________________
૪૦૨
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
૪૦૧ એની મહીં આ શુદ્ધ અહંકાર થયો તે એકાકાર થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ સ્વરૂપ જે એકાકાર થઈ જાય એમાંય પ્રેરણા વગર થઈ શકે ?
દાદાશ્રી : આ જે અહંકારની શુદ્ધિ થવી એ વ્યવહાર આત્માની શુદ્ધિ છે અને વ્યવહાર આત્મા શુદ્ધ થયો તો એ નિશ્ચય આત્મા જોડે એકાકાર થઈ જાય. એ નેચરલ લૉ (કુદરતનો કાયદો) છે, જે રિયલ આત્મા છે ને એ બે જોઈન્ટ થઈ (જોડાઈ) જાય, એકાકાર થઈ જાય.
પ્રશ્નકર્તા : એ આપોઆપ થાય કે પછી બીજી કોઈ પ્રેરણાથી થાય ?
દાદાશ્રી : આપોઆપ થાય, કોઈની પ્રેરણા-બ્રેરણાથી નહીં. એ નિયમથી જ થાય અને અમારી પાસે એને પહેલો શુદ્ધાત્મા કરીએ. પેલો અહંકાર શુદ્ધ કરતાં તો બહુ ટાઈમ લાગે. કરોડો અવતારેય ઠેકાણું નહીં પડે.
પ્રશ્નકર્તા : હા, તો એટલે જ આપની પાસે આવ્યા છીએ.
દાદાશ્રી : એટલે આ સીધો માર્ગ છે. ઝટપટ ઉકેલ લાવી નાખીએ. પોતે જે દશાને પામ્યા છે એ દશામાં તમને બેસાડી દે.
શુદ્ધિ અહંકારતી, અહંકારથી ! પ્રશ્નકર્તા : અમુક ધર્મોમાં આ સમર્પણવાળું જે બતાવે છે, કે હું સમર્પણ કરું છું, તો પછી હું અને સમર્પણ બે જુદા રહે છે એ અહંકારી સમર્પણ ખરુંને ?
દાદાશ્રી : અહંકારી સમર્પણ પણ કોણ કરે છે ? મારું કહેવાનું કે અહંકાર તો છે જ ને ? ક્રમિક વિજ્ઞાન શું કહે છે કે “અહંકારને શુદ્ધ કરો.” ત્યારે કહે, ‘શી રીતે શુદ્ધ કરીએ ?” આ બધા સંસારની મમતાથી શુદ્ધ કરો. પહેલો મમતાથી, પછી ક્રોધ-માન-માયા-લોભ આંતરિક દુશ્મનોથી શુદ્ધ કરો. અને જે અહંકારમાં અહંકાર-મમતા એ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) કોઈ ગુણ ના હોય, એ શુદ્ધ અહંકાર. એ (શુદ્ધ) અહંકારમાં ઇગોઇઝમ ના હોય.
પ્રશ્નકર્તા : શુદ્ધ અહંકારમાં અહંકાર ના હોય તો શું હોય ?
દાદાશ્રી : ઇગોઇઝમ ના હોય. ‘હું છું’ એટલું જ, ‘હું છું” એટલે પોતાના અસ્તિત્વનું ભાન છે એટલું જ. અને ઇગોઇઝમમાં તો હું આમ છું, તેમ છું, એ આરોપિત ભાવ હોય. ઇગોઇઝમ કોને કહેવાય ? ‘હું ચંદુભાઈ છું ને ફલાણો છું” એ આરોપિત ભાવને. અને પેલો તો શુદ્ધ અહંકાર. એ ક્રમિક માર્ગમાં આગળ જ્ઞાનીઓને અહંકાર શુદ્ધ થતો થતો ૮૦ ટકા શુદ્ધ થયો હોય તો ૨૦ ટકા અહંકાર હોય.
પ્રશ્નકર્તા: એ અહંકારનું શુદ્ધ થવું એ વ્યવસ્થિતને આધીન છેને ?
દાદાશ્રી : એ વ્યવસ્થિતને માનતો જ નથીને ! અહંકાર છે એટલે કર્તાપદ એને માને છે ને !
પ્રશ્નકર્તા : હા, પણ કર્તાપદેથી તો થાય એવું નથીને ? એટલે જ આ મોડું થતું હશેને ?
દાદાશ્રી : તેથી જ મોડું થાયને. એટલે બહુ મુશ્કેલી ! કર્તાપદ જેમ જેમ એને સમજાય કે આ ખરેખર કર્તા નથી, એટલો ભાગ છૂટ્યો ને જેટલો કર્તા છું, એટલો ભાગ આગળ રહ્યો હજુ. એટલે પાછો આટલો અમથો કર્તા, ‘હું ના કરું તો શી રીતે ચાલે ?” એટલું રહ્યા કરે.
પ્રશ્નકર્તા : પછી છેવટના સ્ટેજે અહંકાર નીકળી જાય ?
દાદાશ્રી : પછી એને જ્ઞાની મળી આવે. દરેક શાળાના પેલા શિષ્યો તૈયાર થાય તે પ્રમાણે એને માસ્તર મળી આવે છે, એવા આ જગતના નિયમ છે. બધા પદ્ધતિસરના, જે જે જરૂરિયાત છે તે બધી જરૂરિયાત પ્રમાણે મળી આવે. આ ‘અક્રમ’ તો જાણે અપવાદ છે. પેલી વ્યવહારિક વસ્તુ જુદી છે. ત્યાં તો એક જ્ઞાની પુરુષ થાય, ત્યારે