોહ ઊતરે નહીં ને એ સાક્ષી રહેવા ના દે. સાક્ષી રહેતો હોય તો મોહ કરે નહીં, મૂઓ. પોતાની ભૂલો ખબર પડે તો, સાક્ષીભાવ રહેતો હોયને, તે પોતાના દોષ કહી આપે. અને પેલાને તો યાદ જ ના રહેને !
સાક્ષીભાવ કોને કહેવાય ? અહંકાર સહિત જ્ઞાતા-દ્રષ્ટા થવું એને સાક્ષીભાવ કહ્યો અને આ તો અહંકારરહિત જ્ઞાતા-દ્રષ્ટા ભાવ. સાક્ષીભાવ એ ભ્રાંતિ કહેવાય અને આ યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે કંઈ હરકત નથી આ !
પ્રશ્નકર્તા : જીવ સાક્ષીભાવથી પોતાનો જન્મ નથી જોઈ શકતો, પોતાનું મરણ પણ નથી જોઈ શકતો, તો વચલું જીવન સાક્ષીભાવથી કેવી રીતે જોઈ શકે ?
દાદાશ્રી : ખરેખર સાક્ષીભાવ નથી આ તો. અત્યારે જેટલો વખત રહે, એ જાગૃતિ છે એક જાતની. સાક્ષીભાવ એટલે તું સાક્ષી તરીકે ‘શું થાય છે’ તે જોયા કરે, પણ તે અજ્ઞાન દશામાં સાક્ષીભાવ હોય, અહંકારથી જોવામાં આવે એ સાક્ષી કહેવાય. આ જ્ઞાન લીધા પછી જ્ઞાનદશામાં તમારે જ્ઞાતા-દ્રષ્ટા હોય સાક્ષીભાવ ના હોય. અહંકાર જોનારો અને આમાં આત્મા જોનારો, બેમાં ફેર નહીં ? અહંકાર જુએ એટલે સંસારમાં ભટકવાનો જ રસ્તો એ. બીજું વચલું જીવન ના જોઈ શકે સાક્ષીવાળો તો ! અહંકારથી વચલું જીવન શી રીતે જોઈ શકે ?
પ્રશ્નકર્તા : તો અહંકાર જન્મ જોઈ શકે ? મૃત્યુ જોઈ શકે ? દાદાશ્રી : ના, ના. અહંકાર પોતે પોતાને જ જોઈ શકે નહીં.