________________
(૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ
કે બધું કલ્યાણ થઈ ગયું.
ઇગોઇઝમને લઈને આ સંસાર ઊભો રહ્યો છે, બીજા દોષને લઈને નહીં. બંધન ઇગોઇઝમને લીધે છે આ. ઇગોઇઝમ કોઈ પણ રસ્તે નષ્ટ થાય તો મોક્ષ થાય.
પ્રશ્નકર્તા : અહંકારનો સંપૂર્ણ નાશ કરવાની રીત જણાવવા કૃપા
કરશો.
૩૯૩
દાદાશ્રી : આ દુનિયામાં કોઈ બુદ્ધિનો નાશ કરવા માંગતો હશે ખરો ? કોઈ ના માર્ગે ?
પ્રશ્નકર્તા : ઊલટું લોકો બુદ્ધિ વધે એવું માગે.
દાદાશ્રી : તો આ તો તમે બુદ્ધિનો નાશ માગો છો ને તો જ અહંકાર સંપૂર્ણ નાશ થાય.
જાય શું, એ જપ-તપથી ?
પ્રશ્નકર્તા : જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય ?
દાદાશ્રી : જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે. આમાં ભક્તિ અહંકાર નથી વધારતી, ભક્તિ તો અહંકારને ઘટાડે છે.
પ્રશ્નકર્તા ઃ ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે ?
દાદાશ્રી : ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય. પણ ‘એને’ ખરેખર ‘હું કોણ છું’ એનું ભાન થાય, એ જાણે એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય, એક્ઝેકટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઇફેક્ટિવ (અસરકારક) હોવું જોઈએ.
પ્રશ્નકર્તા ઃ આ કરીએ છીએ એ ઇગોઇઝમ છે, તો એ ઇગોઇઝમ આપણે છોડવો હોય તો એ બધું નહીં કરવાનું, એમ ? દાદાશ્રી : પણ આ કોણ બોલે છે ? આ ઇગોઇઝમ પોતે જ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બોલે છે કે, “મારે ઇગોઇઝમ છોડવો છે.' બોલો હવે, એ જાતે મરતો હશે ? જાતે ઝેર ખાય ? એટલે આ ઇગોઇઝમ પોતે બોલે છે કે મારે ઇગોઇઝમ છોડવો છે.' કેટલો બધો વિરોધાભાસ લાગે ?
૩૯૪
પ્રશ્નકર્તા ઃ તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં ?
દાદાશ્રી : અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીંને ! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ (સો ટકા) નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય.
પ્રશ્નકર્તા ઃ મારામાં અહંકાર નથી એમ કહેવું એ અહંકાર નથી ? દાદાશ્રી : એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો ? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે.
પ્રશ્નકર્તા : એ વસ્તુ બરાબર છે પણ અહંકારશૂન્ય બનવું કેવી રીતે, એ જ તકલીફ છે ?
દાદાશ્રી : એ બનવાનું તો, એ અહંકારશૂન્યની પાસે જાવ, ત્યાર પછી એનો રસ્તો જડે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં આવો ત્યારે અહંકારશૂન્ય થાય.
અહંકાર ઓગાળેલો હોયને તેમને કહીએ, ‘તમે અમને કંઈક હેલ્પ કરો.’ આપણે કહીએ તો એ હેલ્પ કરે. જેમ આપણે કોઈ એક જગ્યાએ ડૉક્ટરને કહીએ કે સાહેબ, આ મારી તબિયત આમ થઈ છે, મને હેલ્પ કરો.' એમાં પૈસા લેવાના હોય છે અને આમાં પૈસા ના હોય એટલો જ ફેર. આપણે કહીએ કે હેલ્પ કરો એટલે હેલ્પ કરે તરત જ. એટલે ઈગોઈઝમ સમાપ્ત કરવાનો માર્ગ ના હોય તો ઇગોઇઝમ ઉત્પન્ન જ ના થાય. આ જગતમાં જે જન્મે એનું મરણ હોય જ, પણ લોકોને રસ્તો જડતો નથી. હવે એ ઇગોઇઝમ તો ખાલી થાય, પણ ક્યાં આગળ થાય ? ત્યારે કહે, જેણે ઇગોઇઝમ ખાલી કરેલો હોય ત્યાં આપણે જઈએ કે ભાઈ, મારો ઇગોઇઝમ ખાલી થાય, એવી કંઈ કૃપા કરો તો એ થઈ જાય. બાકી જેની પાસે ઇગોઇઝમની સિલક જ હોય, તે આપણો ઇગોઇઝમ શી રીતે કાઢી આપે ?