________________
પુરુષને તો તું જો, કેવા બાળક જેવા છે !
(૫.૫) અહંકારતો ભોગવટો
પુણ્ય ને પાપનો કોણ કરનાર ? સ્વર્ગમાં ને નર્કમાં કોણ જાય છે ? અહંકાર.
સુખ-દુઃખ કોને થાય છે ? અહંકારને. શાતા વેદનીય ને અશાતા વેદનીયને ભોગવનાર કોણ ? અહંકાર.
રંડાપો ને મંડાપો કોને ? અહંકારને.
વિષયો કોણ ભોગવે છે ? ઈન્દ્રિયો. ને ‘અહંકાર’ ખાલી અહંકાર કરે છે, કે મેં ભોગવ્યું. વિષયો સ્થૂળ છે ને અહંકાર સૂક્ષ્મ છે. સ્થૂળ, સૂક્ષ્મને કઈ રીતે ભોગવી શકે ?
અહંકાર શું કરે ? આખો દહાડો ભૂખ્યો રહે, પણ જમવાનું પૂછે તો કહે, જમીને આવ્યો છું.
‘હું’-‘તું’ના ભેદ કોણ કરાવે ? અહંકાર.
આનંદ છે પ્રજ્ઞાનો, પણ ભોગવે અહંકાર. મનની મસ્તી ધીમે ધીમે ઉતરતી જાય ને પ્રજ્ઞાનો આનંદ વધતો જ જાય. જ્ઞાનીની હાજરીમાં આત્માનો આનંદ થાય.
જ્ઞાનીની વાણી આવરણો ભેદી આત્માને સ્પર્શી જાય.
ભગવાન મહાવીરે પણ કાનમાંથી બરું ખેંચ્યાં ત્યારે ચીસ પાડેલી ને અશ્રુ વહેલાં, અહંકાર નહીં તેથી. અહંકારીઓ તો અહંકારે કરીને ચીસ ના પાડે, આખા બાળી મૂકે તોય, જેમ લામાઓ જીવતા બળી મરે છે ને ! જ્ઞાની વેઠે, તે ‘હું ન્હોય' એમ વર્તે.
ભય અહંકારને લીધે છે, નિર્અહંકારી તો નિર્ભય હોય.
જેમ લોહચુંબકથી ટાંકણી ખેંચાય, તેમ રાગથી આકર્ષણ, ખેંચાણ થાય. આકર્ષણ-વિકર્ષણ એ પરમાણુઓના ચુંબકત્વને આધીન છે. ત્યારે અજ્ઞાન દશામાં પોતે માને છે, કે મને રાગ થાય છે, મને દ્વેષ થાય છે. એમાં આત્માને કશું લેવાદેવા નથી.
કષાયોને કોનો આધાર છે ? અહંકારનો. રાગ-દ્વેષ કોને થાય છે ?
અહંકારને.
37
હોય.
દયા એ અહંકારી ગુણ છે. નિર્અહંકારીને દયા ન હોય, કરુણા
આત્માની કલ્પશક્તિને કારણે વિકલ્પ ઊભો થયો. ‘હું આત્મા છું’ ને બદલે, ‘હું ચંદુ છું’ એ વિકલ્પ. ‘આ દેહ મારો છે’ એ સંકલ્પ. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિર્વિકલ્પ.
અહંકાર વિના કશું જ ત્યાગ ન કરી શકાય. ગ્રહણ-ત્યાગ ખડાં છે, અહંકારના પાયા પર. અક્રમમાં અહંકાર પહેલો ઊડે છે, એટલે ત્યાગ કરનારો રહ્યો જ નહીં ને ! અક્રમમાં ત્યાગાત્યાગ સંભવતાં નથી.
જીવો બચાવવા તેય અહંકાર છે, જીવો મારી નાખવા તેય અહંકાર છે. પહેલો પોઝિટિવ ને બીજો નેગેટિવ અહંકાર છે. નિર્અહંકારી જ્ઞાનીને ‘હું મારુ છું, હું બચાઉં છું' એવું હોય જ નહીં, તેથી જ્ઞાની પુણ્ય-પાપથી
પર છે.
સંયમ એ તો કષાય જાય તેનું પરિણામ છે. સંયમમાં અહંકાર ના હોય. કષાયોના સંયમને સંયમ કહેવાય, વિષયોના નહીં.
લૌકિક ઉપવાસ અહંકારથી થાય, શુદ્ધ ઉપયોગપૂર્વકનો ઉપવાસ, આખી જિંદગીમાં એક જ બસ છે. આત્મા ખાતો નથી, પીતો નથી, તેને ઉપવાસ જોડે શી લેવાદેવા ?
ઊંઘે છે દેહ ને માને હું ઊંઘ્યો તે અહંકાર.
ચિંતા એ મોટામાં મોટો અહંકાર છે. ‘વ્યવસ્થિત કર્તા છે'નું જ્ઞાન હોય, ત્યાં ચિંતા હોય જ નહીં.
વાણી એ ખુલ્લો અહંકાર છે. વાણીથી અહંકાર ઊભો થયો છે ને વાણીથી અહંકાર બહાર નીકળે છે. અને આત્મજ્ઞાન ત્યાં મુનિપણું,
અહંકાર ગયા પછી બોલે છતાં મૌન ગણાય છે.
(૫.૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર !
અહંકાર બે માર્ગે વાળી શકાય, સાંસારિક સુખો જોઈતાં હોય તો અહંકારને સુંદર બનાવવો અને મોક્ષે જવું હોય તો, અહંકારથી મુક્ત થવું પડે.
ગાંડો અહંકાર હેંડતાં-ચાલતાં ઉછળી પડે. અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો માન્ય કરે તેવો. લોકઅમાન્ય અહંકારને ગાંડો અહંકાર
38