________________
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
૩૯૭
૩૯૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : અહંકાર. આત્મા તો પરમાત્મા છે. આ ઇગોઇઝમની મુક્તિ કરવાની છે. આત્મા તો મુક્ત જ છે. ઇગોઇઝમ અને મમતા બેની મુક્તિ કરવાની છે. પ્રાપ્ત થનાર કોણ ? પોતે પોતાને જ પ્રાપ્ત કરવાનો છે. અહંકાર જાય તો નિવેડો આવે, નહીં તો નિવેડો ના આવે. અહંકાર કેટલા વર્ષે જાય ?
પ્રશ્નકર્તા : એ તો એનું કંઈ કોષ્ટક નથી એવું. દાદાશ્રી : એમ ? કોષ્ટક નથી ? તમારે કેટલા વર્ષે કાઢવો છે?
અહંકાર જાતે કાઢી શકાય ? પ્રશ્નકર્તા: પણ અહંકાર તો પોતાને જ કાઢવો પડેને ? બીજા કેમનો કાઢી આપે ?
દાદાશ્રી : પોતે કાઢી શકે જ નહીં. બંધાયેલો માણસ પોતે પોતાની મેળે મુક્ત થઈ શકે નહીં. એને બીજાની મદદ લેવી પડે. જે ક્રોધ-માન-માયા-લોભથી અહંકાર બંધાયેલો છે, એ બીજાની હેલ્પ (મદદ) લે, ત્યાર પછી એ છૂટો થાય.
પ્રશ્નકર્તા : પણ બીજાની મદદ લે, એ સમજ સમજવા પૂરતી જ ને ?
દાદાશ્રી : ના, ખરેખર મદદ લેવાની, બધા બંધાયેલા ઊભા હોય આમ, એ બધા સામસામી કહે કે “ભઈ, તું મને મુક્ત કર.” ત્યારે પેલો કહેશે, “અલ્યા, હું જ બંધાયેલો છુંને !' એટલે કોઈ રસ્તામાં જતો હોય એમ ને એમ મુક્ત, એને કહીએ કે ‘ભઈ, બીજું કશું નહીં, પણ એક આંટો ફક્ત છોડી આપને.' એક આંટો છોડી આપે પછી ઉકલી જાય. પણ છોડાવનાર છૂટો હોવો જોઈએ, મુક્ત પુરુષ હોવો જોઈએ.
જાતે ‘હું કોણ છું’ એવું સમજાય નહીં. જો અહંકાર જતો રહે તો ‘હું કોણ છું’ એ સમજાય. પણ અહંકાર જતો રહ્યો નથી, એટલે ‘હું કોણ છું' એ શી રીતે સમજાય ? એટલે તમારો અહંકાર હોય અને તમારે ‘હું કોણ છું' એ જાણવું હોય તો જ્ઞાની પુરુષ પાસે જવું પડે.
તે જ્ઞાની પુરુષ અહંકારની હાજરીમાં ‘હું કોણ છું’ જણાવડાવે. ત્યાર પછી તમારો હિસાબ બેસી જાય.
જ્ઞાતી વિણ છોડાવે કોણ ? જ્ઞાની પુરુષ સિવાય દેહાધ્યાસ છૂટે જ નહીં. કોઈ માણસ એવો નથી કે જેનાથી દેહાધ્યાસ જાય. જ્ઞાની પુરુષ વીતરાગ હોય એ સ્વપરિણતિમાં જ નિરંતર રહે. એ દેહમાં રહેતા નહીં હોવાથી, મનમાં રહેતા નહીં હોવાથી, બુદ્ધિમાં રહેતા નહીં હોવાથી, અહંકારમાં રહેતા નહીં હોવાથી જ્ઞાની પુરુષ એકલા જ દેહાધ્યાસ છોડાવે. બીજો કોઈ દેહાધ્યાસ છોડાવી શકે નહીં. આખું જગત દેહાધ્યાસમાં જ પડેલું છે.
પ્રશ્નકર્તા : જ્ઞાની અહંકાર કેવી રીતે તોડી શકે ?
દાદાશ્રી : જ્ઞાની એ તો બધી બહુ રીતે અહંકાર તોડી નાખે. એ તો સપાટાબંધ તોડી નાખે. અમને ભેગો થાય, અમારો પરિચય થાયને એટલે અહંકાર તૂટતો જાય દહાડે દહાડે ! આ બધા (મહાત્માઓ)ને એક કલાકમાં કાઢી નાખેલો.
પ્રશ્નકર્તા : તે અમારો અહંકાર કાઢી નાખો.
દાદાશ્રી : હા, એ તો પણ તમારે એના માટે ભૂમિકા તૈયાર થવા માટે થોડો વખત અહીં આવ-જાવ કરવું પડે.
પ્રશ્નકર્તા : માનસિક દૃષ્ટિએ તમારી સાથે આવ-જા ચાલુ જ છે. દાદાશ્રી : એ ચાલુ છે પણ અહીં રૂબરૂ હાજર થવું પડે. પ્રશ્નકર્તા : એટલે જ આવ્યા છીએ. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો “આપ જે કરો છો', એ કંઈ નથી કરતા ? દાદાશ્રી : શેક્યો પાપડ ભાંગવાની શક્તિ અમારામાં નથી. પ્રશ્નકર્તા : એ કેવી રીતે કહેવાય ?