________________
અહંકાર ઓગળ્યા પછી શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી, મહાત્માને રહ્યો તે ડ્રામેટિક અહંકાર. ડ્રામાનો અહંકાર કોઈને વાગે ?
રાજા ભર્તુહરિનું પાત્ર ભજવતાં અંદર તો એ જાણતો જ હોય, કે હું રાજા નથી પણ લક્ષ્મીચંદ તરગાળો છું, અને ઘેર જઈને મારે ખીચડી ખાવાની છે. નાટક પૂરું થાય એટલે રાણીને કહે કે “હંડ મારે ઘેર ?” એ જાણતો જ હોય ને કે, ન હોય આ મારી રાણી ! તેમ બધું કરતાં મહાત્માને અંદર નિરંતર ખ્યાલમાં જ હોય, કે ‘હું ચંદુલાલ નથી, હું ધણી નથી, હું શુદ્ધાત્મા છું'.
અહંકારના બે પ્રકાર, એક નિર્જીવ ને બીજો સજીવ ! અક્રમના ‘મહાત્મા’ જીવે, નિર્જીવ અહંકારથી. કર્તાપણાનો અહંકાર જાય, પછી રહે માત્ર ભોક્તાપણાનો.
પરમ પૂજ્ય દાદાશ્રીમાં અહંકાર હોય ? “એ. એમ. પટેલ'માં હોય, ચાર ડિગ્રી જેટલો. પણ તે નિર્જીવ અહંકાર હોય. નિર્જીવ અહંકાર શું કરે ? બુટ પહેરે, કોટ-ટોપી પહેરે અને ‘આવો આવો, મોક્ષે લઈ જઈએ” એવી ખટપટોય કરે. એટલે જ અક્રમ વિજ્ઞાની દાદાશ્રી, પંકાયા ખટપટિયા વીતરાગ નામથી. એમની કેવળ મોક્ષે તેડી જવાની જ ખટપટો.
નિર્અહંકારીનો સંસાર સાહજિક હોય. બધું ડ્રામેટિક હોય, કર્તાપણા વિનાનું કર્તાપણું.
આ સંસાર ચાલે છે તે. નિર્જીવ અહંકારથી. સજીવ અહંકાર બાંધે છે, આવતો ભવ. સંસાર આખોય ડિસ્ચાર્જ સ્વરૂપે જ છે. નિર્જીવ અહંકાર એટલે ડ્રામેટિક અહંકાર. મારા વગર ચાલે નહીં, એ થયો સજીવ અહંકાર.
જગત કેવું રૂપાળું છે ! અહંકારે કદરૂપું કરી નાખ્યું. એક અવતાર માટે સમજી જાવ કે, બધુંય ઉદયાધીન છે. અહંકાર ખાલી ખોટો ડખો કરે છે આખો વખત.
અજ્ઞાન દશામાં અહંકારથી થોડો ઘણો ફેરફાર થાય પણ જે ઈફેક્ટ આવી ગઈ હોય, તેમાં ફેરફાર ના થાય. અહંકાર ના હોય, તેને તો કશોય ફેરફાર ના થાય.
‘વ્યવસ્થિતનું જ્ઞાન ક્યારે હેલ્પ કરે ? અહંકાર ના હોય ત્યારે. અહંકાર તો અવ્યવસ્થિત કરે, તેને (શુભ) ભાવનાથી બદલાવી શકાય.
અહંકાર જાય પછી પ્રકૃતિ ને વ્યવસ્થિત એક જ છે. અહંકારની ડખલ
બન્નેને જુદા પાડે છે. નહીં તો પ્રકૃતિ વ્યવસ્થિત પ્રમાણે જ ઉકલે છે.
અહંકાર જાય પછી શેષ રહે છે, ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે.
મોક્ષે જવાનો ભાવ એ શું અહંકાર છે ? હા, ભાવ હોય તો જ એ ભેગું થાય ને !
(૫.૪) અહંકારતી અવસ્થાઓ ! સાક્ષીભાવ કોણ કરે છે ? અહંકાર. પાડોશીભાવ એ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ છે. સાક્ષીભાવ એ અહંકારથી છે. ક્રમિકમાં સાક્ષીભાવે છે ને અક્રમમાં જ્ઞાતા-દ્રષ્ટા ભાવ છે. અહંકાર સહિત જ્ઞાતા-દ્રષ્ટા એ છે સાક્ષીભાવ.
બધાં ધ્યાનો અહંકારથી છે. અક્રમમાં જ્ઞાતા-દ્રષ્ટાપદની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાતા-દ્રષ્ટા એક સેંકડ પણ થયો, તો થઈ ગયો પરમાત્મા !!! અસંગ, નિર્લેપ બની રહે. ક્રમિકમાં પ્રકૃતિનો જાણનાર છે અહંકાર.
અહંકાર આંધળો, જુએ બુદ્ધિની આંખથી. બુદ્ધિ એ પ્રકૃતિ કહેવાય. અહંકારના કબજામાં હોય, એટલું જ પ્રકૃતિનું એ જાણી શકે. અહંકાર પ્રકૃતિને ક્યાં સુધી જાણી શકે ? નવ્વાણું સુધી..
પોતે પોતાના આધારે ચાલે, એ છે પ્રજ્ઞાશક્તિ. ચાલવું એટલે વ્યાપે, જેમ ભીંત તૂટે ને પ્રકાશ બહાર જાય એના જેવું.
જેમાં અહંકાર વધારે, ત્યાં માણસ આંધળો હોય. માનમાં, લોભમાં આંધળો થઈ જાય.
‘હું જાણું છું'નો અહંકાર ભારે. જાણ્યું તો એનું નામ કહેવાય કે કષાયરૂપી ઠોકર ના વાગે.
જેટલો મહાન થવા જાય તેટલો જ પછડાય ને આત્માનો ઘાતક બને. ‘હું કંઈક છું” ને “કંઈ કરી શકું છું.' એ અહંકાર જ પછાડે.
જે સેન્સિટીવ હોય, તે ડખો કર્યા વિના રહે જ નહીં.
‘હું કંઈક મોટો છું પણ શેમાં છે તું ? આ આકાશને જો ! આકાશમાં તારામંડળ તો જો ! આ અસંખ્ય નિહારિકાઓ તો જો ! એમાંની એકમાં આપણી પૃથ્વી, પૃથ્વી પર તારો દેશ, દેશમાં તારું ઘર ને ઘરમાં સાડા પાંચ ફૂટનો તું !!! આખા બ્રહ્માંડની સત્તા જેને વરી છે, એવા જ્ઞાની