________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૮૫
પ્રશ્નકર્તા: સાંભળ્યું છે.
દાદાશ્રી : જોયું નથી ? તે લજામણી અમે આમ જાત્રામાં જતા જતા જોઈ'તી. તે આમ હાથ અડાડીએને તો બધાં પાંદડા ચૂપ. આમ હાથ અડાડતાંની સાથે એટલી બધી લજવાઈ જાય. શરમ આવે એને. બધાં પાંદડા ગુપ્ત કરી નાખે. અને પછી હાથ આપણે છોડી દઈએ તો કશુંય નહીં. એનું નામ લજામણી પાડેલું. એવું બધા બહુ ઝાડ ને વેલા છે.
શીશુને કર્મ અડે ? પ્રશ્નકર્તા : નાના બાળકને કર્મો અડે નહીંને ?
દાદાશ્રી : જેટલો અહંકાર હોય એટલાં કર્મ અડે. “કરું છું એવું બોલે ત્યારથી કર્મ. સભાનપૂર્વક ‘હું કરું છું’ એવું બોલ્યા કરે, તેટલાં કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : આવડા નાના બાળકને આ ઉંમરમાં જે ડિસ્ચાર્જ કર્મ થતાં હોય તે એ કયા ભવનાં કર્મ હોય ?
દાદાશ્રી : બધાં ગયા અવતારનાં કર્મો ડિસ્ચાર્જ થયા કરે. અહંકાર સિવાય કર્મ ચાર્જ થાય નહીં. અહંકાર જ્યારે થયો કે ચાર્જ થયું, ત્યાં સુધી ડિસ્ચાર્જ જ થયા કરે.
પ્રશ્નકર્તા : માણસમાં અહંકાર કેવી રીતે આવી શકે છે ?
દાદાશ્રી : બે વરસનું છોકરું હોય ને ત્યારે બાપ કહેશે, ‘‘દાદાજીને જે જે કર”, પણ ખભો ચઢાવે, તે જે’ જે” કરે જ નહીં. પછી પેલા બાપે કંઈ બહુ કહે કહે કર્યું કે કંઈક આ આપીશ ને તે આપીશ ત્યારે આમ ઊંધું ફરીને જે જે કર્યું. કારણ કે ગયા અવતારમાં અહંકારથી મરી ગયેલા ને ફરી અહંકાર ઊભો થયો પાછો. સંસ્કાર છે ને, એના એ જ સંસ્કાર આવ્યા. સાપનાં બચ્ચાંને કંઈ ફેણ મારવાનું શીખવવું પડે ? આમ અડાડે કે તરત ફેણ માંડે. ક્યાંથી શીખ્યો ? પૂર્વના સંસ્કાર.
૩૮૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) બાળક નાનું હોય તેને કશું થતું નથી, તોય રડે છે. એની મા પાસે જવાય એવું ના હોય તો એ રડે છે. કારણ કે અહંકાર નથી એની પાસે, શી રીતે જાય ? એ બાળકોમાં જે અહંકાર છે એ તો પૂર્વ નિમિત્તનો છે, કાર્યકારી નથી. અહંકાર મોટો થતો જાય અને કરવાની શક્તિ ઊભી થઈ કે “આ મેં કહ્યું” એમ કહે છે, એવું માને છે ત્યારથી અહંકાર ઊભો થઈ ગયો. કંઈ પણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, દશ વરસનું થયું, નવ વરસનું થયું કે આઠ વરસનું ત્યારથી વધી વધીને મોટાં ઝાડ જેવો થઈ જાય.
આ માણસો તો અહંકાર કરે છે એટલું જ. બાકી અહંકાર ના કરે તો તો બધું બાળકનાં જેવું જ જીવન છે. અત્યારે અમારો અહંકાર જતો રહ્યો છે, તો બાળક જેવા જ લાગીએ છીએને ! તમારો અહંકાર જતો રહે તો તમે બાળક જેવા લાગો.
આ જ્ઞાન પછી તમારો મૂળ અહંકાર તો જતો રહ્યો છે. પણ દુનિયાને દેખાવાનો (ડિસ્ચાર્જ) અહંકાર રહ્યો છે ને તમારે કર્મ બંધાતાં હતાં (ચાર્જ) તે અહંકાર ગયો. કારણ કે કર્તાપદનું ભાન નથી એટલે એ અહંકાર ગયો.