________________
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
૪૦૩
૪/૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
વધારેમાં વધારે ત્રણ કે ચાર શિષ્ય પામે. શાસ્ત્રકારોએ બે કે ત્રણ જ કહ્યા છે, ચારેય નથી બોલ્યા. આ ‘અક્રમ’ તો અપવાદ છે. કો'ક ફેરો બને આવું.
ગો ટુ જ્ઞાતી ! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય તો આ ગુંડા લોકોની પાસે ગયા કે અહંકાર ખૂબ વધી જાય. જેવો સંગ તેવો રંગ લાગે.
અહંકાર જ આ કર્મ બાંધે છે અને અહંકારને કાઢી નાખે, એટલે કર્મ બંધાતાં અટકી ગયાં અને આપણો સંસાર અટકી ગયો. પણ જેની પાસે ઇગોઇઝમ છે ત્યાં આપણો ઇગોઇઝમ શી રીતે નીકળે ? એટલે મારી પાસે આવશો તો હું તમને ઇગોઇઝમ કાઢી આપીશ.
જ્ઞાતી સમર્પણે, અહમ્ શૂન્યતા ! પ્રશ્નકર્તા : આ અક્રમ માર્ગમાં, ઇગોઇઝમ જે છે એ જ્ઞાની પુરુષને સરેન્ડર (સમર્પણ) કરો તો જ ઇગોઇઝમ જાયને ?
દાદાશ્રી : એ તો સેકન્ડરી સ્ટેજ થયું. પણ જ્ઞાની પુરુષ જે પહેલાં થાય, એણે કોને સરેન્ડર કરવાનું ? જ્ઞાની પુરુષને જ્ઞાનથી આ ઇગોઇઝમ બધો ઊડી જાય. જ્ઞાન થતાંની સાથે જ ઈગોઈઝમ ઊડી જાય. અમારે બહુ ઇગોઇઝમ હતો. ૧૯૫૮ પહેલાં ઘણો ઇગોઇઝમ હતો પણ જ્ઞાન થતાંની સાથે જ ઇગોઇઝમ બધો સાફ થઈ ગયો.
હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઇગોઇઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.
લાખ અવતાર નાગા થાય તોય આ સંસારનો મોહ છૂટે એવો નથી. અહંકાર કોઈ દહાડો ઓગળે તેવો નથી. અહંકાર ફેંક્યર થાય એવો નથી, મમતા જાય એવી નથી અને માયા તો આથી ખસે જ નહીં. એક કેરી હોયને તોય રાત્રે સંતાડી રાખે, કહેશે, ‘સવારમાં ખાઈશ.’ જંગલમાં રહેતો હોય તોય માયા જોડે હોય ! એટલે આ તો આવો લિફટ માર્ગ નીકળ્યો છે ! તમારું પુણ્ય છે, તે અમે ભેગા થયા છીએ, સરળ માર્ગ છે ! એટલે ‘અહીં તમારું કામ કાઢી લો', એટલું કહી છૂટીએ.
ક્રમિક માર્ગમાં અહંકાર ઠેઠ સુધી ! બાકી ક્રમિક માર્ગમાં તો ધર્મ-અધર્મ બેઉ અહંકારે કરીને થાય છે. એ ધર્મ કરો કે અધર્મ કરો, બેઉ બ્રાંતિ જ કહેવાય. ધર્મ-અધર્મથી પર જવાનું, તો એ આત્મધર્મ. એનો તો છાંટોય ના હોયને ? આ તો આખો અહંકાર જ કપટભાવવાળો છે અને જે કરે છે, એ તો ક્રિયાઓ બધી બરોબર છે પણ એ અહંકારને વધારે છે.
જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય, એ વીતરાગી જ્ઞાન કહેવાય અને જે વર્તનથી, જે ક્રિયાથી, જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય એ ભગવાનની કહેલી આજ્ઞાપૂર્વકનું કહેવાય. એમ કરતાં કરતાં બધા અનુભવ ચાખી ચાખીને પછી આત્માનુભવ થાય. આ તો ઇગોઇઝમ વધી ગયો એ જ દુ:ખ છે. સહુ સાધન એ બંધન છે. સાધનોથી તો પુણ્ય બંધાય. અહંકાર વધે ને પુણ્ય બંધાય. પણ અહંકાર વધે એ ખોટ ગઈ. પાશેર હતો તે અચ્છેર (અડધો શેર) થયો, તે મરતાં સુધી સવાશેર થાય. બહુ ઝીણી વાત છે આ.
અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ ! પ્રશ્નકર્તા : અહંકાર તો જે વ્યક્તિનો હોય, એ જ વ્યક્તિ કાઢી શકેને? બીજું કોણ કાઢી શકે ?
દાદાશ્રી : બીજાનો અહંકાર લઈ લે એનું નામ વિરાટ પુરુષ કહેવાય.