________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
એ છે જ, હકીકત છે જ.
અક્રમતી અતોખી સિદ્ધિ !
૪૦૭
ઇગોઇઝમ ઉડાડવાનો રસ્તો કોઈ જગ્યાએ વર્લ્ડમાંય નથીને ! પ્રશ્નકર્તા : બરોબર છે. આ તો એક કલાકમાં ઇગોઇઝમ જતો રહે, એ કોઈએ સાંભળ્યું જ નથીને !
દાદાશ્રી : હા, અને પછી દિવ્યચક્ષુ સાથે જ !! પ્રશ્નકર્તા : અને કોઈ માનવા તૈયાર નહીં થાય.
દાદાશ્રી : માનવા તૈયાર નહીં, માને જ નહીંને ! તેથીને, મારા કેટલાય ઓળખાણવાળા નથી માનતા, તેથી નથી પામતા.
પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન નથી લીધું એને એવું લાગે કે આ ‘હું શુદ્ધાત્મા છું’ બોલવું એ અહંકાર છે.
દાદાશ્રી : એને તો એવું જ લાગે. એ લોકોને સત્-અસત્નો વિવેક નથી હોતો. આપણને સત્-અસત્નો વિવેક હોય છે કે વ્યવહારથી અસત્ છું અને નિશ્ચયથી સત્ છું. આ દુનિયામાં કોઈને ખબર જ નથી આ, વ્યવહાર-નિશ્ચયનો ભેદ ! એટલે એ એમ જ માને કે વ્યવહારમાં હતો તેનો તે જ અત્યારે હું આ છું. એટલે એમને અહંકાર કહેવાય. અને એ પોતાનું જેવું માને એવું જ આપણને માને. એ જાણે કે હવે તમે શુદ્ધાત્માનો અહંકાર કરો છો !
આપણે સમજીએ કે આ જુદો અને હું શુદ્ધાત્મા છું, એવું આપણને શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું કે ‘હું ખરેખર આ જ છું'.
આપણા જ્ઞાન લીધેલાંઓને જ્ઞાન આપ્યું તે દહાડે અહંકાર કાઢી નાખ્યો. પણ આમને બિચારાંને સમજણ ના પડેને ? આપણા મહાત્માઓ બધાનો અહંકાર ગયેલો જ છે. જેમણે જ્ઞાન લીધેલું નહીંને, એટલે એમનો અહંકાર ના જાય અને એ ડિસ્ચાર્જ (નિર્જીવ) અહંકારને જ અહંકાર સમજે.
४०८
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પછી તથી કર્મ, હળુ કે ભારે !
અને આ તમારો અહંકાર આખોય ગયેલો છે, પણ તમને હજુ સમજ ના પડે. એવું છેને, અહીં તો પારસી ય ખરા. આર્તધ્યાનરૌદ્રધ્યાન બંધ થઈ ગયાં છે એમને.
એવું છેને, આ અમે (જ્ઞાન આપ્યા પછી) જે દશા કર્યા પછી છોડનારો રહેતો નથીને. મેં કહ્યું કે નવું ગ્રહણેય નહીં કરવાનું ને જૂનું છોડવાનું નહીં. જે છે એ એની મેળે છૂટી જવું જોઈએ, ખરી પડવું જોઈએ. હા, તે દશ-પંદર વર્ષ પછી ખરી જાય. જેટલા મહીં સંસ્કાર પડેલા છે, એ ઓગળી જાય એટલે પડી જાય. પોતાને અહંકાર રહ્યો નહીં, એટલે પછી શી રીતે કાઢે ? અહંકાર જ મેં લઈ લીધો હોય ત્યાં ? પ્રશ્નકર્તા : હળુકર્મી-ભારેકર્મીનો આ આત્મજ્ઞાન મળ્યા પછી તો પ્રશ્ન જ નથી રહેતોને, અકર્તાપદ મળ્યા પછી ?
દાદાશ્રી : ના, આપણે શુદ્ધાત્મા થયા. હળુકર્મી-ભારેકર્મી વિશેષણવાળા હોય તે ચંદુભાઈ, આપણે શું લેવાદેવા ? અને તે તો નિકાલી બાબત છે. એ નિકાલ થઈ જવાનો. જેને દુકાન મોટી હોય કે નાની, પણ નિકાલ કરવા માંડ્યો એટલે મોટીનોય નિકાલ થઈ જાય અને નાનીનોય નિકાલ થઈ જાય. નિકાલ કરવા માંડ્યો પછી ઊલટી
પાનની દુકાન ખાલી થતા વાર લાગે અને આ મોટી હોલસેલની દુકાન તો તરત ખાલી થઈ જાય, માટે કશો વાંધો નહીં. કારણ કે આપણે ત્યાં ગ્રહણીય બાબત નથી તેમ ત્યાગેય નથી. ત્યાગ અને ગ્રહણ એ અહંકારનાં લક્ષણ છે અને નિકાલ એ નિર્અહંકારનાં લક્ષણ છે. આપણે નિકાલ કરવાનો છે.
અહંકાર, મહાત્માઓતો !
પ્રશ્નકર્તા : અહંકાર હોય તો જ માણસ જ્ઞાનમાં કંઈક આગળ વધી શકેને?
દાદાશ્રી : ના, એ અહંકાર છે માટે નહીં. હવે આ અહંકાર છે, એ કેવો છે ? જેમ આપણે સત્સંગ માટે અહીંથી બોરીવલી ગયા