________________
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
૩૯૫
આમ ઓછો અહંકાર, અજ્ઞાતદશામાં !
પ્રશ્નકર્તા : જ્ઞાન ના લીધું હોય તો ઇગોઇઝમ કેવી રીતે ઓછો કરી શકાય ?
દાદાશ્રી : કોઈ અપમાન કરે એટલે ઈગોઈઝમ તૂટવા માંડે. ઈગોઈઝમ તૂટવો અને ઘસાવો એમાં બહુ ફેર. આ ઈગોઈઝમ તૂટે આમ. એટલે કોઈ અપમાન કરે તો ‘દાદા ભગવાન, એને શાંતિ આપો’ એવો ભાવ કરવો જોઈએ. પછી કોઈ જગ્યાએ દસ ડૉલર પડી ગયા તો ચિંતા નહીં કરવાની. “દાદા, તમને ગમ્યું એ ખરું', કહીએ. પછી ‘હું અક્કલવાળો છું' એવું ક્યારેય બોલવું નહીં. ‘હું અક્કલ વગરનો છું' એ ક્યારેય બોલવું નહીં. નહીં તો સાયકોલોજી ઇફેક્ટ થઈ જાય. ‘અક્કલવાળો છું’ બોલવાથી ઇગોઇઝમ વધતો જાય. એટલે આવા બધા પ્રયોગ કરે, સહન કરવાના અને બીજું, દાદા ભગવાનને ગમ્યું એ ખરું, એમ કહીને ચલાવીએ. એટલે ઇગોઇઝમ ઓછો થઈ જાય. તમને સમજાયું ? ટૂંકું ને ટચ છે, લાંબું નથી બહુ. આટલો થોડો પ્રયોગ કરશોને તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : પણ જ્યારે વખત આવે ત્યારે પ્રેક્ટિસમાં નથી આવતું. દાદાશ્રી : દાદા ભગવાનનું નામ દેશો એટલે થશે. એમ ને એમ તું સીધું કરવા જઈશ તો નહીં થાય. અમે આશીર્વાદ આપીએ. કોઈ ફેરો સામાને દુઃખ થાય એવું બોલાઈ જવાય, ન ઇચ્છા હોય તોય, તો તે ઘડીએ પસ્તાવો કરજે. અને પછી એવું કહેજે કે, ‘દાદા ભગવાન, એને શાંતિ આપજો.' ઇગોઇઝમની અસરેય થાય છે. અત્યારે ઇગોઇઝમ કાપી નાખેને તો કપાઈ જાય. પણ એની લીંક જતી નથી એ, મૂળિયું જતું નથી. પછી બાર મહિના, બે વર્ષ પછી ફરી ફૂટી નીકળે. આ વિજ્ઞાન સાયન્ટિફિક છે, એટલે યથાર્થ કામ કરનારું છે.
કોણ કાઢે અહંકારતે ?
પ્રશ્નકર્તા : આપણે બધા જાણીએ છીએ, જ્ઞાનીઓ કહે છે કે અહંકારનો કંટ્રોલ હોવો જોઈએ અથવા અહંકાર ન હોવો જોઈએ,
૩૯૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છતાં એ કેમ કંટ્રોલમાં આવતો નથી ?
દાદાશ્રી : તમારાથી અહંકાર કંટ્રોલમાં ના આવતો હોય તો મારી પાસે આવોને, તો બે કલાકમાં (એક કલાક જ્ઞાનવિધિ તથા એક કલાક પાંચ આજ્ઞાની સમજ) લાવી આપું. અહંકાર ને મમતા બેઉ, અહંકાર એકલો જ નહીં. એવું નથી બનતું એવું નથી, બને એવું હોય છે પણ લોકોને જડતું નથી. શું થાય છે ? અંતરાય કર્મને લઈને જડતું નથી. એક કલાકમાં જ, વધારે વારેય નહીં, સંપૂર્ણ અહંકાર લઈ લઈશું. પછી અહંકાર દેખાય તો મને કહેજો.
પ્રશ્નકર્તા : અત્યારે હમણાં ખાલી એક જ સમજ આપો કે અહંકારને અમે કેમ કંટ્રોલ કરી શકીએ ?
દાદાશ્રી : કંટ્રોલ નહીં, અહંકાર જ ચાલ્યો જાય એવું કરી આપીશું. અહંકાર ચાલ્યો જાય પછી ધંધો કરો, વાંધો નહીં પણ ચિંતા નહીં થાય અને ધર્મધ્યાનમાં રહેવાય. પાંચ લાખ અવતારનો માલ પડેલો હશે અગર તો બે લાખ અવતારનો માલ હશે તોય જોખમદારી બધી અમારી. એવું છે ને, અનંત અવતારે એ અહંકાર નીકળે એવો નથી. તેથી તો આ બધા અનંત અવતારથી ભટકે છેને ! એ તો જો જ્ઞાની પુરુષ મળ્યા અને તે સર્વ સિદ્ધિવાન હોય તો એક કલાકમાં બધું કાઢી આપે.
પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે બે આઇડેન્ટી (ઓળખ) જોઈએ, પ્રાપ્ત થનાર અને પ્રાપ્ત કરનાર, જો મોક્ષ મેળવવો એટલે આત્માને ઓળખવો, તો પ્રાપ્ત થનાર કોણ ? પ્રાપ્ત કરનાર કોણ ?
દાદાશ્રી : પ્રાપ્ત કરનાર જે બંધાયેલો છે ને, તે મોક્ષ ખોળે છે. બંધાયેલો છે તેને છૂટું થવું છે, તે જ મોક્ષ ખોળે છે. જે ડિપેન્ડન્ટ (પરતંત્ર) છે, તેને ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) થવું છે. મોક્ષનો અર્થ શું ? સનાતન સુખ. જેને આ કલ્પિત સુખ ગમતું નથી, તે સનાતન સુખ ખોળે છે, તે પ્રાપ્ત કરનાર.
પ્રશ્નકર્તા : હા, પણ એ કોણ ?