________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
પ્રશ્નકર્તા : એટલા માટે આપે કહ્યું કે આ જે અહંકાર છે ત્યાં સુધી વ્યવસ્થિત એને અપાય જ નહીં ?
૪૨૫
દાદાશ્રી : ના, અપાય નહીંને ? તે વ્યવસ્થિત આપીએ જ નહીંને, ઊંધું જ કરે.
ઉદયાધીત એક જ ભવ પૂરતું !
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને માટે વાત નથી, પણ હવે જગતની અંદર તો બધાય કર્માધીન જ છેને ?
દાદાશ્રી : કર્માધીન છે, બધાય.
પ્રશ્નકર્તા : અને કમ્પ્લીટ (સંપૂર્ણ) કર્માધીન જ ચાલે છેને ? દાદાશ્રી : ના, એવું નથી, કર્માધીન એક અવતાર માટે છે. પ્રશ્નકર્તા : હવે એમાં નવું કરી શકે પોતે ?
દાદાશ્રી : ના, એમાં નવું કર્યું હોય તે પ્રમાણે આવતે ભવ ફેરફાર થાય. અને એમાં તો પોતે સ્વતંત્ર રહે છે પણ આ એક અવતાર માટે ઉદયકર્મ છે. એમાં અહંકાર ડખો કરે છે, નવું ફેરફાર કરી શકતો નથી.
પ્રશ્નકર્તા : હવે એક અહંકાર તો ગમે તે કરી શકે. દા.ત. હીટલરે આખી દુનિયાને બદલી નાખવાનો અહંકાર કર્યો, તે એમાં બધાનું વ્યવસ્થિત નહીં સાથે ?
દાદાશ્રી : એ વ્યવસ્થિત બધાનું હોય તો જ આ સંજોગ ઊભો થાય. બધાનું એટલે આખી દુનિયા કંઈ ઓછી ડૂબી ગઈ ?
પ્રશ્નકર્તા : પણ આ બધુંય પાછું એક જ ભવની વાત છે ? દાદાશ્રી : બસ, એક ભવની જ વાત. બીજા ભવને કંઈ લેવાદેવા નથી. અને આપણું તો બે ભવ, ત્રણ ભવ બાકી હોય, પણ બધું વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા : કારણ કે ચાર્જ નથી. હવે આ અવતારમાં અજ્ઞાનીને
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) ઉદયકર્મ છે. એ ઉદયકર્મ ભોગવતાં ભોગવતાં જે નવાં બાંધે છે, એમાં એ સ્વતંત્ર છે ?
દાદાશ્રી : હા, એમાં એ સ્વતંત્ર જ છે. નવું ચાર્જ કરવામાં અહંકાર છેને, તે ઊંધું કરી શકે છે એમ છતુંય કરી શકે છે. પ્રશ્નકર્તા : એક જ ભવનું ઉદયાધીન છે ?
૪૨૬
દાદાશ્રી : એક જ ભવનું. આ બધું આપણને દેખાય છે તે બધું ઉદયાધીન જ છે. બીજા ભવનું આપણે જોવાની શી જરૂર છે ?
એટલે જગત બધું નિર્દોષ જ છે. આંખે દેખાય એ બધું ઉદયાધીન હોય. મહીં શું પુરુષાર્થ કરે છે એ જોવાનું. એની ક્રિયાને આપણે જોવાની નથી. એ શેના આધીન છે આજે ? ઉદયાધીન, ગાળો બોલી ગયો તે ઉદયાધીન અને નુકસાન કરી રહ્યો છે તેય ઉદયાધીન. બધું ઉદયને આધીન જ છે. એટલે જગત આખું નિર્દોષ જ છે, જેને છૂટવું છે તેને માટે અને જેને બંધાવું છે તેને જગત દોષિત જ દેખાય.
જગતમાં બે જાતની દૃષ્ટિ. એક દોષિત દૃષ્ટિ, તે બંધાયા જ કરે નિરંતર અને બીજી, નિર્દોષ દૃષ્ટિ છોડ્યા જ કરે.
પ્રશ્નકર્તા : જે કંઈ જીવનમાં થઈ રહ્યું છે, તે પાછલાં કર્મના હિસાબે થઈ રહ્યું છે ?
દાદાશ્રી : હા, બીજું શું તે ? અને નવો હિસાબ ના બાંધીએ એટલે કશો વાંધો જ નથી.
પ્રશ્નકર્તા : પાછલાં કર્માનુસાર એ ખરાબ કામ કરતો આવ્યો હોય ને અત્યારે સારાં કર્મો એને કરવાં હોય તો એ થઈ શકે ? અત્યારે જે પાછલાં કર્મોના હિસાબે ચાલે છે, એમાં કંઈ ફેરફાર કરી શકીએ ?
દાદાશ્રી : અહંકાર છેને, થોડોઘણો ફેરફાર થાય. જે ડિઝાઈન થઈ ગઈ હોય, તેને ફેરફાર ના થાય. અને અહંકાર ના હોય, તેને કશોય ફેરફાર ના થાય.