________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
૪૨૧
૪૨૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજાનેય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી ‘હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે’ કહે તો ઊલટો લોહી કાઢશે !
એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે ! અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ જુદું !
પ્રશ્નકર્તા : હું કહું કે મારા વગર આ ચાલે નહીં, એવું જો કહ્યું, એમાં ક્યાં બંધાઈ જાય છે ? - દાદાશ્રી : “મારા વગર ચાલે નહીં', એવું કહેવાની જરૂર શેના માટે હોય છે ? આ કોઈ મોટા માણસ એમ કહે કે હું ના હોઉં તો આ જગતનું શું થશે ? ત્યારે લોક શું કહે કે તમારા જેવા કેટલાય આવ્યા ને ગયા !
પ્રશ્નકર્તા : બાકી કોમનસેન્સવાળો માણસ “મારા વગર નહીં ચાલે’ એવો અહંકાર નથી કરતો, તો એમાં બંધાવાનું ક્યાં આવ્યું ?
દાદાશ્રી : ના, આ બધાય લોકો સજીવ અહંકાર જ કરી રહ્યા છે. એવું છેને, આ ઘરમાં પેલો શું કહે છે, “મારા લીધે ચાલે છે, નહીં તો હું ના હોઉં ને તો તારી દશા જ બેસી જાય એવું છે.” આવું કહે ત્યારે પેલી બાઈ પાછી શું કહેશે, “આ જુઓને ! કરવાવાળા આવ્યા ! એ તો હું છું તે આ ચાલે છે, નહીં તો તો આ છોકરીઓ રખડી જાય.’ - ત્યાં પેલો ડ્રાઈવર કહેશે, “મેં બચાવ્યો'. ત્યારે પેલા બચનારાને આપણે પૂછીએ, ત્યારે એ કહે, ‘એ તો હું વધારે કુદ્યો તેથી બચી ગયો. એ શું બચાવવાનો હતો !” ત્યારે પેલો પોલીસવાળો કહે છે, “એ તો હું હતો, તેથી તમે બચી ગયા.’ હવે પેલો ડ્રાઇવર કહે છેને, “મૈને બચા દિયા.’ એટલે એ બધું ગાંડપણ છે.
પ્રશ્નકર્તા : પણ એવું બધાએ કરેલું તો હોય છે જ ને ? એ માણસ કહે કે મેં બ્રેક મારી ને પેલો કૂદ્યોય ખરો, એવું બની શકે ?
એટલે એવું કહે તો ખરોને ?
દાદાશ્રી : પણ પોતે જો બ્રેક મારવા જાયને, તો અવળી બ્રેક વાગે. આ તો અંદર એવી સુંદર વ્યવસ્થા છે કે બ્રેક એના ટાઈમે એક્ઝટ વાગી જ જાય. આ અહંકાર કરવા જાય છેને, તો ઊલટી બેક બગડી જાય છે. બધું અહંકારથી બગડ્યું છે. જગતને બગાડ્યું હોય તો આ બધું અહંકારથી, નહીં તો સહજ ચાલે એવું આ જગત છે ! તમારે તો ખાલી બોલવાનું નક્કી જ કરવાનું. આ વાત બધી મારા જ્ઞાનમાં બધું જોઈ-તપાસીને બોલું છું.
રૂપાળા જગતને બગાડ્યું અહંકારે ! હવે તમને લાગે છે, અહંકાર ગયો એવું ? પ્રશ્નકર્તા : કોઈ વખત આવી જાય છે કે ‘હું ચંદુભાઈ છું'.
દાદાશ્રી : એ લાગે એવું કે આવી જાય છે પણ એ આવે જ નહીં કોઈ દહાડોય !
પ્રશ્નકર્તા : પણ આપણે સમાજમાં જે હોય, તે વખતે તો કહીએને, કે “હું ચંદુભાઈ છું’.
દાદાશ્રી : ના, ના, સમાજનું શું ? ધોલ મારે તોય અહંકાર ના આવે.
પ્રશ્નકર્તા : એ અહંકારને છૂટવું હોય તો એ વારે ઘડીએ વચ્ચે વચ્ચે ઊભો કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : એ ઊભો થતો જ નથી. અહંકાર કોને કહેવાય કે ‘હું ચંદુભાઈ છું અને આ અહંકાર જે દેખાય છે ને વારે ઘડીએ ઊભો થાય છે, એ તો નિર્જીવ અહંકાર છે. એને આપણે જોયા કરવાનું કે, કહેવું પડે ! એટલે આપણું વિજ્ઞાન છે, તે તદન સમજાય એવું છે.
બંધ કર્યું ચાર્જીગ પોઈન્ટ ! એટલે બેટરીના સેલ જેમ ડિસ્ચાર્જ થાયને, એ સેલ કંઈ જીવંત