________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
છેને, એ તો નિર્જીવ ભાવ થાય છે. પ્રશ્નકર્તા : મોક્ષનો ભાવ ?
૪૨૯
દાદાશ્રી : મોક્ષનો ભાવ તો છે જ, એ તો સદ્ભાવ છે. એ તો પોતાના સ્વભાવમાં આવે એટલે એમાં જ મોક્ષ !
પ્રશ્નકર્તા : અહંકાર હોય ત્યારે મોક્ષનો ભાવ કરવાની શક્તિ ખરી કે નહીં ? અહંકારી, અજ્ઞાનમાં હોય ત્યારે ?
દાદાશ્રી : ખરીને, બધી જાતના ભાવ કરવાની શક્તિ. એંસી વર્ષે પૈણવાનોય ભાવ કરે !
પ્રશ્નકર્તા : એ અજ્ઞાન પુરુષનો ભેટો થવાની શક્યતા
અવસ્થામાં મોક્ષનો ભાવ કરે તો જ્ઞાની વધારે ખરી ?
દાદાશ્રી : મોક્ષનો ભાવ થાય ત્યારે તો બધી શક્યતા ખરીને.
એવું છે ને, જેને અમેરિકા જવું હોય, તેને કોઈ વખત વિમાન મળી આવે. પણ જેને જવું જ નથી, તેને વિમાન શી રીતે મળે ? એટલે ભાવ કરે તો એને સંજોગ ભેગા થઈ જાય.
કર્તાપણું જોયું ત્યાં માર પડે !
પ્રશ્નકર્તા : આપનું એક વાક્ય છે કે ક્રમિક માર્ગનો પુરુષાર્થ શું? ત્યારે કહે, બુદ્ધિ અને અહંકારને બેને જુદાં રાખે. અહંકારને બુદ્ધિની મહીં ભળવા ના દે. એ જરા સમજાવોને. તો અક્રમમાં કેવો પુરુષાર્થ હોય ?
દાદાશ્રી : અક્રમમાં તો અહંકાર ને બુદ્ધિની જરૂર જ નહિને ! અહંકાર ને બુદ્ધિ બેઉ રહેતું જ નથીને ! અહંકાર છે તે નિર્જીવ
અહંકાર રહે છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, નિર્જીવ અહંકાર જ્યારે બળતરા ઊભી કરે કે કોઈને દુઃખ પહોંચાડે કે પોતાને દુઃખ પરિણામ થાય, તો ત્યારે પણ નિર્જીવ જ અહંકાર રહે છેને ?
દાદાશ્રી : બીજો કયો ત્યારે ?
૪૩૦
છે.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : દાદા, એ કેટલી બધી જાગૃતિ માગે છે !
દાદાશ્રી : આ જ્ઞાન જ આપણું જાગૃતિવાળું છે, બહુ જાગૃતિવાળું
પ્રશ્નકર્તા : સામાને કર્તા માને પણ પછી પોતાને બળતરા ઉત્પન્ન થાય, એટલે પછી ધોઈ નાખે.
દાદાશ્રી : ધોઈ નાખે પણ તોય કર્તા માન્યો, માટે કર્તા થયો એ પોતે. ‘હું કરતો નથી, તે કરતો નથી, તેઓ કરતા નથી’, આવું રહેવું જોઈએ. કોઈ કર્તા છે જ નહીં. કર્તા દેખાય ત્યાં સુધી જોખમ છેને ! પ્રશ્નકર્તા : જ્ઞાન પછી આવું બીજાનું કર્તાપણું ઘણીવાર દેખાતું હોય, દાદા.
દાદાશ્રી : પછી માર પડેને ! કર્તાભાવ જ ભ્રાંતિ છે. અમારાથી શેક્યો પાપડ ભાંગે નહિ ! કર્તાભાવ જ નહિને અમારામાં ! ઇગોઇઝમ નામેય નહિ એટલે ભાંગે કોણ ? જેનામાં ઇગોઇઝમ હોય, તે શેક્યો પાપડ તો શું પણ મકાનો તોડી નાખે ! આખો સુરતનો કોટ તોડી નાખે ! પણ જે શેક્યો પાપડ ભાંગી ના શકે એ જ્ઞાની પુરુષ, છતાં આખા બ્રહ્માંડની શક્તિ હોય ત્યાં આગળ ! અજાયબ શક્તિ હોય !! એ ચાહે સો કરે !!!
પ્રશ્નકર્તા : આપના વાતાવરણમાં, સત્સંગમાં, સાન્નિધ્યમાં અમે રહીએ, તો અમારો અહંકાર જલદી ખલાસ થઈ જાય એ ખરું ?
દાદાશ્રી : અહંકાર ખલાસ કરવાનો નથી, અહંકાર તો ખલાસ થઈ ગયેલો જ છે. આ તમને હવે ડિસ્ચાર્જ અહંકાર રહે છે. હવે સત્સંગથી તમારી સમજણ વધી જાય, દર્શન દેખાવાનું બધું ઊઘડી જાય, અવેઇલ્ડ (અનાવરણ) થઈ જાય. હંઅ, એને માટે અમારા સાંનિધ્યમાં આવવું જોઈએ. ત્રણસો કલાક, થ્રી હંડ્રેડ અવર્સ, તો ફૂલ (પૂર્ણ) થઈ જાય, ફૂલ મૂન !