________________
કહેવાય. ગાંડો અહંકાર સવળાને અવળું દેખાડે, સામાના દોષ દેખાડે ને પોતાને સાચો ઠરાવે.
દુનિયા જીતવાની નથી, ઘરની પાંચ-સાત ફાઈલો જીતવાની છે.
અહંકાર જાય પછી કદરૂપોમ રૂપાળો દેખાય, આકર્ષણ થાય. અહંકારી રૂપાળો હોય, તોય કદરૂપો દેખાય.
અહંકાર તો ઘરમાંય ગાંડું કાઢે.
વધારે અહંકારી કોણ ? જેણે માન ના દીઠું હોય ને પછી માન મળે તે. જેણે માન જોયું ને તેને માન મળે તો અહંકારી ના હોય, એ ખાનદાન હોય.
દાદા તો નમ્ર, વિનમ્રના શિરોમણિ પુરૂષ ! કોઈ તેમને ખોટા કહે, તોય તરત જ શિરે ચઢાવે.
અહંકાર નથી, તે થઈ ગયો ભગવાન ! અહંકારને ઓગાળવો કઈ રીતે ? શુદ્ધ ઉપયોગથી અહંકાર ઓગળે.
જેટલો અહંકાર ઓછો, એટલો આત્મવિશ્વાસ વધારે. અહંકારીને આત્મવિશ્વાસ બહુ ઓછો હોય. વાણીની ટેપરેકર્ડ ઉતારી કોણે ? ગયા અવતારના અહંકારે.
પોતે અક્કલ વગરનો હોય, તે સામાને અક્કલ વગરનો કહે.
અહંકારની ઈઢોણી ઉપર, મૂકાયો છેઆ અક્કલનો કોથળો ! વેચવા જાય તો, ચાર આના ય કોઈ ના આપે.
‘હું કંઈક છું’ એ બિમારીના સિસ્ટમ્સ શાં ? પોતાનું ધાર્યું કરાવવું. ધાર્યું થાય એટલે માનની મીઠાશ વર્તે.
ક્યાં સુધી પતિ-પત્ની વચ્ચે લઠ્ઠમબાજી ? વચ્ચે વિષય રહ્યો છે ત્યાં સુધી. પૌગલિક સુખો પાછાં ‘રિપે’ કરવાં પડશે અને ‘રિપે’ કરતી વખતે દુ:ખ આપતું જાય.
એકલો બેઠો બેઠો પત્તાં રમે. શા માટે ? ટાઈમ પાસ કરવા. અલ્યા, ટાઈમ પાસ કરે છે કે તું પાસ થઈ રહ્યો છે ?
ધંધામાં અહંકાર મર્યાદિત ખપે. ધંધામાં અહંકાર વધારે, તેને ધંધો ચાલે નહીં.
કોઈ આપણી પાસે કંઈ માગે તો ? માગનારો આપણને અહંકાર વેચવા આવ્યો છે. અલ્યા, સ્કોપ ગુમાવીશ નહીં. માગે તે આપીને, ખરીદી લે એનો અહંકાર. દાદાશ્રી કહે, અમારી પાસે જ્ઞાનીપદનો આટલો બધો સામાન ક્યાંથી આવ્યો ? નાનપણથી લોકોનો અહંકાર ખરીદતા આવેલા તેથી.
અહંકાર ત્યાં અસહજતા, નિર્અહંકાર ત્યાં સહજતા. સેવામાંય અહંકાર હોય, અહંકાર વિનાની સેવાની વાત જ ઓર.
જ્યાં કષાય સહિતની પ્રરૂપણા છે, તેનો ઉપદેશ સાંભળવા ના રહેવાય. સંતો ને ગુરુને છંછેડીએ ને ફેણ માંડે, તો ત્યાંથી ખસી જવું.
લૌકિકમાં સંતો, ભક્તો, યોગીઓને જ્ઞાની કહે. ભગવાનની ભાષામાં જ્ઞાની એટલે ? જેના ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણ ગયા છે તે, નિર્અહંકારી થઈ ગયા છે તે.
એવા જ્ઞાનીને કણ ભગવાને શું કહ્યું ? જ્ઞાની એ જ મારો આત્મા છે, જ્ઞાની અને સૌથી પ્રિય છે. ‘હે અર્જુન ! મારામાં ને જ્ઞાનીમાં, તું ભેદ ના ગણીશ.' શ્રીકૃષ્ણ પોતાની સમકક્ષામાં જ સીટ આપી જ્ઞાનીને.
દાદાશ્રીને જ્ઞાન થયું એટલે શું થયું ? અહંકાર સંપૂર્ણ જતો રહ્યો.
અજ્ઞાન દશામાં પોતાના અહંકારનું વર્ણન કરતાં પૂજ્ય દાદાશ્રી કહે છે, “આખા ગુજરાતમાં કોઈનો અહંકાર ના હોય એવો અહંકાર અમારા મોટાભાઈમાં હતો.” અને એ મને કહેતા, ‘તારામાં બહુ અહંકાર છે.’ પૂછયું, ‘કેવી રીતે ?” ત્યારે તેમણે કહ્યું, ‘તારામાં છુપો અહંકાર છે અને મેં તપાસ કરી ત્યારે એ જડ્યો, એ અહંકાર બહુ કે, સહન ના થાય ! ‘અંબાલાલભાઈ’ને બદલે ભૂલથી, ઉતાવળમાં, કોઈ મને ‘અંબાલાલ’ કહે, તો આખી રાત ઊંઘ ના આવે !!!
અહંકાર બહુ એટલે માની બહુ, તેથી લોભ ને કપટ, મમતા નામેય નહીં. નાનપણથી કોઈ ગુરુને ગાંઠ્યા નહીં, કોઈની કંઠી બંધાવી નહીં.
પહેલેથી જ મિત્રોને તે કહેતા, ‘જેને કંઈ પણ અડચણ હોય તો અડધી રાતે મારી પાસે આવજો, ને મારા માટે કદીય વિચારશો નહીં, કે આ કંઈ માગશે ! આ બે હાથ કાળા માથાના માનવી આગળ ક્યારેય લાંબા નહીં થાય !' કોઈને ત્યાંથી થાપણ પાછી લેવા જાય ને તેને મુશ્કેલીમાં જુએ તો, પોતે ઉપરથી બીજી રકમ આપીને આવે ! આ બધા