________________
(૧) અહંકારનું સ્વરૂપ
પ્રશ્નકર્તા : તો તો બધા જ કાઢીને આવેને ? એ નીકળી ગયો હોય તો આવીએ જ શું કામ ?
૩૮૩
દાદાશ્રી : એ વાત ખરી. એ આપણાથી નીકળતો હોય તો અહીંયાં આવવાની જરૂર શું તે ? વાત તો ખરી જ ને પણ. એનું મૂળભૂત કોઝ એવું છે કે તમે જે છો એ જાણતા નહીં હોવાથી, જ્યાં તમે નથી ત્યાં આગળ તમે આરોપણ કરો છો કે હું જ આ છું. સર્જત અહંકારતું, વિસર્જત કુદરતનું ! પ્રશ્નકર્તા : ‘અહંકાર કર્મ બાંધે છે ને કુદરત તેને છોડે છે’ આ
સમજાવો.
દાદાશ્રી : કર્મ પુદ્ગલેય નથી કરતું અને આત્માય નથી કરતો. જો પુદ્ગલ કર્મ કરતું હોય તો આ જ્ઞાની પુરુષનુંય પુદ્ગલ કર્મ કરી શકે અને આત્મા કર્મ કરતો હોય તો એમનામાં આત્માય છે, કર્મ એ નથી કરતો. કર્મ અહંકાર કરે છે. અહંકાર ગયો એટલે કર્મનો કર્તા ગયો એટલે કર્મ ગયાં. કર્મ બાંધ્યા પછી કુદરત, ‘વ્યવસ્થિત શક્તિ’ એને છોડાવે છે. તું ખાઉં ખરો પણ વિસર્જન ? વિસર્જન વ્યવસ્થિતના હાથમાં છે. તેં ખરાબ ખાધું તો છેવટે મરડો કરીનેય પણ કાઢવું જ પડેને, વ્યવસ્થિતને તો, છૂટકો છે ?
પ્રશ્નકર્તા ઃ કુદરત ક્યારેય પણ પરફેક્ટ નથી, ઇમ્પરફેક્ટ (અપરિપૂર્ણ) છે એવું કહેવામાં આવે છે.
દાદાશ્રી : કુદરત પરફેક્ટ છે, માટે નિરંતર ચેન્જ થયા કરે છે. જો ઇમ્પરફેક્ટ હોયને તો ચેન્જ ના થાય. જીવમાત્રને શાંતિ રાખવા માટે અને એમને ડેવલપ્ડ કરવા માટે નેચર નિરંતર ચેન્જ થયા જ કરે છે. નેચર જો સહેજ અટકેને તો એ નેચર ડેવલપ નથી. એ સહેજે અટકી નથી, સહેજ અટકશે નહીં, એનું નિરંતર પરિવર્તન થયા કરે. નેચર તો એટલી બધી પરફેક્ટ છે કે આફ્રિકાના જંગલમાં બધે ધોધમાર વરસાદ પડતો હોય અને ઈન્ડિયામાંય વરસાદ પડવાનો, પણ ત્રીજી સાલ દુકાળ પડ્યા વગર રહે નહીં. કારણ કે જ્યાં ઈગોઇઝમવાળા લોક
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છે ત્યાં આગળ નેચર એનો કંટ્રોલ એવી રીતે રાખે છે કે આ લોકોને દશ વર્ષ જો કદી વરસાદ ખૂબ પડેને, સરસ પાક થાય તો તો છરા લઈને મારી નાખે લોકોને. એટલે કુદરત આમને ઠેકાણે જ રાખે છે. ઈંગોઇઝમવાળાને માર ઠોકાઠોક કરીને ઠેકાણે જ રાખે છે અને જે લોકોને ઇગોઇઝમ લાંબું નથી ને ડેવલપ્ડ થયું નથી એ આફ્રિકામાં ઢગલેબંધ વરસાદ પડે છે. એટલે આ કુદરત પરફેક્ટ છે. કુદરત ભગવાનનું જ કામ કરી રહી છે. પણ એ કુદરતને આપણે કર્તા રાખતા નથી, પણ ઇગોઇઝમ કરી નાખીએ છીએ. ઇગોઇઝમ વચ્ચે ના હોય તો કુદરત બહુ સુંદર છે, અહંકારનો વાંધો છે. પરપોટો રચતાર કોણ ?
૩૮૪
કઈ જાતની પ્રકૃતિ ના હોય ? પ્રકૃતિ જાતજાતની હોય. ધોધ પડે ત્યારે પરપોટા કોણ બનાવતું હશે ? કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, તે પ્રકૃતિ બંધાય પછી. તે કેટલાક મોટા થઈને અહીં ને અહીં ફૂટી જાય, કેટલાક ક્યાંય સુધી ચાલે એવી રીતે પ્રકૃતિ બધી બંધાય છે.
બધા જીવોમાં માણસ જાત એકલી જ એવી છે કે અહંકારનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી જ આ જગત ગૂંચાયેલું છે. સહજભાવ હોત બધા જાનવરોની પેઠે, દેવોની પેઠે, તો તો આ મોક્ષ તરફ ચાલ્યા જ કરે. પણ અહંકારનો ઉપયોગ કરેને, પછી તિર્યંચગતિ થાય. ગધેડા, કૂતરા કોણ થાય ? નહીં તો ગધેડાવાળા માટી શેનાથી ઉપાડે ? એટલે ગધેડાં, કૂતરાં, ગાયો, બધાં જગતની સેવા કર્યા કરે છે પછી. લજામણીમાંય અહંકાર !
અહંકાર વગર તો જીવે જ નહીં. દેવોમાં અહંકાર, બધે અહંકાર, અહંકાર ના હોય તો પરમાત્મા કહેવાત. પાડા ને ગધેડામાંય બહુ અહંકાર હોય. પેલી લજામણી હોય છેને, તેના છોડને આમ હાથ અડાડીએ તો પાંદડા બધા ખેંચી લે. આમ ખાલી હાથ જ અડાડવાથી. લજામણી જોઈ છે ?