________________
ટોપ ૉલીટીના અહંકારી ગુણો કહેવાય.
ફેન્ડ સર્કલ તેમને પહેલેથી જ ‘સુપર હ્યુમન' કહેતા. બાબો ને બેબી મરી ગયા, તો ફ્રેન્ડ સર્કલને હોટલમાં લઈ જઈને પેંડા ખવડાવ્યા.
જ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવથી અપ્રતિબદ્ધ હોય ! છતાં ‘ચા'થી પંચાવન વર્ષોથી બંધાયેલા ! જ્ઞાન થયા પછી તો, ન રહ્યો અહંકાર, પછી શી રીતે છોડે ? છતાંય એનું ક્યારેય ઉપરાણું ન હતું લીધું ને રાહ જોઈ, એને ખરી પડવાના સંયોગની !
જ્ઞાની ને બાળક બેઉ સરખા, જ્ઞાનીને આથમતો સૂર્ય હોય ને બાળકને ઊગતો સૂર્ય હોય. બાળકનો અહંકાર જાગૃત થવાનો બાકી છે ને જ્ઞાની અહંકાર શૂન્ય થઈ ગયો હોય !!!
(૫.૭) વિજ્ઞાન, અહંકારતા જન્મતું ! આવાગમન કોને થાય છે ? દેહને કે આત્માને ? આત્મા મોક્ષસ્વરૂપ જ છે, સિદ્ધસમ જ છે. ત્રિકાળ અબાધિત મુક્ત જ છે. દેહ તો પડ્યો કે થયો વિલીન પંચમહાભૂતમાં. માટે નથી આવાગમન દેહનું કે આત્માનું, આવાગમન તો છે અહંકારનું ! અહંકારનો આધાર ખસ્યો કે, આવાગમન અટક્યું.
અહંકાર આવ્યો કોને ? અજ્ઞાનને. અજ્ઞાન કોનું ? આત્મા એટલે જ્ઞાનસ્વરૂપ અને અહંકાર એટલે અજ્ઞાનસ્વરૂપ ! મૂળમાં છે અજ્ઞાનતા.
અજ્ઞાનતાથી કાલ્પનિક જગત દશ્યમાન થયું. કલ્પના કોની ? અહંકારની.
અહંકારનું સ્વરૂપ કેવું ? વિનાશી. અહંકાર આવ્યો ક્યાંથી ? ક્યાંયથી એ આવતો નથી, એ તો ઉત્પન્ન થાય છે, જડ અને ચેતનના સંયોગથી.
અજ્ઞાનનું પ્રેરણાબળ કોણ ? સંયોગોથી અજ્ઞાન ઊભું થાય છે ને સંયોગથી જ્ઞાન પણ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે
સૂક્ષ્મતમ આત્મા સ્થૂળ ક્રિયાઓ કઈ રીતે કરી શકે ? પાણીની વરાળ થવામાં સૂર્ય કે કિરણોનું કર્તાપણું પૃથ્વી પર કેટલું ? ખરેખર ક્રિયાવર્તી શક્તિ જ છે પુદ્ગલની.
પ્રતિષ્ઠિત આત્માનો પ્રતિષ્ઠક કોણ ? અહંકાર, અહંકાર એ જ પ્રતિષ્ઠિત આત્મા ! એનો એ જ પ્રતિષ્ઠિત. ખડો કરે છે બીજો પ્રતિષ્ઠિત, આ ‘હું છું ને આ ‘મેં કર્યું પ્રતિષ્ઠા કરીને. અક્રમજ્ઞાન પ્રાપ્તિ પછી, પ્રતિષ્ઠક ઊડી જાય છે, એટલે નવી પ્રતિષ્ઠા બંધ ને જૂની રહી માત્ર નિકાલી. પછી રહ્યો માત્ર મડદાલ અહંકાર. વર્તે સહજભાવે માત્ર પડઘા સ્વરૂપે.
સર્વપ્રથમ અહંકાર પ્રતિષ્ઠિત ક્યાંથી થયો ? નથી ત્યાં પહેલો કે બીજો, ‘ગોળ’નું મૂળ કે અંત હોય ?
જડમાં મમત્વ પૂરાણું કે થયું સંકલ્પ ચેતન ! અહંકાર નીકળી જાય એટલે ચેતનભાગ ખસી જાય, પછી રહે પાવર પૂરેલી ત્રણ બેટરીઓ, મનવચન-કાયા તણી.
આ ‘હું ચંદુ છું' એ જ અહંકાર. ચેતનના પ્રકાશથી ચૈતન્યભાવને પામેલો. એમાં ચેતન નથી જરાય, એ છે પૌગલિક વસ્તુ.
સૌરશક્તિથી અનેક મશીનો ચાલે, તેમાં સૂર્યની શક્તિ કેટલી લેવાય ? એમાં એનું કર્તાપણું કેટલું ?
બંધન છે પોતે પોતાના અજ્ઞાનથી. એ છૂટે સ્વરૂપજ્ઞાનથી. આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે, પણ તેનું ભાન થાય તો.
અજ્ઞાની કોણ ? જ્ઞાની કોણ ? જે અજ્ઞાની છે તે જ જ્ઞાની બને છે. આત્મા તો કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. ‘હું ને મારું' જે કહે છે તે અજ્ઞાની. પાવર ઊંધો પૂરાય તે અજ્ઞાન, પાવર સવળો પૂરાય તે જ્ઞાન. ઊંધો પાવર પૂરાય છે કોને ? અહંકારને.
અહંકાર જાય, જ્ઞાન પ્રગટ થાય પછી પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય છે. પ્રજ્ઞા એ આત્માની ડિરેક્ટ શક્તિ છે, જે નિરંતર મોક્ષ ભણી જ ખેંચ્યા
તમામ જ્ઞાનીઓએ, તીર્થંકરોએ આત્માને અક્રિય કહ્યો. જ્યારે આત્મા અક્રિય દેખાશે, ત્યારે થશે એ ભગવાન ! આત્મજ્ઞાનીને આત્માની અક્રિયતાની, પ્રતીતિ હોય જ.
મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ નિરંતર ડિસ્ચાર્જ થયા કરે છે ને નિરંતર ચાર્જ થયા કરે છે. ચાર્જ કરનારો છે અહંકાર.
42