________________
૩૮૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : મમતા ના હોય તો નિષ્કામ કર્મ છે. પ્રશ્નકર્તા : પણ ત્યાં મારાથી કર્મ જ કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ જ્ઞાન પછી અત્યારે તમે કરો છો એ નિષ્કામ કર્મ જ કરી રહ્યા છોને ! અત્યારે તમે કોઈની પાસે ફળની આશા સિવાય બધાં કાર્યો કરો છો, હવે બીજી કંઈ ફળની આશા નથીને ? તમે નિકાલ જ કરો છોને આ ? નિષ્કામ તો અહંકાર-મમતા ગયા પછી નિષ્કામ થાય.
પ્રશ્નકર્તા : મેં દાન આપ્યું એવો અહંકાર કરે એટલે પુણ્ય બંધાય છે? અથવા મેં કસાઈખાનું બંધાવ્યું એવો અહંકાર છે માટે પાપ બંધાય છે?
(૧) અહંકારનું સ્વરૂપ
૩૭૯ ‘ન હોય મારું, ન હોય મારું કરે તો ગાંડો થઈ જાય. પહેલું “હું કોણ છું’ એ નક્કી કર્યા પછી ‘ન હોય મારું” કહેવાય. ‘મારા'ની ભાંજગડ જ નથી, ‘'ની ભાંજગડ છે. ત્યારે જગતને શેની ભાંજગડ છે ? મારા'ની ભાંજગડ છે. “મારું” છોડી દે, કહેશે. અલ્યા, એ છોડીને ક્યાં જતો રહીશ ? “હું'ના આરોપણની ભૂલ છે, તેથી આ ‘મારા'ની ભૂલ થઈ છે. એટલે “મારું” એ કંઈ ભૂલ નથી. એ તો અહીંથી અહીં બીજી જગ્યાએ બેસાડીએ તો ત્યાં “મારું” કહેશે. કેટલી બધી ચીજો “મારી’ કરેલી હોય. પણ તે આપણે ના છોડાવીએ અને ફક્ત “હુને “અહીંથી “અહીં” (આત્મામાં) બેસાડીએ તો પછી પેલું “મારું” બધું છૂટી જાય.
પ્રશ્નકર્તા : અંતઃસ્કુરણા થઈને ‘હું'માંથી નીકળી જાય, એને જ્ઞાન કહી શકાય ?
દાદાશ્રી : “'માંથી શી રીતે નીકળે ? “હું માં તો છે. એક ગાળ ભાંડેને તો ફૂંફાડો મારે, તો ‘હું'માંથી શી રીતે નીકળે ? ‘હું'માંથી નીકળી કેમ શકે ? નીકળીનેય ક્યાં ટળે એ ? ‘હું'માંથી નીકળીને એવી કઈ જગ્યા છે કે ત્યાં એ ઊભો રહે ? લોકો કેવું શીખવાડે છે, ‘હું'માંથી નીકળી ગયો ! લે !! ક્યાં ઊભો રહે છે ત્યારે ? એ ‘હું'માં જ ઊભો રહે છે !
પ્રશ્નકર્તા : “હું લય થઈ જાય એટલા માટે આવ્યો છું.
દાદાશ્રી : ‘હું એકલું જ લય નથી કરવાનું, ‘મારા’નો પણ લય કરી નાખવાનો.
પ્રશ્નકર્તા : “મારું” એ તો ‘હું'નું વર્તુળ છે.
દાદાશ્રી : હા, બધું લય કરવું પડે. એ અહીં આગળ લય થઈ જશે.
પુણ્ય-પાપ બાંધે અહંકાર.. પ્રશ્નકર્તા : જો મને અહંકાર પણ ના હોય અને મમતા પણ ના હોય અગર તો બેમાંથી એક વસ્તુ ના હોય તો હું કયું કર્મ કરું?
દાદાશ્રી : અહંકાર છે તો પાપ ને પુણ્ય હોય. અહંકાર ગયો એટલે પાપ-પુણ્ય ગયાં. અને અહંકાર લોકો ઓછો કરે છે, તેનું ફળ ભૌતિક સુખ આવે. અહંકાર વધારે કર્યો તેનું કર્મ બંધાય, તે ભૌતિક દુ:ખ આવે. અહંકાર ઓછો કરવાથી કંઈ અહંકાર જાય નહીં, પણ તે ભૌતિક સુખ આપનારું છે. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.
અમુક હદ સુધી જ અહંકાર ઘટી શકે. તેને સંસારમાં અડચણ ના પડે. મહાવીર ભગવાનની આજ્ઞામાં રહે, તો અમુક હદ સુધી અહંકાર ઘટી શકે ખરો પણ નોર્મલ રહે. નોર્મલ અહંકાર રહે ત્યારે સંસારમાં ક્લેશ ના થાય. ઘરમાં સહેજેય ક્લેશ કે અંતર ક્લેશ એવું ના થાય. એવું હજુય આપણા ક્રમિક માર્ગમાં છે એટલું, પણ તેય કો’કને હશે. થોડા માણસને ક્લેશ ના થાય, અંતરમાં ક્લેશ ના થાય. પણ તેય અહંકાર, મોક્ષ કરવા માટે કાઢવો પડશે. અને એ અહંકાર જાય અને હું જે છું’ એ રિયલાઇઝ (ભાન) થાય તો થઈ રહ્યું, પછી કિંઈ બંધાય નહીં. પછી જજ હોય તોય કર્મ ના બંધાય, દાનેશ્વરી હોય તોય કર્મ ના બંધાય, સાધુ હોય તોય કર્મ ના બંધાય અને કસાઈ હોય તોય કર્મ ના બંધાય. શું કહ્યું મેં? કેમ ચમક્યા ? કસાઈ કહ્યો તેથી ?