________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
૪૧૫
૪૧૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
તિર્જીવ અહંકાર કરે સંસાર પાર ! પ્રશ્નકર્તા : અહંકાર વગર માણસ જીવી શકે ખરો ? દાદાશ્રી : અહંકાર વગર જીવી જ શકે નહીં ને માણસ. પ્રશ્નકર્તા : અહંકાર તો કર્મો કરાવે ને પછી.
દાદાશ્રી : પણ અહંકાર બે પ્રકારનાં હોય છે. એક નિર્જીવ અહંકાર હોય છે ને એક સજીવ અહંકાર હોય છે. તે આ નિર્જીવ અહંકારથી આ બધા (મહાત્માઓ) જીવી રહ્યા છે. આ જ્ઞાન પછી છે તે નિર્જીવ અહંકાર રહ્યો છે. અમે છે તે આખો જીવભાવ ખેંચી લીધો છે. આ ચંદુભાઈ એ મિશ્રચેતન હતું. એમાં જે જીવભાવ આખો પેસી ગયો’તો, બાકી આત્મા હતો તેની તે જ જગ્યાએ હતો. એ જીવભાવ અમે ખેંચી અને આત્મામાં સ્થિર કરી દીધો. એટલે હવે નિર્જીવ અહંકાર રહ્યો. તે કાર્ય બધું કરે પણ નવું ઉપાર્જન ના કરે. જે સજીવ અહંકાર છે, તે કાર્ય કરે ને નવું ઉપાર્જનેય કરે, બેઉ કરે.
પ્રશ્નકર્તા : આ અહંકાર કયો કહેવાય ? બીજા પ્રકારનો કહ્યો ને એ ?
દાદાશ્રી : એ કાર્ય કરે અને નવું ઉપાર્જન કરે, બેઉ કરે. નવું ચાર્જ કરે પાછો. એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ બેઉ થયાં કરે. નવાં કર્મ બંધાતાં જાય અને જૂનાં છૂટતાં જાય અને બંધ પડે એનો અર્થ જ નહીં ને ? આ તમને બંધ પડે નહીં, તમને સંવર રહે.
નિર્જીવ અહંકારમાં ત્રણ બટન કામ કરે, આશ્રવ થાય, નિર્જરા થાય, ને સંવર થાય અને સજીવ અહંકારમાં ત્રણ બટન કામ કરે, આશ્રવ થાય, નિર્જરા થાય ને બંધ થાય. પેલામાં બંધ ના થાય, એટલે ત્યાં સંવર રહે. સજીવ અહંકારમાં બંધ પડે.
અહંકાર, કર્તા-ભોક્તાપણાતો ! પ્રશ્નકર્તા : આપ બધું કહો કે ભઈ, અમારામાં અહંકાર નથી, અમને કંઈ જોઈતું નથી, તો એ પણ અહંકાર ના કહેવાય ?
દાદાશ્રી : અહંકાર કહેવાયને, પણ આ ડિસ્ચાર્જ થતો અહંકાર છે, તે બોલીએ તો પછી એ કર્મ છૂટું થઈ જાય, ભોગવાઈ જાય. આ ભોક્તાપણાનો અહંકાર છે. કર્તાપણાનો અહંકાર નથી રહ્યો. અમે ક્રોધમાન-માયા-લોભ બધું કાઢીએ છેને, તે કર્તાપણાનો કાઢી નાખીએ છીએ, ભોક્તાપણાનો રહેવા દઈએ છીએ.
પ્રશ્નકર્તા: એટલે કે આ કર્તાપણાનો અહંકાર ને ભોક્તાપણાનો અહંકાર શું છે, એ જરા ડિટેલમાં સમજાવોને !
દાદાશ્રી : આ ઉદયકર્મ એ બધો ભોક્તાપણાનો અહંકાર છે અને કર્મ એ કર્તાપણાનો અહંકાર છે. જ્યારે ફળ આપવા તૈયાર થાય એનું નામ ઉદયકર્મ અને કર્મ એ કર્મ, કર્મ એ કોઝિઝ (કારણ) કહેવાય અને ઉદયકર્મ એ ઇફેક્ટ (પરિણામ) કહેવાય.
એટલે કોઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિઝ ચાલ્યા કરે છે. જ્યાં સુધી કોઝિઝ બંધ ન થાય ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. એટલે કર્મ કરતો બંધ ના થાય, કર્તાપણું છૂટે નહીં ત્યાં સુધી આ સંસાર ચાલુ રહેશે. એ કર્તાપણાનો અહંકાર અમે તમારી પાસે લઈ લઈએ. અહંકારક્રોધ-માન-માયા-લોભ જે કર્તાપણામાં વિચરી રહ્યાં છે, એ અમે લઈ લઈએ અને ભોક્તાપણાનો તો ઇફેક્ટિવ છે એટલો તમારી પાસે રહેવા જ દેવો જોઈએ, નહીં તો આ શી રીતે શરીર ઉદયકર્મો ભોગવે ? ઊઠવા માટે અહંકાર જોઈએ, ચાલવા માટે પણ એ ભોક્તાપણાનો અહંકાર જોઈએ.
આ તમે કહ્યું, ‘દાદા, તમે જે બોલો છો એ બધું અહંકાર નથી ?” ત્યારે મેં કહ્યું, ‘અહંકાર છે પણ આ ભોક્તાપદનો અહંકાર, એટલે ફળ આપીને ચાલ્યો જશે.” એ ફળ આપવા માટે બંધાયેલો છે. કર્તાપદનો અહંકાર તો કર્મ ઊભાં થવા માટે છે.
દાદાનો નિર્જીવ ખટપટિયો અહંકાર ! પ્રશ્નકર્તા : દાદામાં થોડોક અહંકાર તો હોય ? દાદાશ્રી : એ આ પટેલમાં, જે ચાર ડિગ્રી ઓછી છેને, તે