________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
૪૧૧
૪૧૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : હું ‘દાદા ભગવાનનો મહાત્મા છું એ મનમાં થાય એ અહંકાર કહેવાય ?
દાદાશ્રી : ના, ના, એ (જીવતો) અહંકાર ના કહેવાય અને એ અહંકાર જતો અહંકાર છે, ડિસ્ચાર્જ થતો અહંકાર છે.
અહંકાર, પણ ડ્રામેટિક ! પ્રશ્નકર્તા : હુંપણાનો ભાવ કે મદદ કર્યાના ભાવ કે દિલની ઉદારતા ઘણી વખત આવી જાય છે. જરૂરિયાતવાળાને મદદે જવાથી આઈ ડીડ ઈટ (મેં કર્યું) એવો ભાવ તો ચોક્કસ આવી જાય છે.
દાદાશ્રી : હવે એ હુંપણાનો ભાવ ના બાંધે. કારણ કે આ હુંપણાનો ભાવ ડ્રામેટિક છે ને ! પહેલાં તો હું જ ચંદુભાઈ છું' એ જ હતું કે, હંડ્રેડ પરસેન્ટ. અને હવે એમાં આપણને તિરાડ પડી ગઈ, શંકા પડી ગઈ કે ખરેખર હું ચંદુભાઈ નથી, હું તો આ છું. એટલે આપણને કર્મ બંધાય નહીં. આ બધું તમે “આઈ ડીડ ઈટ’ બોલો કે તે બોલો, પણ તે વ્યવહારથી બોલવું પડે, છૂટકો જ ના થાય. એટલે મેં આ કર્યું, મેં કર્યું. આમ છે, તેમ છે’ બધું બોલવું પડે. અને તે એ કરવામાંય અહંકારની જરૂર છે, પણ તે નાટકીય અહંકાર હોય છે.
પ્રશ્નકર્તા : આ બધું નાટક જ છેને ?
દાદાશ્રી : નાટક, આ ડ્રામા (નાટક) જ છે. પણ ડ્રામાને સાચું માની બેઠો છે. આ મારી વાઇફ કાયમની જ છે અને હું એનો ધણી થવું કહે છે. અલ્યા મૂઆ, ડ્રામામાં ધણી ના હોય. ડ્રામામાં તું હસબંડ અને એ વાઇફ, ધણી નહીં અને તેય જ્યાં સુધી ડ્રામા ચાલે ત્યાં સુધી જ.
નાટકમાં મોટો ભર્તુહરિ રાજા હોય અને ‘ભિક્ષા દેને મૈયા પિંગળા' બોલતો હોય તે વખતે એમની સ્થિતિ જોઈ હોય તો એની આંખોમાં પાણી દેખાય, તે અભિનય કરે છે અને કેટલાક વિચારશીલ અને ડાહ્યા માણસો જોનારા હતા, તે એમના મનમાં એમ થયું કે ઓહોહો ! આ સ્ત્રીઓ આટલી બધી દગાખોર હોય, તો આ દુનિયામાં
રહેવા જેવું નથી.’ તે ૧૯૨૮માં ચાર જણ જતા રહેલા, તે હજુ પાછા નથી આવ્યા. ‘અલ્યા ભઈ, એમને અંદર જઈને પૂછ્યું હોત તો ખબર પડત કે ભર્તુહરિ તમને બહુ દુ:ખ થયું હતુંને ?” ત્યારે એ કહે, “હું તો લક્ષ્મીચંદ તરગાળો છું. આ તો મારે પાઠ ભજવવો પડે. અભિનય ના કરું તો મારો પગાર પૂરો ના આપે.”
પ્રશ્નકર્તા ઃ એવું જ ચાલે છે, અહીં આપણે આ પાઠ કરીએ પાછા ઊભા થઈને, બીજી જગ્યાએ બીજું કરીએ.
દાદાશ્રી : આ બધું પાઠ જ છેને ? પાઠમાં પાર્ટ (ભાગ) કોણ લે છે ને આપણે કોણ છીએ ?
પ્રશ્નકર્તા : એટલું યાદ રાખ્યા કરવું ?
દાદાશ્રી : ના, એ તો નાટકમાં પાર્ટ લેનારને લક્ષમાં હોય કે હું લક્ષ્મીચંદ છું.
પ્રશ્નકર્તા : એટલે એનું ભાન કન્ટીન્યુઅસ (સતત) હોવું જોઈએ?
દાદાશ્રી : એ કરતો હોય તો એના લક્ષમાં જ હોય ને એટલે ઇગોઇઝમ ઊભો ના થાયને. ઇગોઇઝમ ક્યારે ઊભો થાય કે ‘આ હું જ કરું છું તો જ. એટલે આપણાં મહાત્માઓને ‘હું શુદ્ધાત્મા છું અને આ વ્યવહાર ચાલ્યા કરે છે, એટલે ઇગોઇઝમ ઊડી ગયો. આ ડ્રામા જ કહેવાય. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાનીઓને માટે આ જગત ડામાં જ છે. અને અજ્ઞાનીઓને માટે તો હતું તેમ જ જગત છે.
તાટકતો રાજા ! પ્રશ્નકર્તા : એ નાટકના ટાઈમમાં તો અહંકાર હોય જ ને ?
દાદાશ્રી : ના, ના. આ નાટકમાં છે તો પોલીસવાળો આવે. તે એ વેશ ભજવે, તમારા જેવો જ, પણ એને અહંકાર ના હોય. નાટકમાં અહંકાર હોય ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : નાટક ભજવાતું હોય ત્યાં આગળ પોલીસવાળો ઊભો હોય, તો ગુનેગાર જે જોવા બેઠેલા હોય તો એ ગુનેગાર નાસતો નથી.