________________
(૧) અહંકારનું સ્વરૂપ
૩૭૭
પ્રશ્નકર્તા : સહેજ વાર થાય.
દાદાશ્રી : હા, પણ થોડી કંઈ થાયને ? એ મમતા છે, કંઈક ને કંઈક મમતા છે. મમતાને લઈને જ આ જગત જીવે છે.
જ્યાં સુધી અહંકાર જીવતો હોય ત્યાં સુધી મમતા મહીં પડી રહી હોય. અને મમતા શું છે ? ત્યારે કહે, જેમ આરોપિત પોતાપણું અને તેની મહીં આ મારું કહ્યું તે મમતા. મમતાય આરોપિત ભાવ છે. અને મમતા ગઈ એટલે ગોડ (ભગવાન) કહેવાય. હું જતું ના રહે, હું તો આરોપિત હતું તે મૂળ સત્ય રીતે આવી ગયું ! હું તો છે જ. એનું અસ્તિત્વ તો છે જ, પણ વસ્તુત્વનું ભાન નથી કે ‘હું કોણ છું’. એ જો ભાન થઈ જાય, વસ્તુત્વનું ભાન થાય તો એ થઈ ગયું.
પ્રશ્નકર્તા : આરોપિત ભાવ ખરી પડે ?
દાદાશ્રી : હા, ખરી પડે.
પ્રશ્નકર્તા : મારાપણું મટાડી દેવું પડે ?
દાદાશ્રી : એ શી રીતે મટી જાય પણ તે ? આ છોડી દે, આ છોડી દે કહે, તો શું રહે ? મારાપણું છોડી દે તો રહે શું ?
પ્રશ્નકર્તા : નિજાનંદ.
દાદાશ્રી : હા, પણ મારાપણું છોડતાં કોઈને આવડ્યું છે ? એ છોડ્યું છૂટ્યું છે કોઈનું ? કોઈનું છૂટ્યું હોય તો મને દેખાડો, એકાદ માણસ. તો આપણે ત્યાં જઈએ, અહીં શું કરવા સત્સંગ કરીએ ? બીજી જગ્યાએ છૂટ્યું હોય તો હું હઉ ત્યાં આવું કે છૂટ્યું હોય તો ધનભાગ કહેવાય, કે ઓહોહો ! આવા કાળમાં છૂટ્યું !!
એટલે મારાપણું છૂટે એવું નથી. જો ‘માય’, મારાપણું જો છોડતાં આવડેને, તો પછી કશું રહેતું જ નથી. આ જ્ઞાન પણ જાણવાનું કશું રહેતું નથી. મારાપણું છોડવું એટલે શું ? તમે જૈન છો, એટલે તમે વાતને સમજી જાવ કે તમારે મારાપણું છોડવું હોય તો પહેલું આ ઘડિયાળ તમારું છેને, એને બાજુએ મૂકી દો. છૂટી ગયું. ચશ્માં બાજુએ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
મૂકી દો. પછી આ હાથ તમારા છેને ? તે બાજુએ મૂકાય એવા નથી, ભલે ત્યાં ને ત્યાં રહ્યા, પણ તમારા છે ? એ સમજી ગયા. તમારી માલિકી ન હોય, એવું સમજી જવાનું. હાથ મારા છે, આ પગ મારા છે, માથું મારું છે, આંખો મારી છે, બધા પરથી માલિકી ઊઠાવી લો. આ નામેય મારાપણું છે. શું નામ છે તમારું ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ.
૩૭૮
દાદાશ્રી : તે ચંદુભાઈ, એ પણ મારાપણું છે. એટલે ચંદુભાઈનેય આઘું મૂકી દેવાનું. ધણી છું આનો, તેય મારાપણું છે. આ બાઈનો ધણી છું, કહે છે. એ બધું મારાપણું કાઢી નાખવાનું. પછી મન મારું છે, બુદ્ધિ મારી છે, ચિત્ત મારું છે, અહંકાર મારો છે. પછી તમે રહેશો, એ કોણ રહેશે ? બધું મારાપણું છોડી દો, પછી કોણ રહેશે ? ‘હું’ ને ‘મારું’ બે છે, તે ‘હું' રહેશે પછી ! દરઅસલ ‘હું’! ‘હું' ખસ્યું કે ખસ્યું ‘મારું' !
જે જે આરોપિત ભાવે ‘હું છું, હું છું’ કહેવામાં આવે છે, તે બધું મિથ્યાત્વ છે. ‘મારું છે’ બોલે એની ચિંતા નથી, પણ ‘હું છું’ બોલે
તેની ચિંતા એ જ મિથ્યાત્વ.
પ્રશ્નકર્તા : ‘મારું છે’ બોલે છે એનો વાંધો નથી, એ કઈ રીતે ? દાદાશ્રી : હા, ‘મારું’ બોલે તેનો આપણને વાંધો નથી. એ તો જ્યાં આગળ બેઠો હશે, જે જગ્યામાં બેઠો હશે, તે જગ્યાને જ ‘મારું’ કહેશે. એ આત્મામાં બેઠો તો ત્યાંય ‘મારું’ કહેશે અને અહીં સંસારમાં બેઠો હશે તો અહીંય ‘મારું’ કહેશે. એટલે ‘મારું’ કહે એનો વાંધો નથી. ‘હું’ની જ ભાંજગડ છે, એ જ મિથ્યાત્વ છે. ‘મારું’ છોડવાની કંઈ જરૂર નથી.
પ્રશ્નકર્તા : ‘હું' છૂટ્યું કે ‘મારું' છૂટી જ જાય છે ?
દાદાશ્રી : હા, ‘હું’ જ છોડવાનું છે. ‘હું’ એ જ મિથ્યાત્વ છે, ‘મારું’ એ મિથ્યાત્વ નથી. ‘મારું’ છોડે તો તો માણસ ગાંડો થઈ જાય.