________________
(૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ
અહંકારેય પાછો કેવો ? નિર્જીવ અહંકાર, જીવતો નહીં. નિર્જીવ અહંકાર ડ્રામેટિક હોય. ડ્રામામાં ભતૃહિર અંદરખાને જાણતો હોય કે ‘હું લક્ષ્મીચંદ છું’, એવું હું અંદરખાને જાણું છું કે ‘હું તો દાદા ભગવાન જ છું' અને આ નિર્જીવ અહંકાર છે.
૪૧૭
એ નિર્જીવ અહંકાર શું કરે ? ખમીસ પહેરે, જોડા પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢી નખાવડાવે, ઉજળું પહેરાવડાવે, ખટપટો કરે. આવજો ચંદુભાઈ, તમને જ્ઞાન આપું, હું તમને સમજણ પાડીશ.' એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય ? શેના હારુ ? ભગવાન ‘આવજો’ બોલતા હશે ? એ તો વીતરાગ કહેવાય ! એ તો આવજો ને જજો કશું બોલે નહીં અને ‘હું તમને મોક્ષ આપીશ,' એમ કહેલુંને ? શા હારુ આ ખટપટ ? એટલે અમે ખટપટિયા વીતરાગ ! આવી ખટપટો કરીએ ને વીતરાગ દશામાં રહીએ. એટલે આ ચાર ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે, નિર્જીવ અહંકાર. એ ફરી સજીવન થાય નહીં. જે નાટકનો ભાગ છેને, ‘એ. એમ. પટેલ' નામનો પાઠ પૂરો થઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિ, અહંકાર એ કશાની જરૂર રહેતી જ નથી ?
દાદાશ્રી : અહંકાર ચાલ્યો જ જાય છે, ત્યાર પછી જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષ અહંકારને જ ડિસમિસ (બરતરફ) કરી દે છે. ત્યાર પછી આ જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યારે કહે, ‘હવે સંસાર ચલાવવા માટેનું શું ?” ત્યારે કહે, ‘તેનો એ નિર્જીવ અહંકાર રહે છે, જીવંત નહીં.' એ જીવંત અહંકારને ડિસમિસ કરી દેવામાં આવે છે. નિર્જીવ ઇગોઇઝમ ડિસ્ચાર્જ રૂપે હોય એટલે આ જ્ઞાન લીધા પછી તમારે નિર્જીવ અહંકાર રહ્યો છે. એટલે તમને હેરાન ના કરે. કામ કરે, ડ્રામેટિક. ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ (જગત સ્વયં નાટક છે) !
હવે તમારે મહીં આ જે કાર્યકારી રહ્યું, અહંકાર ને એ બધું, તે નિર્જીવ છે. એટલે અમે કહીએ છીએ કે ચાર્જ થતું નથી, ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.
૪૧૮
ખોટું.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : પણ એ નિર્જીવ માની લેવાનું ?
દાદાશ્રી : માની લેવાનું નહીં. આ જગતમાં માની લીધેલું બધુંય
પ્રશ્નકર્તા : જ્ઞાનીના સંપર્કમાં આવેલા માણસો હોય, એમનો અહંકાર તો વધતો જ જાય છે, એવું બને ને ?
દાદાશ્રી : ના, એ તો લાગે એવું. આ જ્ઞાન લીધા પછી એમને અહંકાર જ ના હોય. એમને જે અહંકાર હોયને, તે નિર્જીવ અહંકાર હોય અને જગતના જીવોને સજીવ અહંકાર હોય. અને એ ક્રોધ કરે કોઈની જોડે, તો એમને ઠપકો ના આપું. હું જાણું કે એ કર્તા નથી. આ છે એવું તારણ !
જ્યાં સુધી જીવતો ઇગોઇઝમ છે, ત્યાં સુધી આત્માનું લક્ષ બેસે નહીં. જ્યાં સુધી અહંકાર કેન્દ્ર છે, ત્યાં સુધી બીજાં બધાં લક્ષ બેસે. તમારો ફ્રેન્ડ કોઈ મરી ગયો હોય ને, તો તમે એક જ ફેરો સાંભળો કે એની સાથે લક્ષ બેસી જાય. પછી તમે ત્રણ વર્ષે એને ત્યાં ઘેર જાવ તો તમારા ફ્રેન્ડને ખોળો ખરા ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કારણ કે અહંકારના કેન્દ્રમાં લક્ષ બહુ સુંદર બેસી જાય બધાં જ. પણ અહંકારનાં કેન્દ્રથી શુદ્ધાત્માનું લક્ષ બેસે નહીં. કારણ કે જીવતો અહંકાર માર્યો જાય તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. આ એનું તારણ કાઢવું હોય તો તારણ શી રીતે નીકળે આનું ? તિઅહંકારીતો સંસાર સાહજિક !
પુરુષાર્થ કોને કહેવાય કે સ્વતંત્ર કરીએ તેને. પ્રશ્નકર્તા : પણ એવો તો સ્વતંત્ર હોતો જ નથીને ? દાદાશ્રી : તો પછી એ પુરુષાર્થ કહેવાય જ નહીંને ! પ્રશ્નકર્તા : સ્વતંત્રતાનો જે એરિયા (વિસ્તાર) છે એટલા ભાગમાં