________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
૪૧૩
૪૧૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
જાય કે અહંકાર નથી.
હવે અહંકાર ખસી ગયો. અહંકાર પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો. હવે પૌગલિક અહંકાર, જેને ડ્રામેટિક અહંકાર કહે છે, એ કાર્ય કર્યા જ કરે. અહંકાર સિવાય તો કાર્ય થાય એવું જ નથી. એ પૌલિક અહંકાર ! અહંકાર એ વન ઑફ ધી એવિડન્સ (પુરાવાઓમાંનો એક) છે. પણ કંઈ એવો કાયદો નથી કે જીવતો જ અહંકાર જોઈએ.
ત થાકે તિઅહંકારી ! પ્રશ્નકર્તા : એવું કહે છે, માણસને પ્રવૃત્તિમાં ચલાવનાર કોઈ મોટિવેટિવ ફોર્સ (ચાલક બળ) હોયને, એનું મૂળ શું ? એ અહંકાર જ હોય છે ને કે જે માણસને પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં ચલાવ્યા જ કરે
દાદાશ્રી : નાસી ના જાય. એવી રીતે હવે આ તમે ડ્રામેટિક રહ્યા છો. ડ્રામેટિકમાં શું રહ્યું ? ચંદુભાઈના નામનો ડ્રામા ભજવવાનો અને તમે શુદ્ધાત્મા છો. પેલો ભર્તુહરિના નામનો ડ્રામા ભજવે ને લક્ષ્મીચંદ છે એ. એટલે ભર્તુહરિ ‘જીવંત’ હોય નહીં, એ નિર્જીવ વસ્તુ છે. ભર્તુહરિ બોલે કે મારી નાખો, કાપી નાખો, તો એને ગુના લાગુ ના થાય. એ બોલે ખરું બધુંય, પણ કશોય ગુનો લાગુ ના થાય. આ તો બહુ ઊંચી શોધખોળ છે, જો સમજો તો અને નહીં સમજો તોય ફળ તો આપનારી જ છે !
પ્રશ્નકર્તા : અહંકાર જતો નથી રહેતો, ઠંડો પડી ગયો. જતો નથી રહ્યો એમ લાગે છે.
દાદાશ્રી : એમ નહીં, જીવંત અહંકાર જતો રહ્યો અને આ છે તે નાટકીય અહંકાર રહ્યો, ડ્રામેટિક અહંકાર. ‘હું ચંદુલાલ છું” એવું બોલે. આનો ભઈ થઉં, આનો મામો થઉં, એ બધું બોલે પણ નાટકીય, અંદરખાને જાણતો હોય કે ‘હું શુદ્ધાત્મા છું'. ત્યારે પેલો ભર્તુહરિ અંદરખાને જાણતો હોય કે ‘હું લક્ષ્મીચંદ છું'. આ ડ્રામેટિક અહંકાર કહેવાય. અહંકાર જો પૂરો જતો રહે તો કશું કામ જ ના થાય.
હવે જે અહંકાર રહ્યો તે મડદાલ રહ્યો, મડદાલ એટલે ડ્રામેટિક કહેવાય. તે ડ્રામામાં રાજ જતું રહે તો રડે, તેથી કંઈ સાચું રડતો હશે ? ના, એ જાણે કે “લક્ષ્મીચંદ છું', એ ભૂલી જાય છે ? અને અભિનય તો પૂરેપૂરો કરે જ. એવું આ ડ્રામામાં જ છે. ચંદુભાઈનો ડ્રામા તમારે રહ્યો છે તે ભજવવાનો છે. પાછું યથાર્થ અભિનય કરીને, રડવાની જગ્યાએ રડવું આવતું ના હોયને તો આપણે બાથરૂમમાં પાણી-બાણી ચોપડીને પછી બેસવાનું. અભિનય તો પૂરો કરવો જોઈએને ?
પ્રશ્નકર્તા : ડ્રામેટિક અહંકાર તો સંસારમાં રાખવો પડે ?
દાદાશ્રી : એ તો એની મેળે રહે જ, સ્વાભાવિક રીતે. કોઈ કાર્ય રામેટિક અહંકાર સિવાય થાય નહીં. વ્યવહારમાં બોલવું જ પડેને કે આ મેં કર્યું છે' એવું, પણ ‘મેં'માં ‘હું'પણું ના હોય. લોકોય સમજી
દાદાશ્રી : અહંકાર વગર ચાલુ જ છે ને ! આ આખો દહાડો, આ વિધિઓ કેટલા કલાક કરી મેં આજે, સવારથી તે અત્યાર સુધી.
પ્રશ્નકર્તા : પુષ્કળ.
દાદાશ્રી : સવારે નવથી બાર, અત્યારે છે તે ચાર વાગેથી આ વિધિઓ ચાલુ છે. તે નવ વાગ્યા સુધી ચાલુ રહે છે. એ અહંકાર વગર બધું થયા કરે છે. અહંકાર હતો ત્યારે નહોતું થતું. કારણ કે અહંકાર શું કરે ? ‘હું કરું છું’ કહે એટલે ભગવાનપણું ગયું. ભગવાન કોને કહેવાય ? ચંદુભાઈ કરે ને એ પોતે જુએ. જોનારો ભગવાન અને કરનારો ચંદુભાઈ.
પ્રશ્નકર્તા : એટલે ‘ઓક્ઝર્વેટરી’માં રહેનારો ભગવાન છે અને આ મોટર સ્ટીઅરીંગ વ્હીલ ઉપર બેઠેલો છે એ અહંકાર છે ?
દાદાશ્રી : એ અહંકાર છે, પણ તે અહંકાર છે એવું નક્કી નથી પાછું. નિર્અહંકારીય ગાડી ચલાવે, સારી ચલાવે પેલા અહંકારી કરતા. આ બધા અહંકારી અથાડે છે ને ?