________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
૪૦૯
હોઈએ, પણ પાછું તો આવવું પડેને ? એવું આ પાછો ફરતો અહંકાર, જે મોક્ષે જાય છે, તે ઉતરતો અહંકાર, સમાઈ જતો અહંકાર અને પેલો ઉત્પાત કરતો અહંકાર.
પ્રશ્નકર્તા: એ અહંકાર ઉતરતો જાય, એમ સમતા ભાવ આવતો જાય ?
દાદાશ્રી : જેટલો જેટલો સમતા ભાવ થાય, એટલો એટલો ઉઘાડ ઉત્પન્ન થાય, એટલું એટલું અજવાળું દેખાતું જાય. અને સંપૂર્ણ સમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય. અહંકાર અંધારામાં છે. તે માર ખા ખા કર્યા કરે છે જાત જાતનો !
એક માણસ આપણા મહાત્માને માટે કહે છે, “આ ફલાણાભાઈ અહંકારી છે.' ત્યારે મેં કહ્યું, ‘એ પોતે અહંકારને જાણે છે એટલે અહંકારી નથી.’ હવે પેલા કહેનારને શું થાય ? એ તો જેવું દેખે એવું જ કહેને. અને હું તો દેખું એવું ના કહું, એનું શું કારણ ?
પ્રશ્નકર્તા : અહંકારને જાણનારો થયો, એટલે પોતાને અહંકાર નથી ? દાદાશ્રી : હા, એ આત્મા છે.
અહંકાર ઓગાળવાતું એસિડ ! પ્રશ્નકર્તા : આ (ચરણ) વિધિનું મહત્ત્વ જાણવું છે.
દાદાશ્રી : બહુ મોટું મહત્ત્વ. આનું મોટું મહત્ત્વ અહીં આગળ ! આ વિધિનો શો ગુણ છે ? આ વિધિ તો પગનો અંગૂઠો લઈને હું હલ કરું છું, આમ પગ ઊંચા લઈને ! ઊંચો લેવાય કે ના લેવાય?
પ્રશ્નકર્તા : લેવાય.
દાદાશ્રી : એટલે અમારી વિધિ હું જ કરતો’તો પહેલાં, પગ ઊંચો લઈને ! મહીં ભગવાન બેઠા છે, એને પહોંચવું તો જોઈએને ?
પ્રશ્નકર્તા : દાદા ભગવાનની વિધિ છેને એ તો ?
૪૧૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : હા, મારી નહીં. મહીં ભગવાન બેઠા છે. તારામાં બેઠા છે કે નહીં બેઠા ?
પ્રશ્નકર્તા : છે.
દાદાશ્રી : તારામાં અવ્યક્ત છે ને આ વ્યક્ત છે. અવ્યક્તને બીજા શબ્દોમાં કહીએ તો અનાવરણ વિધિ જોયેલી, સ્ટેચ્ય (પૂતળા)ની ? તે સ્ટેટુની અનાવરણ વિધિ કરે ત્યારે દેખાય મહીં કે ટોપી પહેરી છે કે પાઘડી પહેરી છે, ત્યારે ખબર પડે. અને આમાં નિરાવરણ વિધિ કરે ત્યારે થાય. પેલી અનાવરણ વિધિ અને આ નિરાવરણ વિધિ ! તે આ નિરાવરણ થાય આનાથી ! રહસ્ય તો ખરું ને આમાં ?
પ્રશ્નકર્તા : ઘણા લોકોને થાય કે દાદાજી આવું શું કામ કહે છે કે આવું નમન કરવાનું ને અહીં પગે વિધિ કરવાનું ?
દાદાશ્રી : ઈગોઈઝમ ઓગાળવાનું સાધન છે આ. અને મહીં ભગવાન પ્રગટ થયા છે ને, એ ભગવાનની શક્તિ ડિરેક્ટ (સીધી) પ્રાપ્ત થાય. જે માગું એ શક્તિ મળે. તમારે એક આંગળી પર દુનિયા ઝાલવી છે ? એક જ આંગળી પર ઊંચકી શકાય ! ઈન્ડિયન ફેલો (હિન્દુસ્તાનનો માણસ) એટલી બધી શક્તિ ધરાવે છે !
થોડી વાત સમજાય અહીં આગળ આવ્યા પછી ? જો ઈગોઈઝમ સંપૂર્ણ કાઢવો હોય તો અહીં આવજે. જ્યારે કાઢવો હોય ત્યારે, એટ એની ટાઈમ (ગમે ત્યારે). અહીં ચરણવિધિનો ઉદેશ એ છે કે મહીં આત્મા જુદો પડે ને આત્માની શક્તિ વધી જાય અને અહંકાર ઓગળે.
પ્રશ્નકર્તા : આ ચરણવિધિ જે બોલવાની થાય છે ને, જ્ઞાન લીધા પછી, એ કોણ બોલે છે ?
દાદાશ્રી : જેને છૂટવું હોય એ બોલે. બંધાયેલા હોય તે બોલે. પ્રશ્નકર્તા : હા, પણ એ કોણ છે ? એ કોણ બંધાયેલું છે ?
દાદાશ્રી : આ અહંકાર, પ્રતિષ્ઠિત આત્મા. શુદ્ધાત્મા તો બંધાયેલો છે જ નહીં ને ! જે બંધાયેલો હોય તે છૂટવા માટે બૂમો પાડે.