________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિત છે, કર્મનું પરિણામ છે, તો આપણે જે ભાવથી કરીએ છીએ તે પ્રમાણે આવે. પણ ભાવના કરીએ તેમાં પુરુષાર્થ ખરો ? પુરુષાર્થથી ભાવના બદલાય, કે એય વ્યવસ્થિત ?
૪૨૭
દાદાશ્રી : ના, એ વ્યવસ્થિત નહીં. ભાવનાથી તું પુરુષાર્થ કર. વ્યવસ્થિત ક્યાં સુધી હેલ્પ કરે કે અહંકાર ના હોય ત્યાં સુધી. અહંકાર હોય ત્યાં સુધી વ્યવસ્થિત કહેવાય નહીં. એટલે અહંકારથી અવ્યવસ્થિત કરે, માટે ભાવનાથી એ બદલાવી શકાય. જગત છે વ્યવસ્થિત પણ અહંકાર છે, તે ગોદો માર્યા વગર રહે નહીં. ગોદો ના મારે તો બિલકુલ વ્યવસ્થિત છે, એક્ઝેક્ટ છે ! અહંકાર કંઈની કંઈ ડખોડખલ કર્યા કરે છે. ના હોય દુઃખ ત્યાંથી લઈ આવે.
ખુલે પ્રકૃતિ, ‘વ્યવસ્થિત' પ્રમાણે !
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ અને વ્યવસ્થિતને સંબંધ ખરો ?
દાદાશ્રી : બેઉને સંબંધ છે, સાચો સંબંધ જ છે. જો કદી અહંકાર ડખલ ના કરે તો બધું, તે વખતે વ્યવસ્થિત છે. પણ અહંકાર જીવતો છેને, મૂઓ ?
પ્રશ્નકર્તા : અત્યારે જીવ ભોગવી રહ્યો છે, એ એની હાલની પ્રકૃતિ મુજબ એને ‘વ્યવસ્થિત’ છે ?
દાદાશ્રી : પ્રકૃતિ ને ‘વ્યવસ્થિત’ બે એક જ છે, પણ અહંકાર છે તે ડખલ કરે છે. પ્રકૃતિ રહેવા દેતો નથી. એટલે ‘વ્યવસ્થિત’ કહેવાય નહીં. અહંકારમાંથી સજીવ ભાગ કાઢી આપીએ પછી ‘વ્યવસ્થિત’
કહીએ, એ જુદું છે.
પ્રશ્નકર્તા : અત્યારે જે ‘વ્યવસ્થિત’ ચાલે છે, તે એની હાલની પ્રકૃતિ મુજબ ચાલે છે ? દા.ત. ચંદુભાઈની જે પ્રકૃતિ હાલની છે અને ચંદુભાઈનું જે ‘વ્યવસ્થિત' છે એ બેઉનો સંબંધ ખરો ?
દાદાશ્રી : એક જ છે, કહું છું ને ! ‘વ્યવસ્થિત’ પ્રમાણે જ પ્રકૃતિ ખુલે છે, જો એ અહંકારની ડખલ ના હોય તો. તેથી એને ‘વ્યવસ્થિત’
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
જ છે કહેવાય. અહંકારની ડખલ છે એટલે બહાર ‘વ્યવસ્થિત’ કહેવાય નહીં. પ્રકૃતિ ‘વ્યવસ્થિત’ છે. પણ અહંકાર મહીં ગાંડું કરે ? પ્રશ્નકર્તા : કરે.
૪૨૮
દાદાશ્રી : હેં ! આખો દહાડો ગાંડાં જ કાઢે છેને ! અને ભમરડો છે તે કૂદાકૂદ કરે છે વગર કામનો ! જગત ‘વ્યવસ્થિત’ છે ક્યારે કહેવાય કે આ અહંકાર બંધ થાય ત્યારે. ત્યાં સુધી ‘વ્યવસ્થિત’ કહેવાય નહીં. આપણા આ જ્ઞાન પામેલા લોકો જ ‘વ્યવસ્થિત’ કહી શકે, બાકી બીજા નહીં. કારણ કે એને અહંકાર છે ત્યાં સુધી ડખલ કર્યા વગર રહે જ નહીં.
પછી જ ક્રમબદ્ધ પર્યાય !
અહંકાર હોય ત્યાં સુધી બધા જ ફેરફારો કરી નાખે. ડખો કર્યા વગર રહે જ નહીં. અને જ્ઞાન મળ્યું એટલે અહંકાર ખલાસ થયો એટલે તમે કહેતા'તા ને, પેલું શું કહે છે ?
પ્રશ્નકર્તા : ક્રમબદ્ધ પર્યાય.
દાદાશ્રી : આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ અને એ ‘ક્રમબદ્ધ પર્યાય' કહે છે, એ અહંકાર ખલાસ થાય ત્યાર પછીનું બધું. જ્ઞાન ના હોય ત્યારે કશુંય કહેવાય નહીં. કારણ કે અહંકાર ગમે તે ટાઈમે બોમ્બ
ફોડીને ઊભો રહે. અહંકાર બોમ્બ ફોડે કે ?
પ્રશ્નકર્તા : એકદમ ફોડે.
દાદાશ્રી : હા, નહીં તો વાઇફ જોડે વઢે કે ? બાપ જોડે હઉ લડી પડેને ?
પ્રશ્નકર્તા : આપ કહો છો, કંઈ કરવાની શક્તિ નથી પણ ભાવ કરવાની શક્તિ છે કે નહીં, આત્મામાં ?
દાદાશ્રી : ભાવ કરવાની પણ શક્તિ નથી. અહંકાર હોય ત્યાં સુધી ભાવ થાય. આપણે જ્ઞાન આપ્યા પછી નથી. પછી ભાવ બંધ થઈ ગયા. ભાવ ના થાય એટલે ભાવ બંધ થઈ ગયા. અત્યારે જે ભાવ