________________
૪૨૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
૪૨૩ છે? એ નિર્જીવ છે છતાં પણ ડિસ્ચાર્જ થાય છે એમાંથી. એવી રીતે આ મનની, વચનની અને કાયાની ત્રણ બેટરીઓ જુદી પાડી દઈએ છીએ, નિર્જીવ કરી દઈએ છીએ. એ પછી ડિસ્ચાર્જ થયા કરે. પહેલાં તો બધું જીવતું હતું. અહંકારેય જીવતો, મન પણ જીવતું, એટલે નવું ચાર્જ થાય અને જૂનું ડિસ્ચાર્જ થાય.
પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે આ જે ટેપ વાગે છે, તો એ અહંકાર સિવાય તો વાગે જ નહીંને ? દાદાશ્રી : ના, પણ એ અહંકાર તો ડિસ્ચાર્જ અહંકાર.
છૂટ્યા ચિંતા-ઉપાધિ કાયમતાં ! સંસાર ચલાવવો હોય તેને માટે અહંકારની બહુ જરૂર છે. મોક્ષ જવા માટે અહંકારની જરૂર નથી. એટલે સંધિકાળમાં શું થશે ? મોક્ષમાં જવું છે ને સંસાર ચલાવવો છે, તેવી જગ્યાએ શું થશે ? ત્યારે કહે, અહંકાર સિવાય સંસાર ચાલશે. કારણ કે કોઝિઝ વગર પરિણામથી જીવાશે. અને જેને સંસાર ચલાવ ચલાવ કરવો છે, તેને કોઝિઝ ને પરિણામ બેઉ ભેગું રહેશે.
આ જ્ઞાન આપ્યા પછી તમને ચિંતા ના થાય, વરીઝ ના થાય. કારણ કે અહંકાર ને મમતા ઊડી ગયાં. એટલે સંસાર નિરાંતે ચાલ્યા કરે. સંસાર ચલાવવા માટે જીવતા અહંકારની જરૂર નથી, આવતો ભવ બાંધવા માટે એ અહંકારની જરૂર છે. હા, જેને આવતો ભવ ના બાંધવો હોય તેને જીવતો અહંકાર નહીં હોય તોય સંસાર ચાલે એવું છે. આ સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જ એટલે એની મેળે થયા જ કરવાનું, ખાવા-પીવાનું બધું મળ્યા કરે, છોકરા પૈણશે, છોડીઓ પૈણશે, એ બધું થયા જ કરવાનું.
હવે ઈગોઈઝમ ખલાસ થઇ જાય તો કોઈ કહેશે કે કાર્ય કોઈ થાય નહીં. એ વાત ખરી છે પણ જે ઈગોઈઝમ હતો, એ મિલ્ચર ઈગોઈઝમ હતો. જડ અને ચેતન બે વસ્તુનો, તે ચેતન ખેંચી લીધું. જડ રહ્યું છે કે જે કાર્યકારી છે. કાર્યકારી એટલે બધું ક્રિયા કરી શકે.
હવે એમાં જો ચેતનનું હોત તો આવતા ભવનું પાછું ફરી ચાર્જ થાત. તે ચેતન નથી, માટે ચાર્જ ના થાય અને આ ડિસ્ચાર્જ એકલું રહે.
અહંકાર, ચાર્જ-ડિસ્ચાર્જ ! પ્રશ્નકર્તા : આ અહંકાર ઉપર પૂર્વભવની અસરો ખરી ?
દાદાશ્રી : પૂર્વભવની જ અસરો છે આ, આ ભવની અસર નથી, અહંકાર ઓછો-વધતો દેખાય છે એ બધો ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એ નવો થયેલો નથી. નવો ચાર્જ તો મહીં થઈ રહ્યો છે. આ જુનો અહંકાર જે દેખાય છે એ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. માટે પોતાને આજે ધાર્યું હોય એવો ફેરફાર કરી શકાય નહીં.
જ્યાં અહંકાર ત્યાં ભમરડો. તમે શુદ્ધાત્મા કહેવાઓ, એટલે તમે ભમરડા સ્વરૂપ ના કહેવાઓ. અને આ ચંદુભાઈ ભમરડો પાછો ! પણ જે અત્યાર સુધી ભૂલ કરેલી છે તેનાં પરિણામ રહ્યાં. એટલે આ પરિણામી અહંકાર છે એ કાર્ય કર્યા કરે છે. એમાં તમને કોઈ નુકસાન કરનાર છે નહીં. અજ્ઞાને કરીને અહંકાર ઊભો હોય, તે અજ્ઞાન જાય કે અહંકાર જાય.
પ્રશ્નકર્તા : અહંકાર અને ચિત્ત એ બન્નેય વ્યવસ્થિતમાં આવે ?
દાદાશ્રી : બધાંય વ્યવસ્થિતના તાબે. આપણે ત્યાં આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતના તાબે. બહારના લોકોનો અહંકાર વ્યવસ્થિતના તાબે નહીં. કારણ કે આપણે તો વ્યવસ્થિત એટલે વિસર્જન કરે, સર્જન નથી કરતું. એટલું જ કામ કરે છે એને. ચાર્જ થયેલું હોયને, તેને ડિસ્ચાર્જ કરવાનું કામ એ વ્યવસ્થિતનું છે. આપણને ચાર્જ નથી કરતું ફરી અને બહારના લોકોને ચાર્જ અને ડિસ્ચાર્જ બન્ને થવાનું. તે ક્યારે ઊંધું કરી નાખે એ કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : દાદા, એટલે આપ જે કહો છો કે અહંકાર તો ગમે તે કરી શકે.
દાદાશ્રી : હા, ગમે તે કરી શકે.